ETV Bharat / city

Bhavnagar Teachers Demand : ઓફલાઇન શિક્ષણ બંધ કરવા નગર પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણપ્રધાન સમક્ષ માંગ - ભાવનગરના શિક્ષકોની માગણી

ભાવનગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણપ્રધાન સમક્ષ ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ કરી છે. બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માગણી (Bhavnagar Teachers Demand ) થઇ છે.

Bhavnagar Teachers Demand : ઓફલાઇન શિક્ષણ બંધ કરવા નગર પ્રાથમfક શિક્ષક સંઘની શિક્ષણપ્રધાન સમક્ષ માંગ

author img

By

Published : Jan 5, 2022, 6:47 PM IST

Updated : Jan 5, 2022, 9:01 PM IST

ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળાઓના નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘે ઇમેઇલ કરીને શિક્ષણપ્રધાન સમક્ષ લેખિત માગ કરી છે. જેમાં કોરોનાના વધતા કેસ અને ઓમીક્રોનના પગલે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ (Bhavnagar Teachers Demand ) કરી છે. બાળકોમાં આવેલા કોરોના કેસો બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ચિંતિત બન્યું છે. શિક્ષણપ્રધાનને ઇમેઇલ દ્વારા લેખિતમાં જાણ કરીને સંઘે ઓનલાઇન શિક્ષણ આપવા તૈયારી બતાવી છે.

રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઇન શિક્ષણ આપવા તૈયારી

ભાવનગર શહેર સાથે સમગ્ર રાજ્યમાં કોરોનાના જે રીતે કેસો વધી રહ્યા છે તેને પગલે લોકોમાં ભય છે. પરંતુ શાળાઓ શરૂ હોવાથી વાલીઓ પણ ડરેલા છે. પણ હવે તો જ્ઞાન આપતા શિક્ષકોમાં ત્રીજી લહેરનો ભય વર્તાઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કોરોના કેસ વધી (Corona Update in Bhavnagar 2022 ) રહ્યા છે તેથી ઓફલાઇન શિક્ષણ બંધ કરવું જોઈએ. તેથી સંઘ દ્વારા શિક્ષણપ્રધાન જીતુભાઇ વાઘાણીને મેઇલ મોકલી લેખિત માગ (Bhavnagar Teachers Demand ) કરી છે.

બાળકો અને શિક્ષકોમાં કોરોના સંક્રમણ વધતાં ચિતા વ્યક્ત કરવામાં આવી

આ પણ વાંચોઃ Jitu Waghani In Jamnagar : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ વર્ગમાં શિક્ષણ કાર્ય પર શું આપી પ્રતિક્રિયા?

ઓફલાઇન બંધ કરવા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘે શું ઉલ્લેખ કર્યો

રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘે લેખિતમાં જણાવ્યું કે ગુજરાતમાં કોરોના અને ઓમીક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. રાજયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત (Corona Update in Bhavnagar 2022 ) થઈ રહ્યાં છે. અન્ય રાજ્યોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવેલું છે. ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો કોરોના પ્રોટોકોલનું પાલન કરી શકે નહીં, પરિણામે બાળકો સંક્રમિત થશે. આથી બાળકો અને શિક્ષકના સ્વાસ્થ્યની ચિંતા કરીને 10 તારીખથી ઓફલાઇન શિક્ષણ બંધ કરવા અમારી (Bhavnagar Teachers Demand ) રજૂઆત છે.

આ પણ વાંચોઃ GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ

Last Updated : Jan 5, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.