ETV Bharat / city

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - World record

ભારત દેશ 2021મા આઝાદીના 74 વર્ષ પૂર્ણ કરી 75 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તે પ્રંસગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અનોખી રીતે ઉજવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પછી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો, જેથી મણિનગર ગાદી સંસ્થાનને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત કર્યો હતો.

aazadi
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
author img

By

Published : Aug 19, 2021, 9:09 AM IST

  • વર્લ્ડ લાર્જેસ્ટ ઓનલાઈન પેટ્રિઓટિક ફેસ્ટિવલ 2021
  • 15 ઓગસ્ટે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો
  • સ્વામીનારાયણ મંદિરે અનોખી રીતે ઉજવણી કરી

અમદાવાદ: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દરેક કાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને રહે છે. એ પ્રમાણે આ 15 ઓગસ્ટે 75મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 8 મિનિટ અને 26 સેકન્ડ “ જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા” એ ગીત પર સમગ્ર વિશ્વમાંથી ભક્તો જોડાયા હતા, જેમાં સાત વર્ષની વયથી લઈને પંચાણું વર્ષની વય સુધીનાં ભક્તો જોડાયેલા હતા. નાનાં બાળકો, યુવાનો, ભાઈ બાઈ – આબાલવૃદ્ધ બધાંજ હળી - મળીને રાષ્ટ્રીય ગીત ઉપર કોઈકે પેઇન્ટિંગ કર્યા હતા, કોઈકે ડ્રોઈંગ કર્યા હતા, કોઈકે નૃત્ય કર્યા તો કોઈકે વેશભૂષા કરી અને કોઈકે એ જ ગીત ગાયું અને કોઇકે પોતાની વાદ્ય શક્તિથી તે ગીતના તાલમાં તાલ મેળવી સહુ કોઈ રસતરબોળ બન્યા હતા.

aazadi
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

આ કાર્યક્રમ અનેક દેશોમાં લાઈવ થયો

આ મહોત્સવમાં એકસાથે ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના 2575થી વધુ બાળકો યુવાનો વૃદ્ધો ભાઈઓ - બહેનો તથા સંતોએ ભેગા મળી 15 ઓગસ્ટના દિવસે સાંજે છ વાગ્યે આ કાર્યક્રમને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સર્વેએ ઓનલાઇન ઊજવ્યો હતો. વિશેષમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આ કાર્યક્રમમાં 75 X 75 ફૂટ વિશાળ ભારત રાષ્ટ્રનો નક્શો, 75 ફૂટના ભારતના નક્શામાં દેશનું ભાવિ યુવાધન, 1947થી અત્યાર સુધીના વડાપ્રધાનોની ઝાંખી, સંતોનું સંગીત કલાવૃંદ પ્રસ્તુત કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનો કોન્સેપ્ટ ડેપ્યુટી મહંત મુનિભૂષણદાસજી સ્વામી, મહેશભાઈ પંડ્યા ( કૌસ્તુભ ઇવેન્ટસ ) કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં રાજકીય યાત્રાઓની મોસમ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશે ?

સ્વામિનારાયણ મંદિરના શિખરને તિરંગાથી શણગાર

‘વર્લ્ડ લાર્જેસ્ટ ઓનલાઈન પેટ્રિઓટિક ફેસ્ટિવલ 2021’ ભારત સહિત વિશ્વના સાત દેશોના 2575 નાનાં બાળકોથી માંડીને મોટી ઉંમરના હરિભક્તોએ ઓનલાઇન ડ્રોઈંગ, રંગોળી, ડાન્સ, વેશભૂષા, સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ વગેરેમાં ભાગ લઈ યોજાયો હતો. ઉપરાંત સનાતની હિન્દુ ધર્મના શ્રી સ્વામિનારાયણ મંદિરના શિખરોને પણ તિરંગાથી સજાવાયા હતા. જે અન્વયે ડાયરેક્ટર ઓફ વર્લ્ડ રેકોર્ડ પવનભાઇ સોલંકી દ્વારા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતવૃંદને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.

azadi

આ પણ વાંચો : Muharram 2021: શા માટે કરાય છે મોહરમની ઉજવણી? જાણો તાજીયાનું શું છે મહત્વ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.