ETV Bharat / city

Corona ની બીજી લહેરના Unlock બાદ પણ Alang industry મુશ્કેલીમાં - અલંગ શિપ રીસાયકલિંગ એસોસિએશન

કોરોના મહામારીની બીજી લહેરમાં બાંગ્લાદેશમાં લોકડાઉન હોવા છતાં પણ અલંગ ખાતે જહાજો આવવાની આશા અલંગ ઉદ્યોગકારો ( Alang industry ) માટે ઠગારી સાબિત થઇ રહી છે. હાલ ભારતમાં મેટલના ભાવો ઓછા તેમજ હોન્ગ કોન્ગ કન્વેન્શન રજિસ્ટર જહાજો જ ભંગાણ માટે આવતા અલંગ ઉદ્યોગ કોરોના મહામારીની બીજી લહેરના અનલોક બાદ પણ મુશ્કેલીમાંથી ઉગરી શક્યું નથી.

Corona ની બીજી લહેરના Unlock બાદ પણ Alang industry મુશ્કેલીમાં

author img

By

Published : Jul 9, 2021, 7:23 PM IST

Updated : Jul 10, 2021, 1:12 PM IST

  • Alang industry કોરોના મહામારીની બીજી લહેરના અનલોક બાદ પણ મુશ્કેલીમાંથી ઉગરી નથી
  • ભારતમાં મેટલના ભાવો ઓછા તેમજ હોન્ગ કોન્ગ કન્વેન્શન રજિસ્ટર જહાજો જ ભંગાણ માટે આવતા મુશ્કેલી
  • બાંગ્લાદેશમાં લોકડાઉન હોવા છતાં પણ અલંગ ખાતે જહાજો આવવાની આશા ઠગારી સાબિત થઇ
  • કોરોના મહામારીના ભરડામાં સપડાયું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ

    ભાવનગરઃ વિશ્વમાં બીજા નંબરનું અલંગ શિપ યાર્ડ ( Alang industry ) છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીના ભરડામાં સપડાઈ જતા મહામુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. ભારતમાં કોરોના સંક્રમણ ફેલાતા પહેલી વેવના સમયે સંપૂર્ણ લોકડાઉન થતા અલંગ ખાતે ચાલતી જહાજ ભાંગવાની કામગીરી પણ બંધ કરવાની ફરજ પડી હતી.લોકડાઉન હોવાના કારણે અલંગ ખાતે કામ કરતા મજૂરો પણ રોજગાર નહી મળતા વતન તરફ પાછા ફર્યા હતાં.

ઓક્સીજન ક્રાઈસીસમાં વળી બંધ કરાયું

ત્યારબાદ કોરોના સંક્રમણ ઘટતા ધીમે ધીમે સરકાર દ્વારા રોજગાર પાછા ચાલુ કરવામાં આવ્યાં. થોડો સમય માટે અલંગ ખાતે જહાજ ભાંગવાની કામગીરી ચાલુ થઇ પરંતુ ફરી એકવાર કોરોનાની બીજી લહેર ઘાતક બનતા ઓક્સિજનની અછત ઉભી થતા માનવ જિંદગી બચાવવા Alang Ship Association દ્વારા જહાજ કટિંગ ઉપયોગમાં લેવામાં આવતા ઓક્સીજન સીલીન્ડર મોકલાતા કામગીરી બંધ કરવામાં આવી. મજૂરોને પણ રોજગાર નહીં મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતા મોટાભાગના મજૂરો વતન પાછા ફરવા મજબૂર બન્યાં હતાં.

અલંગ બીજી લહેરના અનલોક બાદ પણ મુશ્કેલીમાંથી ઉગરી શક્યું નથી

શું કહી રહ્યાં છે અલંગ એસોસિએશન સેકેટરી

કોરોનાની બીજી લહેરમાં કેસોમાં ઘટાડો થતા ફરી અલંગ ખાતે મજૂરો ફરી રહ્યા છે. તેવા સમયે અલંગ ( Alang industry ) બીજી લહેરમાંથી પણ ઉગરી શક્યું ન હોઇ જે બાબતે અલંગ શિપ રીસાયકલિંગ એસોસિએશનના ( Alang Ship Recycling Association ) જોઈન્ટ સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું કે ભારતમાં મેટલના ભાવોમાં ઘટાડો થવા ઉપરાંત હોન્ગ કોન્ગ કન્વેન્શન પદ્ધતિથી કટિંગ રજિસ્ટ્રેશન જહાજો જ અલંગ ખાતે ભંગાણ અર્થે આવી રહ્યાં છે.

મોટા ભાગના જહાજોની સારી એવી કીમત મળતા બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફ જઈ રહ્યાં છે. ઉપરાંત બાંગ્લાદેશમાં પણ કોરોનાને કારણે લોકડાઉન હોઇ તે પણ ભારતદેશની જેમ ઇન્ડસ્ટ્રીઝ બંધ નહીં પરંતુ ચાલુ જ હોય જેથી એવી પણ આશા નથી કે શિપ કટિંગ માટે ભારત તરફ આવે. આ ઉપરાંત જીએમબી દ્વારા હાલમાં જ ભાડા અને લીઝમાં પણ વધારો કરતા હાલ અલંગમાં કામગીરી કરવી પણ ખૂબ મુશ્કેલ દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Corona Effect: અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિપ ઉદ્યોગ ધીમી ગતિએ

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો

Last Updated : Jul 10, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.