ETV Bharat / city

Bhavnagar Murder Case : કન્ટ્રકશનનું કામ બાધારૂપ બનતા ફાયરિંગ, બે મહિલાઓની હત્યા

ભાવનગર સવાઇનગરની શેરીમાં બે પાડોશી વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થતા ફાયરિંગ કરી બે મહિલાઓની (Bhavnagar Murder Case) હત્યા કરી નાખી છે. ફાયરિંગ કરી (Bhavnagar in Firing) નાસી છુટેલા આરોપીને પકડવા પોલીસ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યો છે.

Bhavnagar Murder Case : કન્ટ્રકશનનું કામ બાધારૂપ બનતા ફાયરિંગ, બે મહિલાઓની હત્યા
Bhavnagar Murder Case : કન્ટ્રકશનનું કામ બાધારૂપ બનતા ફાયરિંગ, બે મહિલાઓની હત્યા
author img

By

Published : Apr 4, 2022, 1:42 PM IST

ભાવનગર : ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઇનગરની શેરીમાં બે દિવસ પૂર્વે બપોરના સમયે એક ફાયરીંગની (Bhavnagar in Firing) ઘટના બનવા પામી હતી. જેમાં સવાઇનગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર પાડોશીએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. માતા-પુત્રી પર ફાયરિંગ થતાં તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં અગાઉ પુત્રીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગત રાત્રીના સારવારમાં રહેલી માતાનું પણ અવસાન થતા આ બનાવ હવે હત્યામાં (Bhavnagar Murder Case) ફેરવાયો છે. જ્યારે પોલીસે આ બનાવમાં IPC કલમ 302 નો ઉમેરો કરી ફાયરિંગ કરી નાસી છુટેલા કરીમની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Odhav Viratnagar murder case: ઓઢવ વિરાટનગર સામુહિક હત્યા કેસમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

શું હતો મામલો - આ ઘટનાને અંજામ આપવામાં વપરાયેલું હથીયાર કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે હજુ કોઈ સાચી માહિતી સામે આવી નથી. પરંતુ ભાવનગર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં સવાઇનગરની શેરીમાં રહેતા પડોશીઓ કરીમ રાશાયાણ અને અનવર વાઢવાણીયાના પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના મટીરીયલ જે શેરીમાં પડ્યું હોય જે માર્ગમાં બાધારૂપ બનતું ને લઇ થયેલી બોલાચાલીમાં કરીમ નામના શખ્સે ચાર રાઉન્ડ (Bhavnagar Firing on Women) ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: જમીન દલાલના ઘર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

નાસી છુટેલો આરોપી કેદ થયો - પરંતુ ફાયરીંગ કરીને નાસી છૂટેલો કરીમ CCTVમાં કેદ થયો હતો. અને તેની પાસે રહેલું પિસ્તોલ પણ નજરે પડી હતી. આ ફાયરિંગમાં માતા-પુત્રીને ઈજાઓ થતા ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અગાઉ પુત્રી ફરીયાલનું સારવાર દરમિયાન મૃત્યું (Mother and Daughter Killed in Bhavnagar) નિપજ્યું હતું. જ્યારે ગત રાત્રીના સમયે સારવારમાં રહેલી માતા ફરીદા બેનનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોલીસે આ બનાવમાં IPS કલમ 302 નો ઉમેરો કરી છે. અને નાસતા ફરતા કરીમને ઝડપી લેવા ચાર ટીમોની રચના કરી ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.