અમદાવાદઃ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો પ્રમાણે DNB પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ MD, MSની ડિગ્રીને સમાન માનવામાં આવે છે. તો આ ભરતીમાં DNB ડોકટરને તક કેમ ન આપવામાં આવી.
DNB ડોકટર્સ કે જેમણે 100થી વધુ બેડ વાળી હોસ્પિટલમાં સેવા આપી હોય તેમને ટીચિંગ પોસ્ટ માટે લાયક માનવામાં આવે છે. રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં 686 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે આ ભરતી રદ કરવામાં આવે અથવા હાઈકોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી તેના પર સ્ટે આપવામાં આવે.