ETV Bharat / city

'નારી ગૌરવ' દિવસ તો ઉજવ્યો ! પરંતુ શું મહિલાઓ છે સુરક્ષિત ?

ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં મહિલાઓને સમર્પિત 'નારી ગૌરવ' દિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. આજે વિજ્ઞાન, રમત-ગમત, બિઝનેસ, સુરક્ષા તમામ ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે, આમ છત્તા સમાજમાં નારીને તેનું યોગ્ય સ્થાન મળતું નથી.

'નારી ગૌરવ' દિવસ તો ઉજવ્યો ! પરંતુ શું મહિલાઓ છે સુરક્ષિત ?
'નારી ગૌરવ' દિવસ તો ઉજવ્યો ! પરંતુ શું મહિલાઓ છે સુરક્ષિત ?
author img

By

Published : Aug 5, 2021, 11:05 PM IST

Updated : Aug 6, 2021, 8:03 PM IST

  • ગુજરાત સરકારે ઉજવ્યો 'નારી ગૌરવ' દિવસ
  • નારી ઉત્કર્ષમાં સરકાર પ્રયત્નશીલ
  • 10 માંથી 05 મહિલાઓનું કામના સ્થળે શારીરિક શોષણ

અમદાવાદ: ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં મહિલાઓને સમર્પિત 'નારી ગૌરવ' દિવસ પણ ઉજવ્યો હતો. આજે સમાજમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. વિજ્ઞાન, રમત-ગમત, બિઝનેસ, સુરક્ષા તમામ ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી 6 મહિલાઓએ ભાગ લીધો હતો. આમ છતાં સમાજમાં નારીને તેનું યોગ્ય સ્થાન મળતું નથી.

'નારી ગૌરવ' દિવસ તો ઉજવ્યો ! પરંતુ શું મહિલાઓ છે સુરક્ષિત ?

આ પણ વાંચો- #JeeneDo: દિકરીઓ સાથે દરિંદગીની એ ઘટનાઓ, જેનાથી દેશ હચમચી ગયો હતો

'નારી ગૌરવ' દિવસે સરકારે શું કહ્યું ?

સરકાર મહિલા ઉત્કર્ષને લઈને પોતાનાથી બનતા કાર્ય કરી રહી છે. ગુજરાત મહિલાઓને સમૂહ ધિરાણ, મહિલા સુરક્ષા માટે અભય હેલ્પલાઇન, મહિલા પોલીસકર્મી, મહિલા શિક્ષણ વગેરેમાં અગ્રેસર રહ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 2022 પહેલા રાજ્યની 10 લાખ મહિલાઓને મહિલા ઉત્કર્ષ યોજનામાં જોડીને 1 હજાર કરોડનું વિના વ્યાજે ધિરાણ આપવાનું નક્કી કર્યું છે. જેથી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને.

મહિલા ગ્રુપની એક લાખ મહિલાઓને 140 કરોડનું વગર વ્યાજે ધિરાણ અપાયું

સરકારી આંકડા પ્રમાણે "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" હેઠળ 14 હજાર મહિલા ગ્રુપની એક લાખ મહિલાઓને 140 કરોડનું વગર વ્યાજે ધિરાણ અપાયું છે. ગુજરાતમાં 2002માં અલાયદો મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ થયો હતો. જેનું તે વખતનું બજેટ 456 કરોડ હતું, આજે 3511 કરોડનું બજેટ છે.

મહિલાઓ વિવિધ માટે યોજનાઓ ચલાવવામાં આવે છે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત રાખવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે વહાલી દિકરી યોજના, મહિલા ઉત્કર્ષ યોજના, ગંગા સ્વરૂપ યોજના જેવી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો- #JeeneDo: ઘણી લાંબી સૂચિ છે દુષ્કર્મ અને મહિલાઓ પર નિવેદન આપનારાઓની

શું ખરેખર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તે અંગે લેવાયા મહિલાઓના મંતવ્ય

વડોદરા ખાતે મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યું હતું કે, મહિલાઓને પુરુષ સમોવડી નહીં, પરંતુ પુરુષ કરતા વધુ શક્તિશાળી બનાવીએ. ત્યારે શું ખરેખર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તે મુદ્દે ETV Bharat એ ગુજરાતની અગ્રગણ્ય મહિલાઓ સાથે પણ વાત કરી હતી. તેમના મંતવ્ય અને સરકારના મંતવ્ય બિલકુલ ભિન્ન જણાયા હતા. આવો જાણીએ તેઓ શું અનુભવે છે ?

