- તીન પત્તીની ચિપ્સ મેળવવા યુવક બન્યો નકલી પોલીસ
- PSIની ઓળખ આપી ફેસબુકનું આઇડી પાસવર્ડ મેળવ્યો
- તીન પત્તીના 650 કરોડ ચિપ્સ વેચી દીધી
અમદાવાદ: શહેરના જ એક ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેને પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI તરીકે આપી હતી અને ફરિયાદીને જણાવ્યું હતું કે, તમે ફેસબુક પર યુવતીના અશ્લિલ ફોટા મૂકે છે. જે બાદમાં ફરિયાદીના ફેસબુક એકાઉન્ટનો આઇડી અને પાસવર્ડ પણ મેળવી લીધો હતો. જે બાદમાં ફરિયાદીના તીન પત્તીના અકાઉન્ટ સુધી આરોપી પહોંચ્યો હતો અને તેમાંથી 650 કરોડ ચિપ્સ લઈ લીધી હતી. જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે તેમને ફરિયાદ કરી હતી.
વડોદરાથી 23 વર્ષની યુવક ઝડપાયો
સમગ્ર મામલે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસ કરીને વડોદરા ખાતે રહેતા 23 વર્ષીય ધાર્મિક પાબારી નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી જે મોબાઈલ દ્વારા છેતરપિંડી કરી હતી, તે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. હાલ ધર્મિકની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જ્યાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
તીન પત્તીમાં ફ્રોડ થતા અન્ય સાથે કરતો છેતરપિંડી
આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, તે બેકાર છે અને કેટલા સમયથી તીન પત્તી રમે છે, પરંતુ તેની સાથે ફ્રોડ કરીને કોઈને તેની ચિપ્સ લઈ લીધી હતી. જે બાદમાં આરોપી ધાર્મિક લોકોના ફેસબુક અકાઉન્ટમાં નંબર મેળવી જેમની પાસે ચિપ્સ વધુ હોય તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી કરી ચિપ્સ પડાવી લેતો હતો.