- ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત 6 સામે ગંભીર આક્ષેપો
- ભાવનગરના વેપારીએ જીતુ વાઘાણી સામે ગંભીર આક્ષેપો કર્યા
- વેપારીએ પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી
ભાવનગરઃ શહેરના ઉદ્યોગકાર અને વેપારી એવા દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આશરે કુલ 6 લોકો સામે આક્ષેપ સાથે આર્થિક નુકશાન પહોચાડ્યાનું હોવાનું જણાવીને પોલીસ ફરિયાદ કરવા સુધીની ચીમકી વેપારીએ ઉચ્ચારી છે.
વેપારીના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત અન્ય વ્યક્તિ પર આક્ષેપો
ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી અને ઉદ્યોગકાર દિગ્વિજયસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ બોલાવીને તેમની મિલકતમાં નુકશાની પહોચાડી હોવાનો ગંભીર આક્ષેપ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને મહાનગરપાલિકાના કમિશ્નર અને અધિકારી સામે આક્ષેપ કર્યા છે. તેમની મિલકત પગલે કરાયેલી કાર્યવાહીને લઈને તેમને હાઇકોર્ટમાં પણ પડકારી હોવાનું જણાવ્યું છે. એટલું જ નહિ તેમને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને મુખ્ય ગણાવી આક્ષેપો કર્યા છે.