ETV Bharat / city

Bhavnagar Farmers Dismay with compensation : ખેતી સહાયને સ્ટંટ ગણાવતાં ખેડૂત આગેવાન, ફક્ત 1.59 લાખ અરજી આવી - ભાવનગરના ખેડૂતોમાં રાહત સહાય સામે નિરાશા

ભાવનગરમાં ભારે વરસાદમાં પાકને નુકસાની બાદની રાહત સહાયને સ્ટંટ માનવામાં આવી રહી છે. સહાયની મામૂલી રકમ અંગે ખેડૂત એકતા મંચના આગેવાને આમ (Bhavnagar Farmers Dismay with compensation) જણાવ્યું હતું.

Bhavnagar Farmers Dismay with compensation : ખેતી સહાયને સ્ટંટ ગણાવતાં ખેડૂત આગેવાન, ફક્ત 1.59 લાખ અરજી આવી

author img

By

Published : Jan 24, 2022, 6:50 PM IST

ભાવનગરઃ જિલ્લામાં ખેડૂતોને સહાય આપવાની પ્રક્રિયા હાથ તો ધરાઈ છે પણ ફૂલ માંગતા પાંદડી (Crop damage compensation 2021) મળી રહી છે. જિલ્લાના 2.43 લાખમાંથી માત્ર 1.59 લાખ અરજી આવી. ઓનલાઇન અરજી નહીં કરી શકનાર ખેડૂતનું શું ? જિલ્લામાં 1.59 અરજી પ્રમાણે અંદાજે 170 કરોડ જેવી રકમ થઈ શકે છે ભરપાઈ, તો ખેડૂત આગેવાને કહ્યું સહાય (Bhavnagar Farmers Dismay with compensation) સ્ટંટ છે.

જિલ્લામાં સહાય અંગે ખેતીવાડી અધિકારીએ માહિતી આપી હતી

ચોમાસાના પાછોતરા વરસાદમાં થયું હતું નુકસાન

ભાવનગર જિલ્લામાં ચોમાસામાં થયેલા પાછોતરા વરસાદથી સમગ્ર જિલ્લામાં નુક્સાનનું વળતર (Crop damage compensation 2021) આપવા માટે સરકારે પ્રક્રિયા હાથ ધરી છે તો ખેડૂતો આગેવાનોએ કટાક્ષ કર્યો છે કે આમાં કશું વળવાનું નથી. આ સ્ટંટ છે. ખેડૂતોને ખેતી સાથે હવે બીજો ધંધો કે વ્યવસાય કરવો પડશે નહિતર આત્મહત્યાઓ કરવા સિવાય રસ્તો રહેશે નહી.

ખેતીવાડીનો સર્વે અને સહાય કેટલી અપાઈ?

ભાવનગર જિલ્લામાં પાછોતરો વરસાદ 60 ટકા થયો હતો. પાછોતરો ચોમાસાના વરસાદમાં કપાસ,મગફળી અને બાજરીને મોટું નુકસાન થયું હતું. સરકારે ઓનલાઇન અરજી મંગાવીને સહાય આપવાની (Crop damage compensation 2021) જાહેરાત કરેલી છે. ત્યારે ખેતીવાડી વિભાગને જિલ્લાના 2.43 લાખ ખેડૂત પૈકી 1,59,353 અરજીઓ આવી છે. આ અરજીઓમાંથી 1.49 લાખ અરજીઓ વેરીફાઈ કરાઈ છે. ગ્રામ સેવકોને જરૂરિયાત કાગળો 1,51,342 ખેડૂતોએ જમા કરાવ્યા છે.ખેતીવાડી વિભાગે હાલમાં 27078 ખેડૂતોને કુલ 26 કરોડ 42 લાખ સહાય ચૂકવી દીધી છે.

ગત ચોમાસામાં પાછોતરા ભારે વરસાદે પાકમાં નુકસાન કર્યું હતું

આ પણ વાંચોઃ Exclusive Interview: 'જ્યાં ખેતીના પાકને થયેલા નુકસાન અંગે રજૂઆતો આવી છે ત્યાં સર્વેની સૂચના અપાઈ ગઈ છે' : રાઘવજી પટેલ

સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે?

સરકાર દ્વારા 2021ના ચોમાસાના પાછોતરા વરસાદની સહાય ચુકવણું કરવા બનાવેલા નિયમ પ્રમાણે જોઈએ તો ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારે એક હેકટર દીઠ 6800 મંજુર કર્યા છે અને વધુમાં વધુ બે હેકટર દીઠ 13600 ચુકવવાની મંજૂરી આપી છે. જ્યારે એક હેકટરથી નીચેની જમીનવાળાને 4000 જેવી રકમ આપવાની (Crop damage compensation 2021) જાહેરાત કરેલી છે. જો કે સવાલ ઉભો એ થાય છે કે સરકારની આ સહાયથી શું ખેડૂતને ફાયદો થશે કે કેમ ? જો કે પાછોતરા વરસાદ સમયે જોવા જઈએ તો કપાસનું જિલ્લામાં સૌથી વધુ વાવેતર 2,24,301 હેકટરમાં થયું હતું જ્યારે બીજા નંબરે મગફળીનું 1,17,204 હેકટરમાં વાવેતર થયું હતું અને ત્રીજા નંબરે બાજરી 17,745 હેકટરમાં વાવેતર થયું હતું. આ ત્રણેય પાકમાં નુકશાન થવા પામ્યું છે. જિલ્લામાં કુલ 4.50 લાખ હેકટર જમીન ખેતી માટે નોંધાયેલી છે.

શું કહે છે ખેડૂત આગેવાન

ભાવનગર જિલ્લામાં 2.42 લાખ ખેડૂતો પૈકી 1.59 લાખ માત્ર અરજીઓ આવી છે. ત્યારે સહાય મુદ્દે ખેડૂત એકતા મંચના આગેવાન વીરજીભાઈ જસાણી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણેે જણાવ્યું હતું કે સરકારે (Crop damage compensation 2021) જાહેર કરેલી સહાય એ માત્ર (Bhavnagar Farmers Dismay with compensation)સ્ટંટ છે. બે હેકટરમાં માત્ર સહાય આપવાથી ખેડૂતને માત્ર 13 હજાર જેવી રકમ મળશે. ત્યારે ખેડૂતને આ રકમથી કોઈ ફેર પડવાનો નથી. ખેડૂતોને નાછૂટકે કોઈ ધંધો કે વ્યવસાય કરવાની ફરજ પડવાની છે. લેણું લઈને વાવેતર કર્યા બાદ થયેલા નુકશાન અને બાદમાં લેણું ચૂકવવા સરકારની સહાયથી લેણું ચૂકવાય નહીં આથી કોઈ સાઈડમાં ધંધો કરવો પડશે અને એ નહીં કરી શકે તો આત્મહત્યા કરવાનો વારો આવશે. જો કે હાલ સંપૂર્ણ અરજી કરનાર ખેડૂતોને સહાય ચૂકવતા અંદાજે 170 કરોડ રકમ સહાયની થઈ શકે છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં સારા વરસાદના કારણે મળ્યો મબલક પાક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.