- છેલ્લા 24 કલાકમાં 2,869 પોઝિટિવ કેસ નોંધાયા
- 9,302 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 33 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ (corona positive) કેસ નોંધાયા હતા જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 338 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3,807 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે બરોડા 375, સુરત 208 અને રાજકોટમાં 115 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ Gujrat Corona Update : છેલ્લા 24 કલાકમાં 3,085 પોઝિટિવ કેસ નોંધાયા, 10,007 ડિસ્ચાર્જ અને 36ના મોત
આજે ગુરૂવારે 2,26,603 વ્યક્તિનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે, જેમાં આજે ગુરૂવારે 2,26,603 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,62,76,699 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે ગુરૂવારે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓનું 10 જિલ્લામાં 1,13,346 વ્યક્તિને રસીકરણ (vaccination) કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આનંદો... ગુજરાતમાં કોરોના પોઝિટિવ રેટ ઘટતો જઈ રહ્યો છે, બીજા રાજ્યો કરતાં રીકવરી રેટમાં પાછળ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 59,082 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 583 વેન્ટિલેટર પર અને 48,499 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9,734 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,42,050 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 92.66 ટકા સુધી પહોંચ્યો છે.