મહિલાઓ સામે જાતીય હિંસા વધી

મહિલા અગ્રણી રૂઝાન ખંભાતાએ ETV Bharatને જણાવ્યું હતું કે, સરકાર ભલે મહિલા ગૌરવ દિવસ ઉજવે, પરંતુ તેમને કોઈ ગૌરવનો અનુભવ થતો નથી. આ ઉજવણીમાં શેનું ગૌરવ લેવું જોઇએ ? કોરોના કાળમાં મહિલાઓની સાથે 60 ટકા ઘરેલુ હિંસા વધી છે. 2014માં ભારતમાં દર 30 મિનિટમાં એક રેપ કેસ નોંધાયો હતો. જે 2020માં વધીને 8 કેસ થયા છે. ગુજરાતમાં 2014માં દિવસમાં એક પણ રેપ કેસ નોંધાતો ન હતો, જ્યારે 2020 ગુજરાતમાં દિવસના 8 રેપ કેસ નોંધાયા હતા. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ - POCSO એકટ 2012 અંતર્ગત કેસ વધી રહ્યા છે. જે મોટે ભાગે બાળકીઓ સામે છે. જેમાંથી ફક્ત બેથી અઢી ટકા લોકોને જ સજા થઈ રહી છે.

સેલ્ફ ડિફેન્સ કેવી રીતે ?

મહિલાઓ સામે થતા અત્યાચારો રોકવા તેમને સેલ્ફ ડિફેન્સ શીખવાની સલાહ અપાય છે, પરંતુ રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે, જ્યારે નાની બાળકી કે મહિલા પર ત્રણ-ચાર વ્યક્તિઓ જાતીય હુમલો કરે તો તે સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરી શકે ? સરકાર કાયદા બનાવે છે, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ થતું નથી. ઓલમ્પિકમાં મેડલ લાવનાર દીકરીઓ અનેક તકલીફ વેઠીને આગળ આવી છે.

60 લાખની વસ્તી ધરાવતા શહેરમાં ફક્ત બે મહિલા પોલીસ સ્ટેશન

મહિલાઓ માટે સામાજિક સંસ્થા ચલાવતા અને સામાજિક કાર્યકર્તા મીનાક્ષી જોશીએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જ્યારે લાખો લોકો મૃત્યુ પામ્યા હોય, ત્યારે ગૌરવ દિવસ ઉજવવો યોગ્ય નથી. ગુજરાત સરકાર ઘરેલુ હિંસા ધારા - 2005 માટે પ્રોટેક્શન ઓફિસર્સની નિયુક્તિ કરી શકતી નથી. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એકટ-2013 પ્રમાણે દરેક કામની જગ્યાએ ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી બનાવવી જોઈએ, જે બનતી નથી.

વિશ્વમાં કામના સ્થળોએ દર 10 મહિલામાંથી પાંચ મહિલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બને છે

અમદાવાદ જેવા મોટા શહેરમાં ફક્ત બે મહિલા પોલીસ સ્ટેશન આવેલા છે. રાજ્યમાં દરરોજ એક રેપની ઘટના તો નોંધાય જ છે. તાજેતરમાં જ દાહોદમાં એક મહિલા સાથે સરેઆમ જાતીય હિંસા આચરવામાં આવી. યુનાઇટેડ નેશન્સની મહિલા શાખા દર વર્ષે 8 માર્ચના રોજ અહેવાલ બહાર પાડે છે. તેમાં જણાવ્યું છે કે, વિશ્વમાં કામના સ્થળોએ દર 10 મહિલામાંથી પાંચ મહિલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બને છે. જેમાંથી ભારત કે ગુજરાત બાકાત નથી.

દરરોજ 10 મહિલાઓના ફોન મદદ મેળવવા આવે છે

મીનાક્ષી જોશીએ જણાવ્યું હતું કે, સમાજમાં લોકોએ પોતાનો વિચાર બદલવાની જરૂર છે. દરરોજ તેમની સંસ્થાને મહિલાઓના દસ ફોન કોલ હેરેસમેન્ટના આવતા જ હોય છે. મૂડીવાદી વ્યવસ્થાએ મહિલાઓને એક વસ્તુ બનાવીને મૂકી દીધી છે. તેમને અભદ્ર રીતે રજૂ કરાય છે. 2022ની ચૂંટણી જ્યારે નજીકમાં છે, ત્યારે સરકાર મહિલાઓને આકર્ષવા આ પ્રમાણે આયોજન કરી રહી છે, પરંતુ સત્ય તો એ છે કે અમદાવાદમાં રાત્રિના સમયે મહિલાઓ એકલી બહાર નીકળી શકતી નથી. દારૂબંધી ફક્ત કાગળ પર જ છે. સામાજિક અને કૌટુંબિક માળખામાં પણ મહિલાઓનું જાતિય અને માનસિક શોષણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો- #JeeneDo: ગુજરાતમાં 3 વર્ષમાં મહિલા અત્યાચારના 25,261 ગુનાઓ નોંધાયા, 4454 ગુનાઓ સાથે અમદાવાદ મોખરે

સમાજમાં મહિલાઓ હજુ પણ નીચા પાયદાને

સામાજીક આગેવાન અને ગૃહિણી સેજલ પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓના કાર્યને ગૌરવ નથી. જો તે પોતાની મહેનતથી આગળ વધે તો પણ તેની પર ચિત્ર-વિચિત્ર આક્ષેપ મૂકવામાં આવે છે. મહિલાઓ માટેની યોજનાઓના ફંડ તેમના સુધી પૂરું પહોંચતું નથી. મહિલાઓએ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. સમાજ હજુ પણ પુત્રીના જન્મને વધાવતું નથી.

Last Updated : Aug 6, 2021, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.