ETV Bharat / city

ભાવનગરમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી 20 દુકાન સીલ

સરકાર વારંવાર કહી રહી છે કે દરેક દુકાન અને એકમે ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફરજિયાત છે. તેમ છતા અનેક વેપારીઓ સરકારના આ આદેશને ઘોળીને પી જાય છે. ભાવનગરમાં પણ આવું જ બન્યું. આખરે ફાયર વિભાગે આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી તેમની દુકાનો સીલ કરી દીધી છે. ભાવનગરમાં કાળિયાબીડના રામમંત્ર મંદિર પાસે આવેલા સુમંત્ર કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો સહિત કુલ 20 દુકાનો સામે ફાયર વિભાગનું હન્ટર ચાલ્યું છે. આ દરેક દુકાનોમાં ફાયરના સાધનો ન હોવાથી સીલની કાર્યવાહી કરવામાં આવી છે.

ભાવનગરમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી 20 દુકાન સીલ
ભાવનગરમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી 20 દુકાન સીલ
author img

By

Published : Dec 16, 2020, 12:06 PM IST

  • સરકારે દરેક એકમોને ફાયર સેફ્ટીના સાધનો મૂકવા આપી છે સૂચના
  • સરકારની સૂચનાને ઘોળીને પી જનારા વેપારીઓ પર કાર્યવાહી કરાઈ
  • ભાવનગરના સૂમંત્ર કોમ્પ્લેકેસ સહિત 20 દુકાન સીલ: ફાયર એક્શન

ભાવનગરઃ ફાયર વિભાગની કામગીરી યથાવત રહી છે. શહેરની પ્રસિદ્ધ મીઠાઈની દુકાન સહિત અનેક સ્થળો પર સીલની કાર્યવાહી કરી દેવામાં આવી છે. ફાયર વિભાગ હાલ કમિશનરની સૂચના મુજબ કડક કાર્યવાહી હાથ ધરી છે. અને લોકોને જાગૃત બની સાધનો વસાવવા માટે પણ અપીલો કરાયેલી છે.

ભાવનગરમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી 20 દુકાન સીલ
ભાવનગરમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી 20 દુકાન સીલ
ફાયર વિભાગે કેટલા સ્થળ પર કરી કાર્યવાહી?ભાવનગર ફાયર વિભાગે આશરે શહેરમાં 200 જેટલી ઈમારતોના માલિકોને નોટિસ ઝીંકવામાં આવી છે. અને સાધનો વસાવવા માટે નોટિસથી જાણ કરવા છતાં સાધાનો વસાવ્યા નથી તેવા ઈમારતોના માલિકોને સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે પૈકી 15 ડિસેમ્બરે 20 જેટલા વેપારીઓની દુકાનો સામે કાયદેસર કાર્વાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની કડક કાર્યવાહીથી વેપારીમાં ફફડાટ વ્યાપી ગયો છે.ફાયર વિભાગે આ દુકાનોને કરી સીલ

  • દવે મીઠાઈવાળાની દુકાન
  • ગોપાલ કેક શોપ
  • ગોપાલ ફરસાણ
  • સોલંકી ડેન્ટલ લેબ
  • સિદ્ધિવિનાયક લેબ
  • લેબ્ઝ-1 સહિત કુલ 20 સ્થળો પર સીલ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.