ETV Bharat / city

Antiques In bhavnagar: 30 વર્ષથી એન્ટિક ચીજવસ્તુઓનું વેચાણ કરીને રોજીરોટી કમાઈ રહ્યો છે ભાવનગરનો આ મુસ્લિમ પરિવાર - મુસ્લિમ સમાજ ભાવનગર

ભાવનગરના અમીરભાઈ પરમારનો પરિવાર છેલ્લા 30 વર્ષથી પિત્તળની એન્ટિક ચીજવસ્તુઓનું વેચાણ (Antiques In bhavnagar) કરે છે. તેમની પાસે એન્ટિક મૂર્તિઓથી લઇને એન્ટિક ફાનસ સુધીની વસ્તુઓ છે. નવી વસ્તુની કિંમત કરતા આ એન્ટિક વસ્તુઓ 30 ટકા ઓછા ભાવે તેમની પાસેથી મળી રહે છે.

Antiques In bhavnagar: 30 વર્ષથી એન્ટિક ચીજવસ્તુઓનું વેચાણ કરીને રોજીરોટી કમાઈ રહ્યો છે ભાવનગરનો આ મુસ્લિમ પરિવાર

author img

By

Published : Mar 12, 2022, 6:47 PM IST

ભાવનગર: ભાવનગરના જાહેર રસ્તા પર વેચાતી પિત્તળની એન્ટિક મૂર્તિઓ (Antique idols in Bhavnagar) સહિતની ચીજો લોકોનું ધ્યાન ખેંચવાનું કામ કરી રહી છે. કોઈપણ રસ્તા પર નીકળતી વ્યક્તિની નજર એક વખત આ એન્ટિક ચીજો (Antiques In bhavnagar) પર પડે છે અને તેની ખરીદી કરવા મન લલચાય છે. ઘરમાં સુશોભન માટે રાખવામાં આવતી એન્ટિક ચીજો લેવી આજના સમયમાં દરેકના ગજવાનું કામ નથી. પિત્તળ ધાતુ મોંઘું બનતાની સાથે તેમાંથી બનતી ચીજો પણ મોંઘી (price of brass bhavnagar) થઈ છે.

છેલ્લા 30 વર્ષથી એન્ટિક ચીજોનું વેચાણ કરવામાં આવે છે.

30 વર્ષથી એન્ટિક જૂની ચીજોનું વેચાણ કરે છે

ભાવનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સેકન્ડ એન્ટિક ચીજો વેચાઇ રહી છે. નવી ચીજોની કિંમત કરતા આ એન્ટિક ચીજો 30 ટકા ઓછા ભાવે (Indian antiques prices) મળી રહે છે. ભાવનગર શહેરના પંચાયતની દીવાલ પાસે છેલ્લા 30 વર્ષથી એન્ટિક ચીજોનું વેચાણ કરવામાં આવે છે. આ એન્ટિક ચીજો રસ્તા પર ચાલ્યા જતા કોઈપણ વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચો: Collection of Antique Watches: એક વ્યક્તિએ ઘડિયાળ રિપેરિંગને જ શોખ બનાવી કઈ રીતે 150 વર્ષ જૂની ઘડિયાળોનો કર્યો સંગ્રહ, જુઓ

એન્ટિક મૂર્તિઓથી લઇને એન્ટિક ફાનસ વેચે છે

ગ્રામોફોન, દિશા યંત્ર, દૂરબીન, જુના જમાનાના ફાનસ સહિત અનેક ચીજો રાખે છે.

મોટા મોંઘાદાટ શો રૂમ (Showrooms In Bhavnagar)માં કે દુકાનોમાં પિત્તળની ચીજ ખરીદતા સમયે દરેક વ્યક્તિએ પહેલા પોતાના ખિસ્સા ચેક કરવા પડે છે. પરંતુ રસ્તા પર આ જ ચીજો સેકન્ડ હાલતમાં મળી રહે છે. લારીમાં પડેલી આ એન્ટિક ચીજો વિશે તેના માલિક અમીરભાઈ પરમાર કહે છે કે, તેઓ પિત્તળની જૂની મૂર્તિઓ, કુંજાઓ, ગ્રામોફોન, દિશા યંત્ર, દૂરબીન, જુના જમાનાના ફાનસ સહિત અનેક ચીજો રાખે છે.

આ પણ વાંચો: ધાનેરામાં એન્ટિક ચેરમાં પૈસાનું રોકાણ કરવાના બહાને દોઢ કરોડની છેતરપિંડી કરાઈ

કોરોનાકાળ બાદ ગ્રાહકોની કમી

આશરે એક લાખથી દોઢ લાખની એન્ટિક ચીજો લાવે છે.

રસ્તા પર વસ્તુઓ વેચતા અમીરભાઈ પરમાર મુસ્લિમ સમાજ (Muslim Community Bhavnagar)માંથી આવે છે. તેઓ આશરે એક લાખથી દોઢ લાખની એન્ટિક ચીજો લાવે છે. વેચાણ થતાં તેની ભરપાઈ કરે છે. તેમના કહેવા પ્રમાણે ઘર ચાલી જાય તેટલું મળી રહે છે. કોરોનાકાળ (Corona In Bhavnagar) બાદ ગ્રાહકોની કમી વર્તાઈ રહી છે. જૂની ચીજોના શોખીન લોકો ખાસ કરીને ખરીદી કરતા હોય છે. દરેક પ્રકારની એન્ટિક ચીજોથી અમીરભાઈનું ઘર ચાલે છે જેમાં એન્ટિકમાં સૌથી વધુ હિંદુ ધર્મના દેવી દેવતાની મૂર્તિઓની માંગ રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.