ETV Bharat / city

દેશની ધરોહરના વિકાસની વાતો પોકળ: ભાવનગરની જર્જરીત આલ્ફ્રેડ હાઈસ્કૂલનો 150માં વર્ષમાં થશે પ્રવેશ

ભાવનગર શહેરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ (Alfred High School)ની સ્થાપના 1872માં થઈ હતી. વિકાસ આજે નહિ વર્ષો પહેલા રજવાડાના સમયમાં નક્કર થતો હતો. 1872નું બિલ્ડીંગ ઉભું કરનારા મહારાજાઓ નથી રહ્યા પણ હવે મહારાજાઓના સ્થાને આવેલા નેતાઓને પ્રજાની સુવિધા કે પૂર્વજોએ આપેલી ઐતિહાસિક ઇમારતને જાળવવામાં રસ નથી. આલ્ફ્રેડ હાઈસ્કૂલ જર્જરિત હાલતે 150માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે નેતાગીરી કરનારા અને હોદ્દા પર બેઠી ગયેલા નેતા સહિત તંત્ર અને સરકાર વાતો તો વિકાસની કરે છે પણ ઐતિહાસિક ઇમારતોમાં ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા છે તે નિશ્ચિત છે

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Jul 6, 2021, 2:39 PM IST

  • શહેરની આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના 1872માં થયા બાદ કરાઈ માત્ર ઉપેક્ષા
  • સ્વતંત્ર ભારતમાં સરકાર રચવા પ્રથમ રજવાડું સોંપવા છતાં માત્ર અન્યાય થયા
  • આલ્ફ્રેડ હાઈસ્કૂલ 8 જુલાઈએ 150માં વર્ષમાં જર્જરિત હાલતે પ્રવેશ કરશે
  • મતોના રાજકારણમાં દરેક સરકારોએ રજવાડાની દેન સાચવવાને બદલે ક્યાંક ઉપેક્ષાઓ સેવી

ભાવનગર: દેશના બધા રજવાડા એક કરવા નીકળેલા સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ને ભાવનગરના પ્રજાવત્સલ રજવાડાના રાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દીધું અને બાદમાં જાણે ભાવનગરની પ્રજાની સુખાકારી છીનવાઈ હોય તેવી સ્થિતિઓ નિર્માણ થતી ગઈ. 150 વર્ષમાં પ્રવેશનારી આલ્ફ્રેડ હાઈસ્કૂલ (Alfred High School) જર્જરિત છે અને ભાવનગરમાં મોટા પ્રધાન પદ મેળવનારા એક પણ નેતાઓ કે સરકારે આ શાળા સામે નજર પણ કરી નથી. શાળાએ શું આપ્યું અને શાળાને શું હજુ સુધી સરકારે આપ્યું નથી ચાલો જાણીએ.

આ પણ વાંચો: દુર્ઘટનાને આમંત્રિત કરતી પેટલાદ LIC ઓફીસની જર્જરીત હાલત, તંત્રની ઢીલાશ બની જીવનો જોખમ

આલ્ફ્રેડ હાઈસ્કૂલનો 150 વર્ષ પહેલાનો ઇતિહાસ

ભાવનગરનું રજવાડું પ્રજા વત્સલ હતું અને ઇ.સ 1800 માં ગોહિલવાડના રાજવી મહારાજા જસવંતસિંહજીએ પ્રથમ હાઈસ્કૂલ માટે પહેલ કરી પણ અવસાન થતાં તેમનું સ્વપ્ન તેમના પુત્ર મહારાજા તખ્તસિંહજી(Maharaja Takht Singhji)એ પિતાના સ્વપ્નને પૂર્ણ કર્યું અને 1872માં પ્રથમ કાઠિયાવાડ વિસ્તારમાં હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જસવંતસિંહજી તે સમયમાં 75 હજાર જેવી રકમ ફાળવી હતી પરંતુ તખ્તસિંહજીએ 1872માં પાયો નાખ્યો અને પ્રથમ મોતીબાગ ટાઉનહોલ વિસ્તારમાં શાળા શરૂ કરી અને એક તરફ આલ્ફ્રેડ હાઈસ્કૂલનું કામ શરૂ થયું હતું એટલે શાળા અને નિર્માણ એક સાથે થયા અને રાજપૂતના શિલ્પ સ્થાપત્ય સાથે શાળાની ઇમારત 1872માં 1 લાખ 51 હજારમાં તૈયાર થઈ હતી. શાળાનું નામ આલ્ફ્રેડ રાખવા પાછળ કારણ એક જ હતું કે તે સમયમાં રાણી વિક્ટોરિયાના વચ્ચેના પુત્રના સ્મૃતિમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં ત્રણ શાળાઓ બને જેમની એક ભાવનગરની હતી.

