ETV Bharat / city

ગુજરાતમાં રાજકીય યાત્રાઓની મોસમ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશે ? - ગાઈડલાઈનનું ઉલ્લંઘન

ગુજરાતમાં વર્ષ 2022ના ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી 2020 ( Gujarat Assembly Election 2020 ) આવી રહી છે, તે અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રજા સાથે સંપર્ક વધાર્યો છે. ભાજપે જન આશિર્વાદ યાત્રા શરૂ કરી છે. કોંગ્રેસે કોવિડ 19 ન્યાય યાત્રા ( Jan Ashirwad Yatra) શરૂ કરી છે અને આમ આદમી પાર્ટી (Aam Adami Party)એ જનસંવેદના ( Jan Samvedana Yatra ) મુલાકાત યોજી છે. આ ત્રણેય યાત્રા યોજવાનો હેતુ માત્રને માત્ર પ્રજા સુધી જવાનો છે અને ચૂંટણી પ્રચારનો છે, પરંતુ તેની સાથે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનો વ્યક્ત થઈ રહી છે, આવી યાત્રાઓમાં કોવિડની ગાઈડલાઈનનું (Covid Guideline ) પાલન થતું નથી. રાજકીય લાભ ખાટવા યાત્રા લોકો માટે જોખમી બની રહેશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી યાત્રા પર ETV Bharatનો વિશેષ અહેવાલ....

ગુજરાતમાં રાજકીય યાત્રાઓની મોસમ
ગુજરાતમાં રાજકીય યાત્રાઓની મોસમ
author img

By

Published : Aug 18, 2021, 9:34 PM IST

Updated : Aug 18, 2021, 10:14 PM IST

  • રાજકીય યાત્રાઓનો હેતુ પ્રજા સંપર્ક
  • રાજકીય યાત્રાઓના નામ અલગ, કામ એક
  • આ યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન

અમદાવાદ : રાજકીય પાર્ટીઓ દ્વારા કાઢવામાં આવતી યાત્રાઓમાં કોવિડ ગાઇડલાઇન્સનું (Covid Guideline ) જરા પણ પાલન થતું નથી. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાથે 40થી 50 ટકા લોકોએ માસ્ક પહેર્યા હોતા નથી. ગુજરાતના ગામેગામ આવી રાજકીય યાત્રાઓ શરૂ થઈ છે, અને હાલ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. જો આવી રીતે રાજકીય યાત્રા નિકળશે અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન નહી થાય તો કોરોનાની ત્રીજી લહેરને આવી રાજકીય યાત્રાઓ નિમંત્રણ આપશે.

ભાજપના કેન્દ્રીય પ્રધાનોની જન આશિર્વાદ યાત્રા

કેન્દ્ર સરકારના 5 કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ. મહેન્દ્ર મુંજપુરાએ જન આશિર્વાદ યાત્રા કાઢી છે. મોદી સરકાર અને ગુજરાત સરકારે કરેલા કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા માટે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી રત્નાકર આવ્યા બાદ આ જન આશિર્વાદ યાત્રા ( Jan Ashirwad Yatra)કાઢવાનું નક્કી થયું છે. રત્નાકરે કહ્યું હતું કે, દરેક કાર્યકરોએ જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી જનતાની સાથે સમન્વય અને સદભાવ કેળવવા જરૂરી છે. આજના મીડિયા યુગમાં કાર્યકર્તા પોતાને સતત અપડેટ રાખે સાથે તર્ક અને તથ્ય સાથે ભાજપની વિચારધારા લોકો સમક્ષ મુકે. ભાજપ હાઈકમાન્ડે મોદીના પાંચ કેન્દ્રીય પ્રધાનને લોકો સમક્ષ જવાની અને સરકારી યોજનાઓ અને સરકારના કાર્યોને લોકો સમક્ષ લઈ જવા સ્ટ્રેટેજીના ભાગરૂપે જન આશિર્વાદ યાત્રા કાઢવાનું નક્કી થયું છે. આ યાત્રા 26 જિલ્લાઓને આવરી લેશે અને 21 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે.

કેબિનેટ પ્રધાન દર્શના જરદોશ દ્વારા કોરોનાના નિયમોનું ભંગ

કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા કોને ન્યાય અપાવશે ?

