ETV Bharat / city

પોતાના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતા કુષ્માંડા, જાણો મા નવદુર્ગાના ચતુર્થ સ્વરુપનો મહિમા... - માં નવદુર્ગા

મા જગદંબા અંબાના નવ નવ રાતના મહાશક્તિની ભક્તિના અહોરાત્ર ચાલી રહ્યાં છે. નવરાત્રિમાં ચાચર ચોકમાં ઢબૂકતાં ઢોલ અને રુમઝૂમતી ગુજરાતણ નાર કોરોનાના કાળમાં નજરે પડી રહી નથી. પરંતુ માતાજીના ભક્તો માટે શ્રદ્ધાપૂર્વક માતાનો મહિમાગાન કરવાનો મોકો ક્યાંય ગયો નથી. મા ના સ્મરણ સાથે યથાશક્તિ પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી રહી છે. માં નવદુર્ગાના નવ સ્વરુપોને દિનક્રમ પ્રમાણે વિશેષપણે યાદ કરીને આપણે પણ માતાની ભક્તિમાં લીન થઈએ.

પોતાના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતા કુષ્માંડા, જાણો મા નવદુર્ગાના ચતુર્થ સ્વરુપનો મહિમા...

author img

By

Published : Oct 10, 2021, 7:36 AM IST

Updated : Oct 10, 2021, 10:11 AM IST

  • નવલી નવરાતના ચોથે નોરતે જાણો માં કુષ્માંડાનો મહિમા
  • મા કુષ્માંડાઃ ઉદરથી બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને લીધે પડ્યું નામ
  • ચોથા નોરતે અનાહત ચક્રમાં સ્થિત હોય છે સાધકનું ચિત્ત

ન્યૂઝ ડેસ્ક : આજે આસો સુદ ચોથના ચોથા દિવસે માતાના ભક્તો માં નવદુર્ગાના જે સ્વરુપને ભજે છે તે છે માતા કુષ્માડાંનું સ્વરુપ. માતા કુષ્માંડાએ પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્તપન્ન કરવાના કારણે માં નવદુર્ગાનું આ ચોથું સ્વરુપ કુષ્માંડા તરીકે પૂજાય છે. માં કુષ્માંડાના પૂજનઅર્ચનથી અનાહત ચક્ર જાગૃત કરીને સિદ્ધયોગીઓ અનેક ફળ મેળવે છે. માતાનું આ સ્વરુપ બધા જ રોગો અને કષ્ટોનો નાશ કરનાર માનવામાં આવ્યું છે, તેમ જ તેમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે.

પોતાના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતા કુષ્માંડા, જાણો મા નવદુર્ગાના ચતુર્થ સ્વરુપનો મહિમા...

મા કુષ્માંડાનું આ સ્વરુપમાં ધ્યાન ધરો

નવરાત્રિના ચોથા દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે, તેથી આ દિવસે ખૂબ પવિત્ર અને સ્થિર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાનું કાર્ય સંપન્ન કરવું જોઇએ. માંના સ્વરુપનું ધ્યાન ધરીએ તો માં કુષ્માંડાની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે. માતાના હસ્તમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. માંના આઠમાં હાથમાં બધી સિદ્ધિ-નિધિ આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. માં કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી દીર્ઘાયુષની સાથે યશ, બળ, અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માં કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારા છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણે જાય તો માં અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતાં લોકોએ માં કુષ્માંડાની ભક્તિ કરતાં તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.

એક મંદ હાસ્યથી જગદંબાએ બ્રહ્માંડનું સર્જન કર્યું

નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. મંદ મુસ્કાન દ્વારા માતએ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે. માત્ર જુએ સંકલ્પ કરે અને મુસ્કાનથી બ્રહ્માંડનું સર્જન કરવાની શક્તિ સ્વરૂપીણી આ દેવી છે. આ દિવસે માતા કૂષ્માંડાને કોળાની બલી અપાય છે, જે બ્રહ્માંડ સ્વરૂપ છે. જળ-ચેતન રૂપી આ સૃષ્ટિ માતાના હાસ્ય માત્રથી ઉત્પન્ન થઇ છે.

બુદ્ધિ પ્રખરતા આપનાર દેવી

માતા કૂષ્માંડાની ઉપાસનાથી મનુષ્યના જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિ દુર થાય છે. આયુ, યશ, બલ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. જો વ્યક્તિનો સૂર્ય નીચા સ્થાને હોય તો તે ઉપર આવે છે. બુદ્ધિ પ્રખર બને છે, ભણવામાં હોશિયાર બને છે. માતા કૂષ્માંડાને માલપૂઆ અને લીલાં ફળ ધરાવાય છે. માતાની સાધના નિરંકારી બનાવે છે અને નિર્મળતા લાગે છે.

કળિયુગમાં સત્વરે ફળદાયી પંચદેવમાં એક છે મા નવદુર્ગા

આપણે નવરાત્રિમાં માં નવદુર્ગાના નવ સ્વરુપ જાણી રહ્યા છીએ ત્યારે એ પણ જાણવું જોઇએ કે કળિયુગમાં સૌથી વધુ પ્રભાવી જે પાંચ દૈવશક્તિ જણાવવામાં આવ્યાં છે. તેમાં દેવી દુર્ગા પંચદેવોમાંથી એક છે. ગણેશજી, શિવજી, વિષ્ણુજી, સૂર્યદેવ અને દેવી દુર્ગા આ પંચદેવ માનવામાં આવે છે. આથી તેમની પૂજા રોજ કરવી જોઇએ. કોઇપણ શુભ કામની શરૂઆત પંચદેવોના પૂજનથી જ થાય છે.

માતા નવદુર્ગાના પૂજન માટે કરો આટલું

દેવી દુર્ગાની પૂજા માટે થોડી ખાસ વસ્તુઓની જરૂર પડતી હોય છે. માતાની, મૂર્તિ હોય તો માતાને સ્નાન કરાવવા માટે તાંબાનું પાત્ર, કળશ. દૂધ, મૂર્તિને અર્પણ કરવામાં આવતા લાલ વસ્ત્ર, આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, અગરબત્તી, અષ્ટગંધ, ફૂલ, નારિયેળ, મીઠાઈ, પંચામૃત, સૂકો મેવો, ખાંડ, પાન, દક્ષિણા વગેરે. દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવવું જોઇએ. દેવી પૂજામાં આ બધી વસ્તુઓ અર્પણ કરવી જોઇએ. માંની પૂજામાં ધૂપ અને દીપ પ્રગટાવો. લાલ ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ચોખા ચઢાવો. નારિયેળ અર્પણ કરો. ભોગ ધરાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો. દેવીને પૂજનસામગ્રી અર્પણ કરો.
માતા દુર્ગાના નામનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો. પૂજામાં કોઇને કોઇ અશુદ્ધિ રહી હોય તો માતા સમક્ષ દીનહૃદયે માફી માંગવી.

માતાની ભક્તિ દ્વારા સર્વસુખસંપન્ન બને છે જીવન

મા ભગવતી નવદુર્ગા કષ્ટોને કાપનાર, આસુરીવૃત્તિઓને હણનાર, સર્વદા યશોદાયિની, મનોકામના પૂર્ણ કરનારા છે, ત્યારે નવરાત્રિની કરેલી શક્તિભક્તિ સાધકઉપાસકને પોતાના જીવનની મુશ્કેલીએ કષ્ટોમાં રાહત
આપનાર નીવડી રહે તેવી સૌ ભક્તોને શુભેચ્છા પાઠવીએ છીએ.

આ પણ વાંચો:

Last Updated : Oct 10, 2021, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.