ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક હિરાના કારખાનામાં (Diamond Factory in Palitana) રત્નકલાકાર યુવાન ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા સનસનાટી ફેલાઈ ગઈ છે. ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા (Palitana Man Fell Third Floor) પહોંચવાથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આ પણ વાંચો : કોરોના ફેઝ 2: હીરા ઉદ્યોગ પર માઠી અસર, રત્નકલાકાર યુનિયન પાસે રોજની 10 થી 12 ફરિયાદ નોંધાઈ
મજૂરી કામ કરતો યુવાન - ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં "પોપડા" તરીકે (Palitana Popda Area) ઓળખાતા વિસ્તારમાં અનેક હિરાના કારખાના આવેલા છે. જેમાં પાલીતાણા તાલુકાના ગામડાઓમાંથી સેંકડો રત્નકલાકારો હીરા ઘસવાની મજૂરી કામ માટે દરરોજ અપડાઉન કરે છે. આ વિસ્તારમાં પાલીતાણા તાલુકાના સેંજળીયા ગામનો 28 વર્ષિય યુવાન પ્રદીપ ભાવેશભાઈ ગુજરાતી નામનો રત્નકલાકાર પણ પોતાના ગામેથી દરરોજ હીરા ઘસવા માટે પાલીતાણા પોપડા વિસ્તારમાં આવતો હતો.
આ પણ વાંચો : જનધન યોજનામાં ખાતા ખોલી લૂંગીવાળા બંધુઓએ GST ચોરી કૌભાંડ
કેવી રીતે નીચે પટકાયો - મળતી માહિતી મુજબ દરરોજ સવારે નિત્યક્રમ મુજબ આ યુવાન કારખાને (Palitana Diamond Factory Accident) આવ્યો હતો. તે દરમિયાન ઈમારતના ત્રીજા માળે પાણી પીવા ઉભો રહ્યો હોય હતો. આ દરમિયાન ચક્કર આવતા યુવાન ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. જોકે, લોકો તત્કાળ સારવાર અર્થે પાલીતાણાના સદ્દવિચાર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ઈમારત પર લાગેલા સીસીટીવી (Palitana Accident) કેમેરામાં કેદ થવા પામી છે. સમગ્ર બનાવની જાણ પાલીતાણા ટાઉન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.