- મહાનગરપાલિકાનું કોરોના રસી ફરજીયાતનું ફરમાન જાહેર કરવામાં આવ્યું
- મહાનગરપાલિકાએ પોતાના વિભાગની કચેરી અને જાહેર સ્થળોમાં ફરમાન જાહેર કર્યું
- મહનગરપાલિકાની હસ્તકની 18 જગ્યાઓ પર રસી લેનારને જ પ્રવેશ
ભાવનગર: મહાનગરપાલિકાએ રસી ડોઝ દરેક લોકોમાં લાગે માટે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. મહાનગરપાલિકાના 18 ઇમારતોમાં પ્રવેશ હવેથી તેમને જ મળશે જે વ્યક્તિએ રસી લિધી હશે.
મહાનગરપાલિકાનો કડક નિર્ણય રસીકરણ માટે કરાયો
ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા રસી માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 84 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે ત્યારે બાકી રહેતા લોકો પણ રસી લગાવે માટે કડક નિર્ણય અમલમાં મુક્યો છે. મહાનગરપાલિકાએ પોતાની 18 ઇમારતોમ પ્રવેશને માટે વેકસીન ફરજિયાત કરી છે આ ઇમારતો નીચે મુજબ છે જેમાં રસી લેનારને જ પ્રવેશ મળશે.
18 કચેરીઓ
1) મહાનગરપાલિકા મુખ્ય કચેરી
2) ઝોનલ કચેરી ,તરસમિયા
3) ઝોનલ કચેરી, આખલોલ જકાતનાકા
4) તમામ વોર્ડની કચેરીઓ
5) અકવાડા લેઈક ફ્રન્ટ
6) બાલવાટીકા, બોરતળાવ
7) સરદાર બાગ ( પિલ ગાર્ડન)
8) કૈલાશ વાટીકા, બોરતળાવ
9) બંને સ્વિમિંગ પુલ
10) ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ
11) અલત બિહારી વાજપેયી ઓડિટોરિયમ
12) તખ્તસિંહજી હોલ, બોરતળાવ
13) કોમ્યુનિટી હોલ, અલિલેશ સર્કલ
14) મલ્ટી લેવલ પાર્કિંગ ,ગંગાજળિયા તળાવ
15) ગંગાજળિયા તળાવ અને નારી તળાવ
16) પરશુરામ પાર્ક ગાર્ડન, સુભાષનગર
17) કોમ્યુનિટી હોલ, વાલકેટ ગેટ
18) UCD વિભાગના નાઈટ સેલ્ટર અને CLC સેન્ટર