ETV Bharat / city

ભાવનગર: અલંગ રોડ પર આવેલ કઠવા ગામ નજીક 4 ખાડામાં લાગી આગ - bhavnagar a fire broke out

તળાજા તાલુકાના અલંગ રોડ પર કઠવા (fire broke out in alang)ગામ નજીક આવેલ શીપ મટીરીયલ વેચાણ કરતા 1 ખાડામાં આજ સવારનાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાં આવેલ અન્ય 3 ખાડામાં આગ પ્રસરી હતી. તળાજા ફાયર ફાયટર ટીમ તેમજ ભાવનગર ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

ભાવનગર: અલંગ રોડ પર આવેલ કઠવા ગામ નજીક 4 ખાડામાં લાગી આગ

author img

By

Published : Nov 28, 2021, 2:05 PM IST

  • અલંગ સ્થિત 4 ખાડાઓમા આગનો બનાવ
  • ફાયરબ્રિગેડનો વિશાળ કાફલો ઘટના સ્થળે દોડી ગયો
  • ફાયર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા

ભાવનગર: ભાવનગર જીલ્લામાં (fire broke out in alang) આવેલ તળાજા તાલુકાના અલંગ રોડ પર આવેલ કઠવા ગામ નજીક શીપનાં મટીરીયલ વેચાણ અર્થે આવેલ ખાડામાં આજ સવારનાં સમયે અચાનક કોઈ કારણોસર આગનો બનાવ બનવા પામ્યો હતો. ખાડામાં લાગેલ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ અન્ય 3 ખાડામાં પણ આગની ઝપેટમાં આવતા આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચો: ખંભાતના માર્ગ પર ભંયકર અકસ્માતમાં 5 મોત, ત્રણ ઈજાગ્રસ્ત , બે પરિવારના બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

ફાયર દ્વારા આગ ને કાબુ માં લેવાની તજવીજ હાથ ધરાઇ

આગની ઘટનાની જાણ થતા ભાવનગરનું 1 ફાયર ફાઈટર તેમજ તળાજાનું 1 મોટું બ્રાઉઝર ફાયર અને અલંગની 4 ફાયર ફાઇટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ખાડાઓમાં લાગેલ આગનાં કારણે અલંગ ખાતેનાં રોડ પરનો વાહન વહેવાર બંધ કરવાની ફરજ પડતા રોડ બંધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગર ફલાય ઓવર ડાયવર્ઝન સરિતા લાલટાંકી સુધી દબાણ હટાવતી મનપા

ભારે નુકશાનીની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી

જો કે હાલ ફાયર ફાયટર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગ ક્યા કારણોસર લાગી તેમજ આગમાં ખાડામાં રહેલ મટીરીયલ બળીને ખાખ થઇ જતા મોટી નુકશાનીની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.