ETV Bharat / city

ગ્રામ્યકક્ષાએ જિલ્લા આરોગ્ય વિભાગ ભાવનગર દ્વારા દર્દીઓ માટે બેડ, હોસ્પિટલની વ્યવસ્થાઓ કરાઈ

ભાવનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યામાં વધારો થતા આંક 200ને પાર કરી રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા આરોગ્ય દ્વારા વધતા દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે વ્યસ્થાઓ કરવામાં આવી રહી છે.

author img

By

Published : Apr 22, 2021, 2:55 PM IST

Bhavnagar News
Bhavnagar News
  • ભાવનગર જિલ્લાના ગામડાઓમાં કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા બેડની કરાઈ વ્યવસ્થા
  • 10 તાલુકા મથક પર સરકારી તેમજ 7 ખાનગી હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન તેમજ દવાની ગોઠવણ કરાઈ
  • તાલુકા કક્ષાએ પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરવા તંત્રની કવાયત શરૂ કરાઈ

ભાવનગર : શહેર તેમજ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યામાં વધારો થતા આંક 200ને પાર કરી રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા આરોગ્ય દ્વારા વધતા દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે વ્યસ્થાઓ કરવામાં આવી રહી છે. કોરાનાની બીજી લહેર વધુ ઘાતક બનતા ગામડાઓમાં પણ કેસોની સંખ્યા વધતા દર્દીઓને તાલુકામાં જ સારવાર મળી રહે તે માટે 10 તાલુકામાં સરકારી તેમજ ખાનગી 7 જેટલી હોસ્પિટલોમા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગ્રામ્યકક્ષાએ જિલ્લા આરોગ્ય વિભાગ ભાવનગર દ્વારા દર્દીઓ માટે બેડ, હોસ્પિટલની વ્યવસ્થાઓ કરાઈ

આ પણ વાંચો : ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ 200ને પાર

ગ્રામ્યકક્ષાએ કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ સજ્જ

કોરોનાની બીજી લહેરે દેશભરમાં કહેર મચાવતા પોઝિટીવ દર્દીઓની સંખ્યા સુનામીની જેમ રાજ્યો તેમજ જિલ્લાઓમાં વધી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ દર્દીના કેસોમાં વધારો થતા આંક 200ને પાર કરી રહ્યો છે અને એમાં પણ ગ્રામ્યકક્ષાએ વધુ કેસોની સંખ્યા વધતા જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને તાલુકા કક્ષાએ જ સારવાર મળી રહે તે માટે વ્યવસથાઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : કોરોના સંક્રમણ રોકવા તણસા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

ભાવનગર જિલ્લાના 10 તાલુકા મથકો પર સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા

ભાવનગર જિલ્લામાં વધતા કોરોના દર્દીઓને સારવાર માટે આરોગ્ય વિભાગે 10 તાલુકા મથકો પર સરકારી તેમજ 7 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડ તેમજ ડૉક્ટરો ,ઓક્સિજન અને જરૂરી દવાઓની વ્ય્સ્થાઓ કરવામાં આવી રહી છે. જેમાં મહુવામાં હનુમંત હોસ્પિટલ, સદભાવના ટ્રસ્ટ, ગ્લોબલ હોસ્પિટલ, હાર્ટકેર હોસ્પિટલ, તળાજામાં સદવિચાર ટ્રસ્ટ, નીલકંઠ આરોગ્ય સેવા ટ્રસ્ટ , સિહોર- નાનલાલ મુલાલ મેડીકલ, ભૂતા ફાઉન્ડેશન તેમજ ગારીયાધાર, વલ્લભીપુર, ઉમરાળા પરના CHC સેન્ટરો પર વ્યસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત હજુ પણ તાલુકા મથકો પરની ખાનગી હોસ્પિટલમાં વ્ય્સ્થાઓ ગોઠવવા તંત્રએ કવાયત હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.