ETV Bharat / city

ધોરણ 12 કોમર્સમાં ધોરણ 10ના માર્કસને ગણવા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન - સાયન્સના વિદ્યાર્થીઓના માર્કસ

ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 12ના માર્કસને લઈને એક વિદ્યાર્થીએ પોતાના વાલી મારફતે એક પીટીશન દાખલ કરાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10નું ગણિત ધ્યાન પર લેવામાં નથી આવ્યા, જ્યારે સાયન્સના વિદ્યાર્થીઓના માર્કસને ધોરણ 12માં ગણવામાં આવ્યો છે. આથી, હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન
ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન
author img

By

Published : Jul 15, 2021, 10:08 PM IST

  • હાઇકોર્ટએ GSEB ને સોમવાર સુધી જવાબ રજૂ કરવા કર્યો નિર્દેશ
  • સાયન્સમાં ધોરણ 10ના માર્ક્સ ગણવામાં આવ્યા, કોમર્સના નહીં
  • ગણિતમાં નબળા હોય એટલે કોમર્સ રાખે તે બહુ મોટી ખામી ભરેલુ

અમદાવાદ : ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10ના ગણિતના માર્કસ ધ્યાને લેવા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે. આ બાબતે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડને સોમવારે જવાબ દાખલ કરવા માટે કોર્ટે સુચના આપી હતી.

આ પણ વાંચો: PM Modi ઉદ્દઘાટન કરવાના છે તે હોટેલ પાસે કામ કરી રહેલા મજૂરની 6 મહિનાની બાળકી ટ્રેક્ટરચાલકે કચડી મારી,જાણો વિગત

શિક્ષણ પ્રધાનને લેખિત રજૂઆત કરાઈ

ધોરણ 12ના વિધાર્થીએ પોતાના વાલી મારફતે કોમર્સના માર્કસ ગણવાની પધ્ધતિમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10ના ગણિતને ધ્યાન ઉપર ન લેતા હાઇકોર્ટમાં એક રીટ પીટીશન દાખલ કરી છે. કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10નું ગણિત ધ્યાન પર ન લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસની ટકાવારી ઘટી જશે. જેથી વિધાર્થીએ આની સામે પહેલા શિક્ષણ પ્રધાનને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તે ધ્યાન પર ન લેતા વિધાર્થીએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે.

આ પણ વાંચો: Corona's second wave બાદ અમદાવાદમાં સ્કૂલો થઈ શરૂ

ગણિતમાં નબળા હોય તે કોમર્સ રાખે

ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર બન્ને વિષય ગાણિતીક વિષય છે. GSEB એ આ બાબતે કરેલા અર્થઘટન મુજબ ગણિત ન ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે, તે સંદતર ખોટુ છે. આથી, વિધાર્થીઓને અન્યાય થાય છે. રજૂઆત વધુમાં જણાવવમાં આવ્યું હતું કે, આજે કોમર્સ ફીલ્ડમાં જઈને લાખો લોકોએ CA , ટેક્ષ પ્રેક્ટીશનર, CS, ICWA, એકાઉન્ટન્ટ થયા છે. આ બધા ગણિતમાં હોશિયાર હોય ત્યારે જ આગળ વધી શક્યા હોય છે. GSEBની આ પ્રકારની દલીલ કે ગણિતમાં નબળા હોય એટલે કોમર્સ રાખે તે બહુ મોટી ખામી ભરેલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.