ETV Bharat / city

ભાવનગર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા

author img

By

Published : Feb 3, 2021, 2:08 PM IST

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પણ મેદાને છે અને 21 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 21 પૈકી 8 મહિલા ઉમેદવાર છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ 13 નામો જાહેર કરવામાં આવ્યા હતા.

ભાવનગરમાં જાહેર થયેલા ઉમેદવારમાં પક્ષનું પલડું ક્યાં ભારી

  • ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ 13 નામો જાહેર કર્યા
  • 13માંથી 6 મહિલાઓને સ્થાન
  • લઘુમતી સમાજ, યુવાન અને મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું

ભાવનગર: આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સિનિયર સિટીઝનોને મહત્વ એટલું આપવામાં આવ્યું નથી. આ વખતે મહિલાઓ અને યુવાનોને તક આપવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં 21 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા પણ 13 નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે સિનિયર સિટિઝન, યુવાનો અને મહિલાઓ પર કેવો મદાર રાખવામાં આવ્યો છે તેનું વિશ્લેષણ કરી શકાય.

21 પૈકી 8 મહિલા ઉમેદવાર

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઝંપલાવ્યું છે અને 21 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 21 પૈકી 8 મહિલા ઉમેદવાર છે. જેમાં સિનિયર સીટીઝન એક મહિલા પારુલબેન ત્રિવેદી અને ભરતભાઇ બુધેલીયા છે. જ્યારે અન્ય યુવાન અને આધેડ વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લઘુમતી સમાજ, યુવાન અને મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીએ બાદમાં યુવાનોને અને મહિલાઓને તક આપી

ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ 13 નામો જાહેર કર્યા હતા. જેમાં વધુ મહિલાઓ છે. 13 માંથી 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું હતું કે 13 માંથી માત્ર 2 એવા છે જે સિનિયર સીટીઝન છે. આમ આદમી પાર્ટીએ બાદમાં યુવાનોને અને મહિલાઓને તક આપી છે. સાથે લઘુમતી સમાજને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આમ ભાવનગરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રિપીટ થિયરી સાથે પલ્લું બધી બાજુ સરખું રાખ્યું છે. જેથી કરીને કોઈ મનદુઃખ થાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.