ભાવનગર ભાદરવા માસના કૃષ્ણ પક્ષ એટલે પિતૃપક્ષ કહેવામાં આવે છે. પિતૃ માસમાં પિતૃ તર્પણ વિધિ, શ્રાદ્ધ કરવાથી મનુષ્યને અનેક લાભ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ પૂજા શ્રેષ્ઠ પિતૃ માસમાં માનવામાં આવે છે. પિતૃઓને કેવી રીતે ખુશ કરશો અને પિતૃઓના દિવસો દરમિયાન આટલું તો દરેકે જરૂર કરવું જોઈએ. વધુ જાણો.
ભાદરવામાં પિતૃ માટે થતી વિધિ ભાદરવા માસના કૃષ્ણ પક્ષ (Pitru Tarpan Ceremony Pitru Month) એટલે મહિનાના પાછળના પંદર દિવસ પિતૃપક્ષના હોય છે. પિતૃઓને તર્પણ માટે ભગવાન વિષ્ણુની પૂજા (Lord Vishnu Worship offering to ancestors) શ્રેષ્ઠ માનવામાં આવી છે. પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ વિધિ તિથિ પ્રમાણે કરવાની હોય છે. પિતૃ માટે વિધિ દરિયા કિનારે અથવા નદી કાંઠે કરવામાં આવે છે. ગંગા, નર્મદા, યમુના, ક્ષિપ્રા, પ્રયાગ, કાશી, પુષ્કર અને કુરુક્ષેત્ર જેવા નદીના તટ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પિતૃઓ માટે વિષ્ણુ પૂજા અને પિતૃનું મહત્વ પિતૃઓ માટે ત્રણ માસ છે જેમાં કારતક, ભાદરવો અને ચૈત્રનો સમાવેશ થાય છે. પિતૃ વંદના માટે ગણપતિ નહી, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા (Lord Vishnu Worship) થાય છે. પિતૃ જ્યારે પ્રેત યોનિમાં હોય ત્યાંની તેની કદ અંગુઠા સમાન હોય છે. આથી પિતૃ તર્પણ માટે અંગૂઠાનો સહારો લેવામાં આવે છે. પિતૃ તર્પણ કે શ્રાદ્ધથી પિતૃઓ પ્રેતયોનીમાંથી મુક્તિ મેળવી મોક્ષ પામે છે. માતાપિતા અને પૂર્વજોના આશીર્વાદ માટે પ્રથમ સનાતન કર્તવ્ય ગણાવવામાં આવ્યું છે. પિતૃઓના ત્રણ માસ દરમિયાન તેમની તૃપ્તિ કરવી દરેક મનુષ્યનો ધર્મ બને છે.
પિતૃઓને તૃપ્ત કરવાથી મનુષ્ય મેળવે છે સુખ ભાદરવો કારતક કે ચૈત્રમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે શાસ્ત્રોમાં અનેક કાર્ય શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુની પૂજા પ્રથમ શ્રેષ્ઠ છે. મનુષ્ય પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે દાન પુણ્યથી લાભ મેળવી શકે છે. પિતૃઓની આવતી તિથિ દરમિયાન બ્રહ્મ ભોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે દિવસે ગરીબોને વસ્ત્ર દાન પણ પિતૃઓની કૃપા અપાવે છે. પિતૃ શ્રાદ્ધ કે વિધિ હંમેશા મધ્યાહન કાળમાં કરવામાં આવે છે. પિતૃઓને તૃપ્ત કરવાથી લાભ અને શુભ ફળ તે પરિવારને પ્રાપ્ત થાય છે.