ETV Bharat / city

અગમચેતીના ભાગરૂપે કુંડા દરિયાકાંઠે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો - Bhavnagar Kunda Beach

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેસર સીસ્ટમનાં કારણે "તૌકતે' નામનું વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકિનારાના વિસ્તારોને અસર કરવાની સંભાવનાને લઈને ભાવનગર જિલ્લાના કુંડા દરિયા કિનારા વિસ્તારના લોકોને એલર્ટ કરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

દરિયાકિનારાઓ પર કડક સુરક્ષા રાખી નજર રાખવામાં આવી રહી છે

author img

By

Published : May 13, 2021, 9:41 PM IST

  • ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં
  • દરિયો ખેડતાં માછીમારોને દરિયામાં ન જવા સૂચનાઓ અપાઈ
  • કુંડાના દરિયાકાંઠે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
  • તંત્ર દ્વારા તૌકતે' વાવાઝોડાને લઈ દરિયાકાંઠના ગામડાંઓને સચેત કરાયાં

    ભાવનગર :રાજ્યમાં છેલ્લા એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોચી ગયો છે. બે-ત્રણ દિવસથી હવામાનમાં એકએક પલટો આવતા વાતવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓ છે. વાવાઝોડા અગાઉ સાવચેતીના પગલાંરુપે ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ દરિયો ખેડતાં માછીમારોને આ સમયે દરિયો ખેડવા ન જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ઉપરાંત દરિયાકિનારાઓ પર કડક સુરક્ષા રાખી નજર રાખવામાં આવી રહી છે.
    માછીમારોને આ સમયે દરિયો ખેડવા ન જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે

આ પણ વાંચોઃ અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના

ગામના સરપંચે સુરક્ષા અંગે માહિતી આપી

સંભવિત વાવાઝોડાની અસરને લઈને કુંડા ગામના સરપંચ રઘુભાઈ ગોહિલ દ્વારા જણાવાયું હતું કે તંત્ર દ્વારા આગામી 16મેના રોજ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈને ગામલોકો અને માછીમારોને એલર્ટ કરી દેવાયાં છે તેમજ દરિયાઈ પટ્ટી પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાના કુંડા દરિયા કિનારા વિસ્તારના લોકોને એલર્ટ કરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચોઃ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.