ETV Bharat / city

36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે ટ્રેપ શૂટિંગમાં યશાયાએ સાધ્યું ગોલ્ડ પર નિશાન - Yashaya targets gold in trap shooting for Gujarat

ગુજરાતમાં સૌ પ્રથમવાર 36મી નેશનલ ગેમ્સ (36th National Games) 29 સપ્ટેમ્બર 2022થી 12 ઓક્ટોમ્બર 2022 દરમિયાન યોજાઈ રહી છે. જેમાંથી ટ્રેપ શૂટિંગની ઇવેન્ટ્સમાં પુરુષ અને મહિલા વિભાગમાં દેશમાંથી કુલ 16 ખેલાડીઓ ક્રાઉન એકેડેમી ખાતે ભાગ લેવાના છે. ગુજરાતમાંથી આ વખતે 16 વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શૂટિંગમાં ભાગ લેશે. નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગમાં ગુજરાત માટે યશાયા સાધશે ગોલ્ડ પર નિશાન (Yashaya targets gold in trap shooting for Gujarat ) સાધશે.

36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે ટ્રેપ શૂટિંગમાં યશાયાએ સાધ્યું ગોલ્ડ પર નિશાન

author img

By

Published : Sep 24, 2022, 8:30 PM IST

અમદાવાદ ગુજરાતમાં સૌ પ્રથમવાર 29 સપ્ટેમ્બર 2022થી 12 ઓક્ટોમ્બર 2022 દરમિયાન યોજાનાર 36મી નેશનલ ગેમ્સમાં (36th National Games) આશરે 7000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં રાઇફ્લ ક્લબ અને ક્રાઉન એકેડેમી ખાતે શૂટિંગ સ્પર્ધાઓ યોજાવાની છે. જેમાં ટ્રેપ શૂટિંગની ઇવેન્ટ્સમાં પુરુષ અને મહિલા વિભાગમાં દેશમાંથી કુલ 16 ખેલાડીઓ ક્રાઉન એકેડેમી ખાતે ભાગ લેવાના છે.

યશાયા હાફિઝની શૂટિંગ યાત્રા ગુજરાતમાંથી આ વખતે 16 વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શૂટિંગમાં ભાગ લેશે. 21મી માર્ચ 2006ના રોજ જન્મેલા યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટરે સાવલી તાલુકા રાઈફલ એસોસિએશન, વડોદરા ખાતેથી ટ્રેપ શૂટિંગ રેન્જમાં તેમની શૂટિંગ યાત્રા શરૂ કરી હતી. પોતાની પ્રથમ સ્પર્ધાત્મક ઇવેન્ટ એવી 38મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધા 2019માં યશાયાએ ટ્રેપ અને ડબલ ટ્રેપ જુનિયર, સિનિયર અને ટીમ ઇવેન્ટ્સમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ મેળવ્યા હતા. ત્યારબાદ 2019માં જ યશાયાએ વડોદરા ખાતે યોજાયેલી 7મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શોટગન ઇવેન્ટમાં (Vadodara Shooting Championship Shotgun event) પણ ગોલ્ડ મેળવ્યો હતો.

શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ ટ્રેપ શૂટિંગને પોતાનું જીવન ધ્યેય બનાવનાર યશાયા સતત ત્રણ વર્ષમાં, તેની 39મી, 40મી અને 41મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. દ્રઢ નિશ્ચય, જુસ્સો અને રમત પ્રત્યેના પ્રેમના લીધે જ યશાયાએ 63મી અને 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શોટગન ઇવેન્ટ્સમાં ડબલ પ્રખ્યાત શોટ પ્રમાણપત્ર (Double famous shot certificate) હાંસલ કર્યું.

ટ્રેપ શૂટિંગ ઇવેન્ટ પેરુના લિમા ખાતે યોજાયેલ (Junior World Championships in Peru) જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2021માં (Junior World Championships 2021) યશાયાએ જુનિયર મહિલા ડબલ ટ્રેપ ગ્રાન્ડ પ્રિકસમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સિદ્ધિને બિરદાવતા દાહોદના કલેક્ટરે 15મી ઓગસ્ટ 2022ના રોજ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ અંતર્ગત યશાયાને સન્માન પત્ર એનાયત કરીને બહુમાન કર્યું હતું. નેશનલ ગેમ્સમાં તારીખ 3, 4 અને 5 ઓક્ટોબર દરમિયાન યશાયા પોતાની ટ્રેપ શૂટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.