કોંગ્રેસે પ્રજા સાથે સંપર્ક રાખવા માટે કોવિડ ન્યાય યાત્રા ( Covid 19 Nyay Yatra) નામ આપીને રાજ્ય સરકાર પાસે ન્યાય માંગ્યો છે. કોવિડના સમયમાં જે લોકોને અસર થઈ રહી છે, તે મુદ્દે રાજ્ય સરકાર સહાય આપે. કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા સતત બે મહિના સુધી ચાલશે અને 18,000થી વધુ ગામડાઓને ખૂંદી વળશે. કોવિડ દરમિયાન ગુજરાત સરકારની નાકામીને હથિયાર બનાવીને તે વાત લોકો સમક્ષ મુકશે. રેમેડેસીવીર ઈન્જેકશનના કાળાબજાર, ઓક્સિજનનો અભાવ, હોસ્પિટલો ફુલ, દર્દીઓને યોગ્ય સારવાર મળી નથી, ખાનગી દવાખાનાઓએ કોરોના સમયગાળા દરમિયાન લૂંટ ચલાવી છે, તે મુદ્દાને લઈને પ્રજા સમક્ષ રજૂ કરશે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા હી છે, તે અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રજા સાથે સંપર્ક વધાર્યો છે. ભાજપે જન આશિર્વાદ યાત્રા શરૂ કરી છે. કોંગ્રેસે

‘આપ’ની જન સંવેદના યાત્રામાં કોના પ્રત્યે સંવેદના ?

આમ આદમી પાર્ટી(આપ)(Aam Adami Party) દ્વારા છેલ્લા 45 દિવસથી જન સંવેદના યાત્રા ( Jan Samvedana Yatra ) ચાલી રહી છે. કોરોનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, અને રાજ્ય સરકારના ભ્રષ્ટ શાસનની વાત લોકો સમક્ષ મુકાઈ રહી છે. દિલ્હી મોડલની વાહવાહીની સાથે શિક્ષણ અને આરોગ્યની સેવા વધુ મજબૂત કરવા માટે વચન અપાઈ રહ્યા છે. તેમજ આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો સ્વચ્છ વહીવટ અન શાસન આપીશું, તેવા વાયદા થઈ રહ્યા છે.

આપના નેતાઓ માસ્ક વગર દેખાયા
આપના નેતાઓ માસ્ક વગર દેખાયા

પ્રજાના મનની વાત કોઈ સાંભળવા તૈયાર નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 1.5 વર્ષ બાકી છે, તેમ છતાં હાલ યાત્રાની મોસમ છલકી રહી છે. પ્રજા સાથે લોક સંપર્ક અને બુથ લેવલ મેનેજમેન્ટ માટે રાજકીય પક્ષોએ યાત્રા કાઢીને પ્રજાની નસ પારખવાનું શરૂ કર્યું છે. સરકારી યોજના અને સરકારના સારા કામોની યાદી પ્રજા સમક્ષ મુકાઈ રહી છે, પણ પ્રજાના મનની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. કોંગ્રેસ કોવિડ ન્યાય યાત્રા કાઢી અને આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા કાઢી છે. આ યાત્રામાં ભાગ લેનારા બોલી રહ્યા છે, અને પ્રજા બધુ સાંભળી રહી છે, પ્રજાને બોલવાનો મોકો કોણ આપશે ?

પ્રજાને પણ બોલવું છે ભાઈ…

પ્રજાને તમામ પક્ષોના નેતાઓને ઘણુબધુ કહેવું છે, પણ કોઈ તેમના મનની વાત સાંભળવા તૈયાર નથી. પેટ્રોલ ડીઝલના ભાવ રૂપિયા 100ની સપાટી કૂદાવી ગયા છે, તેને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યા છે, અને તેને કારણે અનાજ, કઠોળ, શાકભાજી, ખાદ્યતેલના ભાવ નોંધપાત્ર વધ્યા છે. સરકાર પેટ્રોલ ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા તૈયાર નથી. કોરોના જેવા કપરા કાળમાંથી વર્ષ પસાર થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર કોઈ રાહત આપવા માંગતી નથી. રાહત આપે તો સરકારી તિજોરીમાં ઘટ પડે તેમ છે, તે સરકારને પાલવે તેમ નથી. રોજગારી ઘટી રહી છે, આથી બેરોજગારીની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે, તેના પર કોઈ બોલવા તૈયાર નથી. સામાન્ય માનવી અને મધ્યમ વર્ગના માનવીને જીવન જીવવું દોહ્યલુ થઈ ગયું છે. પ્રજા આ બધુ બોલવા માંગે છે, પણ કોઈ પક્ષ સાંભળવા તૈયાર નથી.

