- ભવનગર જિલ્લામાં કુલ વરસાદ 36.08 ટકા સિઝનનો વરસાદ નોંધાયેલો
- જિલ્લાના ડેમોની સ્થિતિ 70 ટકાથી વધુ હોવાથી પીવાના પાણીની સમસ્યા નહિ
- બીજા રાઉન્ડમાં પણ કેટલાક ડેમ ઓવેફલો તરફ આગળ ધપ્યા
- જિલ્લાનો મુખ્ય શેત્રુંજી ડેમ 55.53 મીટરે ઓવરફ્લો જ્યારે હાલ 54.31 મીટરે
ભાવનગર: શહેર અને જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. શહેર જિલ્લામાં બે દિવસથી ધીમીધારે વરસતા વરસાદથી ખેતીને કાચા સોના જેવો લાભ થયો છે, તો શહેરમાં લોકોને રેઇનકોટ અને છત્રીના સહારે રહેવું પડયું છે. જિલ્લામાં આવેલા ડેમોમાં પાણીની આવક ધીમીધારે થઈ છે. દરેક ડેમમાં પાણીનો સંગ્રહ 70થી 90 ટકા આસપાસ થયો છે.
આ પણ વાંચો- જુઓ, છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં કેવો વરસ્યો મેઘ
ભાવનગર શહેર જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ તો કેટલો વરસાદ હાલ સુધીમાં
ભાવનગર(Bhavnagar) શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી બીજી વખત જરૂર થઈ છે, પણ વરસાદ જિલ્લામાં ખૂબ ઓછો નોંધાયેલો છે. ભાવનગર જિલ્લાના તાલુકામાં આજના દિવસમાં વરસાદ જોઈએ, તો મહુવામાં 31 mm, ગારીયાધારમાં 13 mm, જેસર 10 mm અને પાલીતાણામાં 9 mm વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં 595 mm વરસાદની સિઝન પ્રમાણે જરૂરિયાત હોય છે. તેવામાં આજદિન સુધીમાં 205 mm વરસાદ નોંધાયો છે, જ્યારે 36.08 ટકા વરસાદ નોંધાયો છે. એટલે હજુ 75 ટકા ઘટ સીઝનના વરસાદની છે.
આ પણ વાંચો- Botad Rain Update: ખાભડા ડેમ ઓવરફ્લો થતા તૂટ્યો ગામનો પુલ
સીઝનના ચોમાસાના વરસાદની ટકાવારી ઓછી પણ ડેમો 75 ટકાથી વધુ ભરેલા
ભાવનગર (Bhavnagar)જિલ્લામાં આવેલા ડેમોમાં વરસાદની ટકાવારી 35 ટકા સુધીની છે, ત્યારે ડેમોમાં પાણી 75 ટકાથી વધુનું છે. આમ તો આશ્ચર્યજનક જરૂર લાગશે પણ વાત સાચી છે. કારણ કે, તૌકતે વાવાઝોડામાં આવેલા વરસાદમાં નવા નીર આવ્યા હતા. જેને પગલે ડેમોમાં આવક થઈ અને બાદમાં વરસાદની સીઝનમાં આવેલા પ્રથમ રાઉન્ડમાં નવા નીર આવ્યા છે.
નીચે પ્રમાણે ડેમોમાં મીટરની સપાટી છે
ડેમ | ઓવરફ્લો મીટરમાં | હાલની સપાટી |
શેત્રુંજી | 55.53 | 54.31 |
રજાવળ | 51.75 | 53.08 |
ખારો | 54.12 | 53.05 |
માલણ | 104.25 | 102.13 |
રંઘોળા | 62.05 | 60.77 |
લાખણકા | 44.22 | 40.01 |
હમીરપરા | 87.08 | 81.08 |
હણોલ | 90.01 | 89.00 |
બગડ | 60.41 | 58.61 |
રોજકી | 99.01 | 97.16 |
જસપરા | 40.25 | 31.15 |
પિંગળી | 51.03 | 50.07 |