- નાણાં પ્રધાને વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું
- બજેટમાં આરોગ્ય અને પર્યાવરણલક્ષી કામગીરીને ભાર અપાયો
- મહિલાઓ માટે કોઇ વિશિષ્ટ બજેટ નહીં
અમદાવાદ : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં આરોગ્ય અને ઇન્ડસ્ટ્રીયલ સાથે જ અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ મહિલાઓ માટે અલગથી કોઇપણ પ્રકારનું બજેટ રજૂ નહીં કરાતા મહિલાઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે. આ સાથે સિનિયર સિટિઝનને 75 વર્ષ બાદ આવકવેરા રિટર્ન ભરવામાંથી આપવામાં મુક્તિ આપવામાં આવી છે. ત્યારે તે સામાન્ય લોકો માટે અસરકારક નીવડી શકે છે, તેવું પણ મહિલાઓનું માનવું છે.
હોમલોનના વ્યાજ માફીની જાહેરાત
પ્રથમ મહિલા સીતારમને પોતાની બજેટ સ્પિચ દરમિયાન હોમ લોનના વ્યાજ દરની એક વર્ષ માટે માફી આપવામાં આવશે. તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી સામાન્ય પરિવારના લોકો કે જેમને મકાન ખરીદવું છે, તેમના માટે અસરકારક નીવડી શકે છે.