- ભાવનગરમાં મુખ્યપ્રધાનના આગમન પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટને લઈને કોંગ્રેસમાં રોષ
- યાર્ડના 200 લોકો ભાજપમાં જોડાયા
ભાવનગરઃ તળાજા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસ આગેવાને 200 કાર્યકરો સાથે શુક્રવારે કેસરીયો ધારણ કર્યો છે. શુક્રવારે જિલ્લા ઉપાધ્યક્ષ અર્જુનસિંહ યાદવે હનુભાઈની ટીમ સાથે 200 લોકોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

કોંગ્રેસ વંશવાદથી ચાલે છે
ભાજપમાં જોડાયા બાદ હનુ પરમારે જણાવ્યું કે, કોંગ્રેસ વંશવાદથી ચાલે છે અને પેઢીઓની જેમ વહીવટ થાય છે. કોઈ નાના માણસનું સાંભળતું નથી અને પાયાના કાર્યકરોની અવગણના થાય છે. જો આમ જ ચાલશે તો જે કોંગ્રેસની પરિસ્થિતિ થઈ છે તેના કરતાં વિશેષ ખરાબ થશે.