ETV Bharat / city

બનાસકાંઠા કો-ઓપરેટીવ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાં રિટ

રાજ્યમાં કોરોના મહામારી હાલ વકરી રહી છે, ત્યારે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી દાદ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 1 ઓક્ટોમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

author img

By

Published : Sep 28, 2020, 10:34 PM IST

હાઈકોર્ટ
હાઈકોર્ટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારી હાલ વકરી રહી છે, ત્યારે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી દાદ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 1 ઓક્ટોમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

બનાસકાંઠા કો-ઓપરેટીવ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાં રિટ

હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકારે 31 ડિસેમ્બર સુધી કોઇપણ પ્રકારની ચૂંટણી નહીં યોજવા પરિપત્ર બહાર પાડ્યો છે, ત્યારે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેને રદ કરવામાં આવે.

હાઇકોર્ટમાં અરજદાર વતી દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે, વર્તમાન સમયમાં જિલ્લામાં 1400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે અને મતદારોની સંખ્યા લગભગ 2000થી વધુ છે. જેથી જો મતદાન કરવામાં આવશે, તો કોરોના ફેલાવવાની ભીતિ હોવાથી ચૂંટણી રદ કરવામાં આવે.

નોંધનીય છે કે, ચાલુ ટર્મ ડિસેમ્બર 2020માં પૂર્ણ થવાની છે અને અત્યારથી જ નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીની તૈયારીઓ માટે લગભગ 40 દિવસ જેટલો સમય લાગે છે. ઉમેદવારનું નામ પરત ખેંચવાનું 6 જગ્યાએ 8 દિવસ કરવામાં આવે તેવી માગ હાઈકોર્ટે માન્ય રાખી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.