- બગદાણા નજીક થયેલી હત્યાનાં આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
- બગદાણાથી મહુવા આવતા રસ્તામાં થઈ હતી હત્યા
- ફરિયાદનાં આધારે મેવાંસા ગામના 5 લોકોની ધરપકડ કરાઈ
આ પણ વાંચો : કોર્ટે આઝાદ ચોક મહિલા મર્ડર કેસના આરોપીને જન્મટીપની સજા ફટકારી
ભાવનગર: મહુવા નજીક બગદાણા પોલિસ મથક હેઠળનાં દેગવડા ગામ નજીક સુરત અને મુંબઈનાં બિલ્ડર બટુકભાઈ અને તેમના પત્ની વિલાસબેન બગદાણાથી મહુવા તરફ આવી રહ્યાં હતા, ત્યારે તેમને રસ્તા વચ્ચે ફોર્ચુનર ગાડી ઉભી રાખીને છરી અને તલવારનાં ઘા મારીને બટુકભાઈની હત્યા કરી અને તેમના પત્નીને ઇજા પહોંચાડી ચારથી પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ બટુકભાઈનાં પત્ની વિલાસબેને બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે મેવાંસા ગામના 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ચેક રિટર્ન કેસમાં મહિલાને વિજાપુર કોર્ટે 2 વર્ષ સજા ફટકારી
પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
પોલીસ તપાસમાં જણાવ્યાં અનુસાર જમીનના વિવાદ મામલે બટુકભાઈની હત્યા કરવામાં આવી હતી. જે કેસ આજે ગુરુવારે એડિશનલ સેશન્સ જજ ફાલ્ગુનીબેનની કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન્સ જજ ફાલ્ગુનીબેનની બેચે અલકું ચાંપભાઈ ખુમાણ, રવિરાજ શાંતિભાઈ ખુમાણ, હસવિરાજ શાંતિભાઈ ખુમાણ દીપિન ઉર્ફે દિપક ગણેશભાઈ બારીયા અને શાંતિભાઈ ચાપભાઈ ખુમાણને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં કલમ 034, 120B, 201, 302, 307, 394, 427 અને BP એક્ટ 135 મુજબ પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.