અમદાવાદઃ કોઈ પણ વ્યક્તિ ખાસ હોય છે અને દરેક લોકોની અંદર કોઈને કોઈ ખૂબી છુપાયેલી હોય છે. જ્યાં બાળકોની ઉમર ખેલકુદની હોય છે ત્યાં 14 વર્ષની નાની ઉંમરે અમદાવાદની (Youngest Author Of Ahmedabad) જાનુષી રાઈચુરાએ અંગ્રેજી ભાષામાં સાત નવલકથા (Ahmedabad Girl janushi wrote 7 books) લખીને પ્રકાશિત કરી છે.
12 વર્ષની ઉંમરમાં 4 પુસ્તકો લખી લીધાં હતાં
આપણે વાત કરી રહ્યા છીએ 14 વર્ષની જાનુષી રાયચુરાની જેઅમદાવાદ શહેરની વતની છે. જાનુષી પાંચ વર્ષની હતી ત્યારે પરિવારના સ્વજનોએ કલ્પના સુદ્ધાં નહીં કરી હોય કે 12 વર્ષની ઉંમરે પહોંચતાં પહોંચતાં ચાર પુસ્તકોની લેખિકા બની છવાઈ (Youngest Author Of Ahmedabad) જશે.
જાનુષીની લેખનની પ્રેરણા
2008માં જાનુષીના નાના દિમાગમાં કુતુહુલ જાગ્યું અને જિજ્ઞાસા વૃતિથી છલોછલ આ નાનકડી છોકરીમાં ધીમે ધીમે એક બીજ અંકુરિત થવા માંડયું. એ બીજ આગળ જતાં જાનુષીમાં લેખિકાના જન્મ (Youngest Author Of Ahmedabad) થકી વટવૃક્ષ બન્યું.
આ પણ વાંચોઃ બિહારની લોક સંસ્કૃતિને શબ્દોમાં ઝીલનારાં લેખિકા શાંતિ જૈનની સફર
જાનુષીના લેખનની શરૂઆત
જાનુષી ચાર બાર વર્ષની હતી ત્યારે તેની એક નવલકથા વાંચી જેે પસંદ ન પડી. એણે એની મમ્મીને કહ્યું કે મમ્મી આ વાર્તાનો અંત આવો ન હોવો જોઈએ. એની મમ્મીએ મજાકમાં કહ્યું કે તો આ વાર્તાનો અંત તું તારી રીતે બદલી નાખ અને આ વિચારતાની સાથે જ જાનુષી એક પછી એક એમ કરીને અત્યાર સુધીમાં સાત પુસ્તકો (Ahmedabad Girl janushi wrote 7 books) લખી ચૂકી છે.
જાનુશીના (Janushi Raichura Books) પુસ્તકો
1.વેન્ચર ઓફ જેમ લેન્ડ બ્લેક ટાઈમ
2. વેન્ચર ઓફ જેમ લેન્ડ ધ ગોગર્ન્સ કર્સ
3. વેન્ચર ઓફ જેમ લેન્ડ ધ આલકેમિક પ્રિસેઝ
4."who" વુ
5. ધ હૂએસ ઓફ સમસરા
6. માય સોલ્સ વેરસેસ
7. ધી પ્રિસમાંટિક ઇલેવન
એશિયા બૂક તરફથી મળ્યું છે સન્માન
જાનુષીને ભારત સરકાર તરફથી youngest to write fiction books books on illusion and magic worldનો એવોર્ડ પણ (Youngest Author Of Ahmedabad) પ્રાપ્ત થયો છે. તેમજ એશિયા બૂક તરફથી "ગ્રાન્ડમાસ્ટર"નું ટાઈટલ પણ મળ્યું છે. જાનુષી નેશનલ મેગેઝિન "INTELLY JELLY" ની ચીફ ગેસ્ટ એડિટર પણ બની છે.
આ પણ વાંચોઃ કેન્સર ડે વિશેષ: કેન્સર સર્વાઇવર અને ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખિકા અર્ચના ચૌહાણ સાથે ખાસ મુલાકાત
સેલ્ફ પબ્લિશિંગથી જાતે જ પુસ્તકો બહાર પાડ્યાં
આ નાનકડી દીકરીની ખાસ વાત એ છે કે જાનુષીએ સેલ્ફ પબ્લિશિંગના માધ્યમથી જાતે જ પોતાના પુસ્તકો (Youngest Author Of Ahmedabad) બહાર પાડ્યા છે અને અત્યાર સુધીમાં પુસ્તકોની ઘણી કોપીઓ વેચાઈ ચૂકી છે.
પરિવારનો સંપૂર્ણ સહકાર
જાનુષી જણાવે છે કે મારી અત્યાર સુધીની સફરમાં (Youngest Author Of Ahmedabad) મારા માતાપિતા અને બહેનનો સંપૂર્ણપણે સપોર્ટ રહ્યો છે. આગળ પણ મારી આ યાત્રા અવિરતપણે આગળ વધતી રહે એવી ઈચ્છા છે. જ્ઞાન અને સાહિત્યિક કલમનો સુભગ સમન્વય ધરાવતી આ નાનકડી દીકરીને આપણી પણ ઘણી ઘણી શુભેચ્છાઓ.