ETV Bharat / city

ગુજરાતમાં અનલોક-2, શું છૂટછાટ આવશે?

author img

By

Published : Jun 27, 2020, 7:06 PM IST

Updated : Jun 27, 2020, 8:25 PM IST

ગુજરાતમાં અનલોક-1 30 જૂને પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે અનલોક-2માં રાજ્ય સરકાર શું છૂટછાટ અપાઈ શકે છે તેના પર સૌની નજર મંડાયેલી છે, આવો જાણીએ ETV ભારત સ્પેશિયલ રિપોર્ટમાં...

ગુજરાતમાં unlock-2 શું છૂટછાટ આવશે?
ગુજરાતમાં unlock-2 શું છૂટછાટ આવશે?

અમદાવાદઃ ગુજરાતમાં અનલોક-1માં સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહે છે અને ત્યારબાદ નવ વાગ્યાથી કર્ફયૂ લાદી દેવામાં આવે છે, તેને સ્થાને અનલોક-2માં વેપાર-ધંધા દુકાનો સાંજે દસ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે અને રાત્રે અગિયાર વાગ્યાથી કર્ફ્યૂનો અમલ કરાશે.

તેમ જ અનલોક-2માં સિનેમા થિયેટરો પણ ખુલી જશે, સિનેમા થિયેટરોમાં છેલ્લો શો 9:00 પૂરો થાય તે રીતની પરવાનગી આપવામાં આવશે. તમામ શો છૂટયાં પછી સિનેમાહોલને સેનેટાઈઝર કરવાની અને બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તેવી શરતોએ સિનેમા અને થિયેટરો ખુલી શકે છે.

ગુજરાતમાં unlock-2 શું છૂટછાટ આવશે?
અનલોક-2માં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ શરૂ થશે પણ તેમાં મેદાન પર દર્શકો નહીં હોય. જીમ અને ગાર્ડન ખુલી જશે. ડોમેસ્ટિક ફ્લાઇટો તો શરૂ થઈ ગઈ છે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ 15 જુલાઈ પછી શરૂ થાય તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.એએમટીએસ, બીઆરટીએસ અને એસટી બસ ટ્રાન્સપોર્ટેશન રાત્રિના દસ વાગ્યા સુધી ચાલુ રખાય તેવી છૂટ રાજ્ય સરકાર આપશે.જોકે ગુજરાત સરકાર સ્વિમિંગ પૂલ ખોલવાની મંજૂરી નહીં આપે. શાળાઓ સકૂલો કોલેજ 15 ઓગસ્ટ સુધી ખોલવામાં આવશે નહીં. ત્યારબાદ કોરોનાની સ્થિતિ જોઈને સરકાર નિર્ણય લઈ શકે છે. જોકે એક સર્વેમાં કહેવાયું છે કે ઓક્ટોબર સુધી શાળા-કોલેજો ખુલશે નહીં. તેમજ ટ્રેન પણ 15 મી ઓગસ્ટ સુધી શરૂ થઈ શકશે નહીં. હાલ જે કેટલી સ્પેશિયલ ટ્રેનો ચાલે છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે.
અમદાવાદથી બ્યૂરો ચીફ ભરત પંચાલનો વિશેષ અહેવાલ

Last Updated : Jun 27, 2020, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.