ETV Bharat / city

ભાવનગર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદમાં 3 ચેક ડેમ સંપૂર્ણ ભરાયા, 20 જેટલા ચેકડેમો છલક સપાટીએ

ચોમાસાની સીઝનની શરૂઆતનાં પહેલા વરસાદમાં જ સમગ્ર જીલ્લામાં સારો એવો વરસાદ વરસી જતા જીલ્લા પંચાયત હસ્તકના 355 ડેમો તેમજ 38 જેટલા મીડીયમ ઇરીગેશન ચેકડેમો પૈકી 3 ચેકડેમો સંપૂર્ણ ભરાઈ જતા જો આગામી દિવસોમાં વરસાદ પાછો ખેચાય એવા સંજોગોમાં ખેડૂતોને ચેકડેમો મારફત સીચાઈનું પાણી આપી મુરજાતા પાકને જીવતદાન આપી શકાય.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Jul 5, 2021, 11:04 PM IST

  • જીલ્લા પંચાયત હસ્તકના 355 ડેમો 38 જેટલા મીડીયમ ઇરીગેશન ચેકડેમો પૈકી 3 ચેકડેમો સંપૂર્ણ ભરાયા
  • આગામી દિવસોમાં વરસાદ પાછો ખેચાય એવા સંજોગોમાં ખેડૂતોને ચેકડેમો મારફત સીચાઈનું પાણી આપી મુરજાતા પાકને જીવતદાન આપી શકાય
  • મીડીયમ ઇરીગેશન ના 38 પૈકી 20 જેટલા ચેકડેમો છલક સપાટીએ

ભાવનગર: જીલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝનની શરૂઆતનાં પહેલો વરસાદ સારો એવો વરસાદ વરસી જતા નાના મોટા ચેકડેમોમાં સારી એવી પાણીની આવક જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસાની સીઝન પહેલા સરકાર દ્વારા જીલ્લામાં આવેલા ચેકડેમો, તળાવો નદી નાળાની સાફસફાઈ તેમજ પાણીના અવરોધોને દુર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. જેનાં કારણે વરસાદી સીઝન દરમિયાન પડતા વરસાદનું પાણી નાના-મોટા ચેકડેમો તેમજ ડેમોમાં પાણીની આવક થતી હોય છે.

આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે

મીડીયમ ઇરીગેશન 38 પૈકી 20 જેટલા ચેકડેમો છલક સપાટીએ પહોચ્યા

ગત બે માસ અગાઉ તાઉતે વાવાઝોડા દરમિયાન પડેલા ભારે વરસાદ અને ત્યાબાદ ચાલુ થયેલા ચોમાસાની સીઝનનો પહેલો વરસાદ સારો એવો વરસી જતા નદી-નાળામાં નવા નીર વહેતા થતા જીલ્લાના જળાશયોમાં સારી એવી પાણીની આવક જોવા મળી રહી છે. જીલ્લા પંચાયત હસ્તકના કુલ 355 જેટલા ડેમો આવેલા છે, જેમાંથી મોટા ભાગના ડેમોમાં સારીએવી પાણીની આવક થતા જળાશયોમાં નવા નીર જોવા મળી રહ્યા છે, બીજીતરફ 38 જેટલા મીડીયમ ઇરીગેશન એટલે કે, સિંચાઈ માટેના ચેકડેમો આવેલા છે, જેમાના 38 પૈકી 20 જેટલા ચેકડેમો છલક સપાટીએ પહોચ્યા છે. જયારે 3 ચેકડેમો સંપૂર્ણ ભરાઈ જતા આગામી ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદ વધુ પાછળ ખેંચાય તેવા સમયે આ ચેકડેમો મારફત ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહેતા મુરજાતા પાકોને જીવતદાન મળી શકે.

20 જેટલા ચેકડેમો છલક સપાટીએ

શું કહી રહ્યા છે સિંચાઇ અધિકારી?

જીલ્લામાં પડેલા સારા વરસાદના પગલે નાનામોટા ચેકડેમો તેમજ જળાશયોમાં થયેલ પાણીની આવક બાબતે જીલ્લા સિચાઈ અધિકારી ડી.આર.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસાની સીઝન પહેલા પ્રિ-મોન્સુનની કામગીરી દરમિયાન કુલ 928 જેટલા ડેમ, ચેક-ડેમ, નદી, નાળાની સાફ સફાઈ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંના 343 જેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ઉપરાંત 355 જીલ્લા પંચાયત હસ્તકના ડેમો આવેલા છે.

આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો

3 ચેકડેમો સંપૂર્ણ ભરાઈ ભરાયા

ચોમાસાની સીઝનના પહેલા સારો વરસાદ પડતા સારી પાણીની આવક ડેમમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત 38 જેટલા ઇરીગેશન હસ્તકના ચેકડેમોમાં પણ સારી પાણીની આવક થતા 20 જેટલા ચેકડેમો છલક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે અને 3 ચેકડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. જો આગામી દિવસોમાં વરસાદ પાછો ખેંચાઈ તેવા સંજોગોમાં ખેડૂતોને સિચાઈ માટે પાણી પૂરું પાડી પાકને મુર્જાતો અટકાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.