રજવાડાની દેન ભાવનગરની 'જર્જરીત' આલ્ફ્રેડ હાઈસ્કૂલ 150માં વર્ષમાં પ્રવેશ કરશે

શાળાએ શહેરને શું આપ્યું અને હાલમાં કેવી કામગીરી શાળાની

મહારાજાએ શરૂ કરેલી આલ્ફ્રેડ શાળા હાલમાં કેળવણી મંડળ ચલાવી રહી છે. શાળાનો ઇતિહાસ ખૂબ જ શાનદાર રહ્યો છે ન્યાયમૂર્તિ પૂર્વ હરિલાલ કાણીયા, પદ્મશ્રી ગૌતમ ભટ્ટ, ડૉ.ધોળકિયા અને શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર આલ્ફ્રેડ શાળાના વિદ્યાર્થી છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર પણ અલ્ફ્રેડના વિદ્યાર્થી છે. જ્યારે રાજકીય ક્ષેત્રે બળવંતભાઈ મહેતા અને જાદવજીભાઈ મોદી શાળાએ સમાજમાં આપ્યા છે. હાલમાં શાળામાં કોરોના કાળમાં શાળાના સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરીને વિદ્યાર્થીની ફી ભરીને રાહત મજૂર વર્ગના વાલીઓને આપી છે યુનિફોર્મ, શૈક્ષણિક કીટ આપવામાં આવી છે એટલે શાળા પોતાનો ધર્મ નિભાવી રહી છે

રજવાડા ગયા બાદ સતત શાળાની ઉપેક્ષા કરાઈ

ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલ (Bhavnagar Alfred High School) એટલે શાંતિલાલ શાહ હાઈસ્કૂલ જેનું બિલ્ડીંગ 1872માં બન્યા બાદ સ્વતંત્ર ભારતમાં આવેલી સરકારોએ ઉપેક્ષા સિવાય કશું કર્યું નથી. કેળવણી મંડળ હાલ સંચાલન કરી રહી છે અને કેળવણી મંડળના મહામંત્રી દેવેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, સરકારો ઘણી આવી ગઈ અને હાલમાં આવનાર 8 જુલાઈએ આલ્ફ્રેડ શાળા 149 વર્ષ પૂર્ણ કરીને 150માં વર્ષમાં પ્રવેશ કરશે. શહેરના રજવાડાની હાઈસ્કૂલની ઇમારત 1 લાખ 51 હજાર ખર્ચ કરીને બનાવવામાં આવી હતી.

બાદમાં સ્વતંત્ર ભારત પછી આવેલી સરકાર અને નેતાઓએ શાળાના બિલ્ડીંગ પ્રત્યે ધ્યાન આપ્યું નથી. હેરિટેજ અને શિપ સ્થાપત્ય રાજપૂત શૈલીના શાળાની બનાવટમાં જોવા મળે છે શહેરના પ્રબુદ્ધ નાગેઇક કે સરકારે શાળાની જર્જરિત હાલત છે ત્યારે હેરિટેજ બિલ્ડીંગની જાળવણી કરવી જોઈએ. કેળવણી મંડળના મહામંત્રીએ સરકાર પાસે અપેક્ષા રાખી છે કે, સરકાર ધ્યાન આપે અને ઐતિહાસિક ઇમારતને જાળવે.

આ પણ વાંચો: વલસાડની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓને કફોડી હાલત

શા માટે ઐતિહાસિક શાળા સામે સ્વતંત્ર ભારત બાદ આંખ આડા કાન કરાયા ?

ભાવનગર (Bhavnagar)ના પ્રજા વત્સલ રાજવીએ અનેક ઐતિહાસિક ઇમારતો અને શિલ્પ સ્થાપત્યવાળા આપ્યા છે. ત્યારે પ્રજાનું ભલું ઇચ્છનારાના આજના નેતાઓ વાતો તો કરી રહ્યા છે પણ અફસોસની વાત એ છે કે, રજવાડાએ આપેલી ઐતિહાસિક ઇમારતો સાચવામાં ઉણા ઉતર્યા છે. શહેરમાં આઝાદી બાદથી રાજકીય પક્ષોના સ્થાનિક નેતાઓ સરકારમાં મંત્રી પદો મેળવ્યા ઊંચા સ્થાને પહોચ્યા પણ શહેરની રજવાડાની દેન ઇમારતો સાથે જાણે દુષ્મની હોય તેવા વ્યવહાર જ થયા છે.

શહેરની મધ્યમાં ઐતિહાસિલ આલ્ફ્રેડ શાળા જર્જરિત છે પણ કોઈ નેતાનું ધ્યાન જતું નથી કે નથી ભાવનગર આવનારા નેતાઓની નજર પડતી. હાલમાં શાળાને જર્જરીતમાંથી છુટકારો આપવા નવીનીકરણ કરીને ઐતિહાસિક વારસો જાળવી રાખવાના બદલે પાર્કિંગ માટે ઉપયોગ કરવાનો પ્રારંભ કરી દીધો છે. શાળાની સ્થિતિ નજરે હોવા છતાં રાજનેતાઓ આંખ આડા કાન જરૂર કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.