ETV Bharat / city

ભાવનગર મનપાએ પીરછલ્લામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું - ગેરકાયદેસર બાંધકામ

ભાવનગરના પીરછલ્લામાં વેપારી રહેણાંકી મકાનની મંજૂરી મેળવીને કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જેને નહીં ગણકારતા અંતે મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભાવનગર મનપાએ પીરછલ્લામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું

author img

By

Published : Mar 14, 2021, 1:09 PM IST

  • ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા વેપારીમાં ફફડાટ
  • રહેણાકી બાંધકામની મંજૂરી માંગીને કોમર્શીયલ બાંધકામ કર્યું હતુ
  • ટાઉન ડેવલોપમેન્ટ અધિકારીને આદેશ કરીને કમિશનરે બે નોટિસો આપી હતી

ભાવનગર: પીરછલ્લામાં વેપારી રહેણાંકી મકાનની મંજૂરી મેળવીને કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જેને નહીં ગણકારતા અંતે મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રહેણાકી મકાનની મંજૂરી મેળવીને કોમર્શીયલ બાંધકામ મહાનગરપાલિકાના ધ્યાને આવતા બુલડોઝર ફેરવીને કરાયેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: વડોદરામાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રની કાર્યવાહી, 50 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

ગેરકાયદેસર બાંધકામની જાણ કમિશનર કક્ષા સુધી પહોંચી

ભાવનગરની પીરછલ્લા શેરીમાં જુનું બાંધકામ પાડીને નવા બાંધકામ માટે મંજૂરી માંગવામાં આવી હતી. મહેતા શેરીમાં જોશીની ખડકીમાં મહાદેવ પાન-મસાલાની દુકાન ધરાવનારા નરેશભાઈ નાઉમળ આગીચાએ રહેણાકી બાંધકામની મંજૂરી માંગીને કોમર્શીયલ બાંધકામ કર્યું હતુ. આ ગેરકાયદેસર બાંધકામની જાણ કમિશનર કક્ષા સુધી પહોંચી હતી. જેથી ટાઉન ડેવલોપમેન્ટ અધિકારીને આદેશ કરીને કમિશનરે બે નોટિસો આપી હતી.

આ પણ વાંચો: મોડાસાનાં બડોદરા ગામે દૂધ ઉત્પાદક મંડળીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

વેપારીઓ દ્વારા ખોટું કરવામાં આવતા મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું

ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારની વારંવાર ફરિયાદો મુખ્યપ્રધાન કક્ષા સુધી કરવામાં આવેલી છે. ત્યારે હવે વેપારીઓ દ્વારા ખોટું કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નરેશભાઈના બાંધકામને તોડવા માટે ટાઉન ડેવલોપમેન્ટ અધિકારી ગોધવાણીની હાજરીમાં પીરછલ્લામાં ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું હતુ. ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામને તોડીને મનપાએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ખોટું હવે ચલાવી નહીં લેવાય. પોલીસ કાફલા સાથે હટાવેલા ગેરકાયદેસર બાંધકામ બાદ હવે વેપારી જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.