- હાઇરાઈઝ્ડ બિલ્ડીંગોને નોટિસ પાઠવી ફાયરના સાધનો વસાવવા જણાવ્યું
- મહાનગરપાલિકા કોમર્સિયલ બાદ રહેણાંકી ક્ષેત્રમાં ફાયરના સાધનોના પગલે કડક બની
- બિલ્ડીંગો સામે નળ અને ગટર કનેક્શન કાપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો
ભાવનગર: મહાનગરપાલિકાએ નવા નિયમ પ્રમાણે હાઇરાઈઝ્ડ બિલ્ડીંગોને નોટિસ પાઠવી ફાયરના સાધનો વસાવવા જણાવ્યું હતું. પરંતુ, ધનિક કહેવાતા વિસ્તારમાં આવેલા ફ્લેટના લોકોએ સાધનો નહિ વસાવતા મહાનગરપાલિકા કોમર્સિયલ બાદ રહેણાંકી ક્ષેત્રમાં ફાયરના સાધનો પગલે કડક બની છે. 10 બિલ્ડીંગોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે, ઉનાળાના પ્રારંભમાં કડક કાર્યવાહીથી હાઇરાઈઝ્ડ બિલ્ડીંગોમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, કમિશ્નરના સંબંધીના ફ્લેટનું પણ નળ કનેક્શન કાપી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત
ભાવનગર મહાનગરપાલિકાની ચીમકીની અમલવારી થતા ફફડાટ
ભાવનગર મહાનગરપાલિકા નીચે આવતા ફાયર વિભાગને કડક કામગીરી સોંપવામાં આવી છે. ફાયર વિભાગને સીલ મારવાનો આદેશ છે અને બિલ્ડીંગોમાં રહેતા લોકોને પણ કડક ભાષામાં સમજાવવા માટે કડક હાથે મહાનગરપાલિકા કમિશ્નર એમ. એ. ગાંધી દ્વારા કામ લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ જે બિલ્ડીંગની ઊંચાઈ 15 મીટર કરતા વધુ છે તેવી 45 બિલ્ડીંગને નોટિસ આપી સાધનો વસાવવા મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ, અમલવારી નહિ કરાતા આવી બિલ્ડીંગો સામે નળ અને ગટર કનેક્શન કાપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
અનેક બિલ્ડિંગના નળ કનેક્શન કપાયા
ભાવનગર મહાનગરપાલિકાએ 45 બિલ્ડીંગોને ફાયરના સાધનો નિયમ પ્રમાણે નહિ વસાવો તો નળ અને ગટર કનેક્શન કાપવાની ચીમકી આપી નોટિસ આપ્યા બાદ અમલવારી પણ કરી દેવામાં આવી છે. 7થી 8 માળ ધરાવતી 10 બિલ્ડીંગોના નળ કનેક્શન કાપી લેવામાં આવ્યા છે આ સાથે, કડક હાથે કામ લેતા સીધી અસર આશરે 100 અથવા વધુ પરિવારો પર પડી છે.
આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકાની ફાયર સાધનો પગલે લાલ આંખ: 45 લોકોને નોટિસ ફટકારી
- આકાશગંગા ફ્લેટ
- પન્ના ટેરર ફ્લેટ
- ઇન્દ્રપ્રસ્થ ફ્લેટ
- ચંપા ટાવર ફ્લેટ
- શત્રુંજય હિલ ફ્લેટ
- લા મીરા ફ્લેટ
- આરાધના ટાવર્સ ફ્લેટ
- પન્ના પાર્ક ફ્લેટ
- શાંતિવન ફ્લેટ