સી.જે. ચાવડાના ભાજપ પર પ્રહાર

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા સી.જે. ચાવડાએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે કોવિડ19 ન્યાય યાત્રા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કાઢવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્રજા વચ્ચે જવાનો રહેલો છે. કોરોનાની પરિસ્થિતિમાં દરબદર ઓક્સિજન બેડ, કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આઇસોલેશન બેડ અથવા તો 108 એમ્બ્યુલન્સ માટે થઈ ફાફા મારવા પડ્યા હતા, તેવી પરિસ્થિતિમાં ગુજરાતની જનતાએ સંયમતા રાખી હતી. તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના નાગરિકો ચિંતા કર્યા વગર ગુજરાતની ભાજપા સરકાર જન આશીર્વાદ યાત્રા કરીને લોકોના દુખમાં ભાગીદાર થવાની જગ્યાએ દુઃખની જાણે મજાક ઉડાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

સી.જે. ચાવડાના ભાજપ પર પ્રહાર

પ્રજાનો આક્રોશ કાર્યક્રમ પણ આપીશુંઃ સી જે ચાવડા

જેને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા covid19 ન્યાય યાત્રા નીકળવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજ્યમાં, જિલ્લાઓમાં, શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, અને શેરી, મહોલ્લામાં, પોળ જેવા તમામ વિસ્તારોમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકરો જઈ તેમની વેદનાને વાચા આપવાનું નક્કી કરે છે. તો બીજી તરફ તેમના દુઃખમાં સહભાગી થઈ તેમને કેવી રીતે મદદ કરી શકાય. સરકાર કેવા પ્રકારનું પ્રયોજન ગોઠવવું જોઈએ આ તમામ વિષયોને લઈને એક સૂચિ તૈયાર કરવામાં આવશે, જેને કલેકટર અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ત્યારબાદ પ્રજા માટે થઈ આક્રોશ કાર્યક્રમ પણ કરવાનું નક્કી કરેલ છે.

ત્રણેય યાત્રાનો મકસદ એક જ છે

ત્રણેય પક્ષોની રાજકીય યાત્રા ભલે અલગ અલગ નામથી નીકળી હોય, પણ ત્રણેય પક્ષનો મકસદ એક જ છે કે પ્રજા સાથે સંપર્ક સેતું, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રજાની નાડ પારખવી અને પછી રણનીતિ તૈયાર કરવી.

ટ્વિટના ફોટા જુઓ તો ખબર પડે કે પાછો કોરોના આવશે

ત્રણેય પક્ષોની રાજકીય યાત્રામાં કોરોનાની ગાઈડલાઈન્સનું કયાંય પાલન થયું નથી. ખુદ નેતાઓ જ ટ્વિટ કરી રહ્યા છે, અને તે ટ્વિટના ફોટા જુઓ તો તમે પોતે નક્કી કરી શકશો કે આ શું ? સોશિયલ ડિસ્ટન્સથી માંડીને માસ્ક પહેરવાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આમ જનતા માસ્ક પહેર્યા વગર બહાર નીકળે તો પોલીસ 1,000 રૂપિયાનો દંડ વસુલે છે, પરંતુ પોલીસને રાજકીય યાત્રાઓ દેખાતી નથી. આજદિન સુધી પોલીસે કોઈપણ નેતાને દંડ કર્યો નથી. રાજકીય યાત્રાની ભીડ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને નિમંત્રણ આપશે તે વાત ચોક્કસ છે. સરકારે પહેલી લહેર અને બીજી લહેર વખતે જે ભૂલો કરી છે, તેમાં પ્રજાએ જ ભોગવવાનું આવ્યું છે. આથી પ્રજા જાગે અને આવી રાજકીય યાત્રાઓથી દૂર રહે.

ભાજપ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ!

રાજકીય યાત્રામાં શક્તિ પ્રદર્શન સિવાય કશું નથી

રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV Bharat ને જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકાઓ છે, અને સરકારે તેના માટે ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું છે. તેની સામે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ અને ચાર મહિના બાકી છે, તે અગાઉ રાજકીય યાત્રોઓ શરૂ કરીને ખાંડા ખખડાવવાનું શરૂ કર્યું છે. તેમાં કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. રાજકીય નેતાઓએ ‘તેરી ભી ચુપ મેરી ભી ચુપ’ જેવો અભિગમ અપનાવ્યો છે. તમામ પક્ષોની યાત્રાનો એક જ હેતુ છે પ્રજા સંપર્ક, પણ આમાં પાર્ટીઓના શક્તિ પ્રદર્શન સિવાય બીજુ કાંઈ દેખાતુ નથી.

Last Updated : Aug 18, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.