ભાવનગર: મહુવા પંથકની સગીરાને (A Minor Girl was repeatedly raped by youth) એક વિધર્મી યુવાન લલચાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ તેની પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં શુક્રવારે નોંધાતા આ વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. મહુવા પોલીસે આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: દ્વારકામાં 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કરાયો જેલ હલાવે
પોલીસે આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી
પાલિતાણા લવજેહાદનો કિસ્સો હજુ ભુલાયો નથી, ત્યાં મહુવામાં વિધર્મી યુવક સગીરાને ભગાડી ગયાની ઘટના (Rape Case in Bhavnagar) સામે આવી છે. મહુવામાં રહેતા નવાબ હુસેનભાઇ પઠાણ નામનો યુવાન સગીર વયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેણીને જુદી-જુદી જગ્યાએ ફેરવી તેની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ સગીરાએ મહુવા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: Rape Case in Vadodara: ડભોઈમાં 2 બાળકની માતા સાથે દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો
આરોપીએ સગીરા સામે તેનું નામ છુપાવ્યું ન હોવાથી લવજેહાદનો કિસ્સો નહીં
અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી અને સગીરા બન્ને મહુવામાં સાથે કામ કરતા હોય અને બન્નેની આંખ મળી જતા તેને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. હાલ પોલીસે આરોપી અને તેના પિતાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા મુજબ આરોપીએ સગીરા સામે તેનું નામ છુપાવ્યું ન હતું. જેને લઈને લવજેહાદનો કિસ્સો બનતો નથી. પાલીતાણાના લવજેહાદના કિસ્સા બન્યા બાદ ભાવનગર શહેરમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા અને ત્યારબાદ વિધર્મી યુવક દ્વારા મહુવામાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી છે.