ETV Bharat / city

Anti Drug Movement: અમદાવાદમાં યુવાનોના ગ્રુપની 'નશે કા નાશ' એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ

અમદાવાદના યુવાનોએ તેની સામે અવાજ ઉઠાવી 'નશે કા નાશ, એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ' (Anti Drug Movement)ની શરૂઆત કરી છે. જેને લઈને આવતા મહિને મોટા આંદોલનની જાહેરાત કરી છે.

Anti Drug Movement: અમદાવાદમાં યુવાનોના ગ્રુપની 'નશે કા નાશ' એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ
Anti Drug Movement: અમદાવાદમાં યુવાનોના ગ્રુપની 'નશે કા નાશ' એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ
author img

By

Published : Jan 17, 2022, 11:11 PM IST

અમદાવાદ: રાજ્યભરમાં ડ્રગ્સના સેવનનું દુષણ વધ્યું છે. ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ તેની સામે અવાજ ઉઠાવી 'નશે કા નાશ, એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ' (Anti Drug Movement)ની શરૂઆત કરી છે. આ યુવાનોનું ગ્રુપ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરતા ડ્રગ માફિયાઓ સામે લડત ચલાવશે. જેને લઈને આવતા મહિને મોટા આંદોલનની જાહેરાત કરી છે.

Anti Drug Movement: અમદાવાદમાં યુવાનોના ગ્રુપની 'નશે કા નાશ' એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ

ડ્રગ્સના વેપાર અને ડ્રગ માફિયાની યાદી

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ (Gujarat Drugs Racket)મળી આવ્યું હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ ડ્રગ્સના વધી રહેલા દૂષણ સામે લોકોમાં જાગૃતતા ફેલાય અને ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી થાય તે માટે આંદોલનની શરૂઆત કરી છે. જે સંદર્ભે આ યુવાનો આવતા મહિનાથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા ડ્રગ્સના વેપાર અને ડ્રગ માફિયાની યાદી (Ahmedabad Drug mafia list) જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓને સોંપશે. જો તેમની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરી વિરોધ નોંધાવવાની તૈયારી પણ દર્શાવી છે.

યુવાનોમાં ડ્રગ્સના સેવન

સાથે સાથે આ યુવાનો રાજ્ય સરકાર સમક્ષ પણ આ ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. એન્ટી ડ્રગ્સની મૂવમેન્ટ સાથે સંકળાયેલ જાવેદ સૈયદે જણાવ્યું કે, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારના સ્થાનિક લોકો ડ્રગ્સ સામેની લડાઈમાં તેમને સહકાર આપી રહ્યા છે. અમદાવાદ શહેર યુવાનોમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિતાનો વિષય છે.

આ પણ વાંચો:

Drug Mafia Corridor : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો બન્યો કોરીડોર, જાણો કેમ...

સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.