અમદાવાદઃ ગુજરાત, ભારત અન વિશ્વ માટે આનંદના સમાચાર છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થકેરે કોવિડ-19 વાયરસની વેક્સિન ZYCOV-Dનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(ડીજીસીઆઈ)એ તાજેતરમાં જ ભારતમાં બે વેક્સિનને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી હતી. એકતરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેકને વેક્સિનનું ટ્રાયલ આ સપ્તાહે શરૂ કરી દીધું છે. અને બીજુ ઝાયડસ કેડિલાએ આજે માનવ પરીક્ષણ શરૂ કર્યાના સમાચાર મળી રહ્યાં છે.
ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કર્યું ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલ વેક્સિન ડીએનએ આધારિત વેક્સિન છે. અને તે અમદાવાદની વેક્સિન ટેકનોલોજી સેન્ટરમાં ડેવલપ કરાઈ છે. કંપનીને પ્રિ-ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા મળી છે, અને હવે તે માનવ પર ટ્રાયલ કરવા માટેની વેક્સિનની બેચ તૈયાર કરી છે. ઝાયડસ કેડિલાએ કહ્યું છે કે પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન સૌથી સુરક્ષિત મનાય છે. કંપનીનો દાવો છે કે તેમને ક્લિનિકિલ ટ્રાસ્ટમાં ઈમ્યૂનિટી ટેસ્ટમાં સારા પરિણામો હાંસલ કર્યા છે. હવે માનવ પરીક્ષણમાં કેવું પરિણામ મળે છે તેના પર સમગ્ર દેશની નજર છે.