ETV Bharat / city

રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનું સરકાર દ્વારા અપમાન કરવામાં આવ્યું : મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર

author img

By

Published : Aug 28, 2021, 6:16 PM IST

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે કસૂંબીનો રંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા હતી તેમાં ઝવેરચંદ મેઘાણીનો ફોટો જ સમાવવામાં આવ્યો નથી. એટલે કહી શકાય કે સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીનું અપમાન કરવામાં આવ્યું છે

રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનું સરકાર દ્વારા અપમાન કરવામાં આવ્યું : મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર
રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનું સરકાર દ્વારા અપમાન કરવામાં આવ્યું : મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર
  • ઝવેરચંદ મેઘાણી મામલે કોંગ્રેસના ભાજપ ઉપર પ્રહાર
  • ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સરકારે ખોટી જન્મતારીખ લખી છે
  • રાજ્ય સરકાર ઉજવણીના નામે ફોટો ફંકશન કરવાના બદલે પોતાની ભૂલ સુધારે : દોશી

    અમદાવાદઃ આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નથી. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સરકારે ખોટી જન્મતારીખ લખી છે. 28 ઓગસ્ટના બદલે પાઠ્યપુસ્તકમાં 17 ઓગસ્ટ જન્મતારીખ છપાઈ છે. આ ઉપરાંત વર્ષમાં પણ ખોટું વર્ષ દર્શાવ્યું છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર ઉજવણીના નામે ફોટો ફંકશન કરવાના બદલે પોતાની ભૂલો સુધારે. આ બેદરકારી નથી પરંતુ ગુનાહિત બેદરકારી ભાજપ સરકારે કરી છે. સરકાર તાત્કાલિક ધોરણ નવના ગુજરાતી પાઠ્યપુસ્તકની આ ભૂલ સુધારે અને જાહેરમાં માફી માગે.
    ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નથી

    એ કેવું અભિમાન કે રાષ્ટ્રીય શાયરના કાર્યક્રમમાં તેમનો જ ફોટો નથી

    ભાજપ સરકાર ઉજવણીના રંગમાં અથવા તો પોતાના અભિમાનમાં આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રીય શાયરનો ફોટો પણ છપાવવાનો રહી ગયો હતો. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીનું મ્યુઝિયમ બનાવવાનું છે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ હકીકત તો એ છે કે જે પાઠ્યપુસ્તકોમાં ભૂલ કરી છે સરકાર પહેલાં તે સુધારે, જેનાથી વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળી રહે અને તેમને પણ ઝવેરચંદ મેઘાણીની સાચી જન્મતારીખ ખબર પડે.

આ પણ વાંચોઃ સત્તાનો આ તો કેવો નશો, ભાજપ મેઘાણી પરિવારના સભ્યોનું પણ નામ લખવાનું ભૂલ્યા, કોંગ્રેસ અને AAPએ કર્યા પ્રહાર

આ પણ વાંચોઃ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે જન્મસ્થળ ચોટીલામાં 5 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.