ETV Bharat / city

લોકડાઉનમાં કામદારોને રૂપિયા 3200 કરોડનુ વેતન ચૂકવાયું - Vipul Mitra

લોકડાઉનને લીધે આર્થિક સંકડામણનો સામનો કરનારા શ્રમિક વર્ગને સહારો આપવા માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રૂપિયા 3200 કરોડની મદદ કરવામાં આવી છે. જેનાથી મજૂર વર્ગને કેટલીક હદ સુધી રાહત મળી હતી.

lockdown
લોકડાઉનમાં કામદારોને રૂપિયા 3200 કરોડનુ વેતન ચૂકવાયું
author img

By

Published : Sep 18, 2020, 11:01 PM IST

અમદાવાદઃ લોકડાઉનને લીધે આર્થિક સંકડામણનો સામનો કરનારા શ્રમિક વર્ગને સહારો આપવા માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રૂપિયા 3200 કરોડની મદદ કરવામાં આવી છે. જેનાથી મજૂર વર્ગને કેટલીક હદ સુધી રાહત મળી હતી.

lockdown
લોકડાઉનમાં કામદારોને રૂપિયા 3200 કરોડનુ વેતન ચૂકવાયું

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવાયું હતું કે, તેમના વિભાગે કામદારોને પૂરૂ વેતન મળી રહે તે માટે કામદારોના માલિકો સુધી પહોંચવા માટે ફોન, ઇ મેઇલ, વ્હોટ્સએપ અને એસએમએસ દ્વારા હજારો ફેક્ટરીઓ, વ્યાપારી સંસ્થાઓ અને દુકાનોમાં પહોંચી તેમના કામદારોને સમયસર વેતન ચૂકવવા જણાવ્યું હતું. કામદારો પોતાની ફરિયાદો જણાવી શકે તેના માટે હેલ્પલાઈનની પણ શરૂઆત કરાઈ છે. આ સક્રિય અભિગમને કારણે કામદારોને વેતન તરીકે તેમના માલિકોએ રૂપિયા 3183 કરોડથી વધુ રકમ ચૂકવી હતી.

રાજ્યમાંથી 1006 સ્પેશ્યલ ટ્રેન મારફતે 14.64 લાખ કરતાં વધારે કામદારો પોતાના વતન પહોંચ્યા હતા. ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક ટ્રેનો રવાના કરવામાં આવી હતી. આ એક જંગી કામગીરી હતી અને તેમાં શ્રમિકોને સ્વીકારનારા રાજ્યો સાથે સંકલન કરવુ આવશ્યક હતું. આ ઉપરાંત હેલ્થ ચેક-અપ અને ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.

આ શ્રમીક ટ્રેન યુ.પી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, કેરાલા, ઉત્તરાખંડ, મણીપુર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ અન્ય રાજ્યોમાં જઇ મજૂરોને વતન પહોચાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં આશરે અડધાથી વધુ પ્રવાસી શ્રમિકોનુ ઘર ગણાતા સુરતમાં ડિરેકટર ઓફ ટ્રેઈનિંગ એન્ડ એમ્પલોયમેન્ટ, લેબર ડિરેકટર અને ડિરેકટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જેવા ઉચ્ચ અધિકારીઓની નિમણુક કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં પ્રવાસી શ્રમિકો માટે 236 આશ્રય ગૃહો ઉભાં કરવામાં આવ્યાં હતાં. તેમના માટે રોકાણ, ભોજન તથા આરોગ્ય તપાસની સગવડ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની એક ખાસ ટીમે કઠવાડા ખાતેના આશ્રય ગૃહની મુલાકાત લીધી હતી. મુખ્ય મંત્રી ગરીબ કલ્યાણ યોજનાના હિસ્સા તરીકે 6.38 લાખ બાધકામ શ્રમીકોનાં બેંકનાં ખાતામાં પબ્લીક ફાયનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે રૂપિયા 1,000ની રકમ જમા કરાવવામાં આવી હતી.

આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ 6.36 લાખ પ્રવાસી મજૂરોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ મીઠુ વગેરે સામગ્રી ધરાવતી ફૂડ બાસ્કેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. 13 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ દ્વારા સંચાલિત 34 ધનવંતરી રથ મારફતે 21.82 લાખ શ્રમીકોને ઓપીડી સર્વિસ પૂરી પાડવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.