અમદાવાદ કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે અમદાવાદના વિશાલ અને સુનિલ નામના 2 મિત્રોએ. આ બંને યુવાનોએ બાઈક પર અમદાવાદથી મનાલી (ahmedabad to manali road trip on motorcycle) જઈને ઈન્ડિયા બૂક ઑફ રેકોર્ડમાં (India Book of Records) પોતાનું નામ નોંધાવ્યું છે. એટલું જ નહીં, તેમણે 1,487 કિલોમીટરનું અંતર 21 કલાક 46 મિનીટમાં કાપ્યું હતું.
બાઈક ચલાવવા જમવાનું ટાળ્યું બાઈક રાઈડર વિશાલ પરદેશિયાએ (bike riders ahmedabad) જણાવ્યું હતું કે, જમીને બાઈક ચલાવાવું મુશ્કેલ હોય છે. તેના કારણે અમે ચોકલેટ કે હળવો ખોરાક લઈને બાઈક ચલાવતા હતા, જેથી ઊંઘ ન આવે. ટ્રાફિક ન નડે એટલે અમે રાત્રિના સમયે અમદાવાદથી (ahmedabad to manali road trip on motorcycle) નીકળ્યા હતા.
24 કલાક પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો બાઈક રાઈડરે (bike riders ahmedabad) વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બાઈક લઈને મનાલી જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ ટાર્ગેટ 24 કલાક પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, જે અમે 21 કલાક 46 મિનિટમાં 1487 કિમિ અંતર કાપી રેકોર્ડ સર્જ્યો છે. જ્યારે અંબાલાથી આગળ કૂલ્લુ, મંડી રસ્તો ખૂબ જ ખરાબ અને વળાંકવાળો છે. જો બિનઅનુભવી ડ્રાઈવર હોય તો જોખમ વધારે હોય છે.
માઈનસ 4 ડિગ્રીમાં બાઈક ચલાવ્યું વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદથી નીકળ્યા (ahmedabad to manali road trip on motorcycle) ત્યારે ઠંડી હતી, પણ જ્યારે મનાલી પહોંચવા આવ્યા ત્યારે તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો હતો. તે સમયે માઈનસ 4 ડિગ્રીમાં બાઈક ચલાવવું પડ્યું હતું. ત્યારે હાથ પણ થજી ગયા હતા. આ સમયે હાથ ગરમ કરવા બાઈકના એન્જિનનો (bike riders ahmedabad) ઉપયોગ કરવો પડતો હતો.
હવે નવો લક્ષ્યાંક આગામી K4 લક્ષ્યાંક આગામી સમયમાં K4નો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. K4 એટલે અમદાવાદથી કન્યાકુમારી, કલકત્તા, કાશ્મીર, કચ્છ આ સમગ્ર પ્રવાસ 8 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.