- જિલ્લા પંચાયતમાં 60 ફોર્મ અમાન્ય, 116 ફોર્મ માન્ય રહ્યાં
- નગરપાલિકામાં 133 ફોર્મ અમાન્ય, 211 ફોર્મ માન્ય રહ્યાં
- તાલુકા પંચાયતમાં 196 ફોર્મ અમાન્ય, 600 ફોર્મ માન્ય રહ્યાં
ભાવનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં હતાં. જેમાં મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં ચૂંટણીમાં 133 ફોર્મ અમાન્ય રહેતાં 211 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જિલ્લા પંચાયતની 05 બેઠકોમાં ચકાસણી બાદ 60 ફોર્મ અમાન્ય રહેતાં કુલ 116 ફોર્મ માન્ય રહ્યા હતાં અને જિલ્લાની 10 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 196 ફોર્મ નિરીક્ષણ દરમિયાન અમાન્ય રહેતાં 600 ફોર્મ માન્ય રહ્યાં હતાં.
આચારસંહિતાના 470 કેસ નોંધાયા
ઉમેદવારો તેમજ ભાજપ-કોંગ્રેસ, AAP સહિતના રાજકીય પક્ષના ઉમેદવારોએ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે. જયારે ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ થાતો હોવાની ફરિયાદો મળતા તંત્ર દ્વારા 470 જેટલા કેસ નોંધી તેનો નિકાલ કરાયો હતો.