ETV Bharat / city

અમદાવાદીઓને વાહન ચલાવવામાં હવે નહીં પડે મુશ્કેલી, ટૂંક સમયમાં નવો બ્રિજ થશે શરૂ - અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા

અમદાવાદમાં 2થી 3 વર્ષથી ચાલતું ખોખરા રેલવે બ્રિજનું કામ હવે પૂર્ણ (Work on Khokhra railway bridge completed) થયું છે. ત્યારે રેલવે વિભાગ રેલવે પર ઓપનવેવ ગર્ડર બ્રિજને (Openwave girder bridge) આખરી ઓપ આપી રહ્યું છે. તો હવે આ બ્રિજ લોકો માટે ટૂંક સમયમાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા છે.

અમદાવાદીઓ વાહન ચલાવવામાં હવે નહીં પડે મુશ્કેલી, ટૂંક સમયમાં નવો બ્રિજ થશે શરૂ

author img

By

Published : May 23, 2022, 3:28 PM IST

Updated : May 23, 2022, 3:55 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવે ખોખરા રેલવે પર છેલ્લા 2થી 3 વર્ષથી બ્રિજ (Work on Khokhra railway bridge completed) બનાવી રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશને આ કામ પૂર્ણ કર્યું છે. તો રેલવે વિભાગ ઓપનવેવ ગર્ડર બ્રિજને (Openwave girder bridge) આખરી ઓપ આપી રહ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ બ્રિજના કામકાજના કારણે એલ. જી. હોસ્પિટલ પાસે ભારે પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી (Traffic problem in Ahmedabad) રહેે છે, જે હવે નહીં જોવા મળે. તો આ બ્રિજ લોકો માટે જુલાઈ મહિનામાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા છે.

પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે

આ પણ વાંચો- સોમનાથ મહાદેવ દર્શન : આ વર્ષે દર્શનાર્થીઓને શી વિશેષ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે તે જાણો

પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે- અમદાવાદ રેલવેના PRO જિતેન્દ્રકુમાર જયંતેએ ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, ખોખરા રેલવે પરનો આ બ્રિજ પશ્ચિમ રેલવેનો (Work on Khokhra railway bridge completed) સૌથી મોટો બ્રિજ (Khokhra Railway is the largest bridge on the Western Railway) છે. બ્રીજ 92 મીટરના ઓપનવેવ ગર્ડર (Openwave girder bridge) પર તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ આ ઓપવવેવ ગડર વજન અંદાજિત 1,045 મેટ્રિક ટન છે, જેને 92 મીટર લાબું સિંગલ સ્પાન ગર્ડર માનવામાં આવી રહ્યો છે.

આ ઓપનવેવ ગર્ડરનું મેન્યુફેક્ચરિંગ ફરિદાબાદમાં થયું છે - અમદાવાદ રેલવેના PRO જિતેન્દ્રકુમાર જયંતેએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બ્રિજની લંબાઈ 24 મીટર હોય છે, પરંતુ આ બ્રિજની લંબાઈ 92 મીટરની હોવાથી આ બ્રીજના ઓપનવેવ ગર્ડરનું મેન્યુફેક્ચરિંગ કામ દિલ્હીના ફરિદાબાદમાં કરવામાં (Manufacturing of Openwave Girder in Faridabad) આવ્યું હતું, જે સ્પાનને અમદાવાદ લાવીને ફિંટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ઉનાળામાં રેલવેમાં પ્રવાસની માંગ વધુ, ટ્રેનોમાં વધારાના કોચ જોડાયા

ચાલુ રેલવે લાઈનમાં કામ કરવું ખૂબ મુશ્કેલ હતું - અમદાવાદથી વડોદરા, સુરત, મુંબઈ અને દક્ષિણ ભારતને જોડતી વ્યસ્ત ઈલેક્ટ્રીક રેલવે લાઈન હોવાથી ચાલુ રેલવે લાઇનમાં કામ કરવામાં આવતું હતું, જે ખુબ મુશ્કેલ હતું. જોકે, રેલવે વિભાગ દ્વારા ટ્રેન પર કોઈ નુકસાન ન થાય. તે પ્રમાણ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ હવે જુલાઈ મહિનામાં વાહનોની અવરજવર માટે ખૂલ્લો મુકવામાં આવશે.

Last Updated : May 23, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.