- કોરોનાના વધતા કેસ અંગે ગુજરાત ચેમ્બરે ચિંતા વ્યક્ત કરી
- મહાજન અને સભ્યો દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા
- સૌ કોઈ સ્વયં શિસ્તનું પાલન કરે તેવો કર્યો અનુરોધ
અમદાવાદ- શહેરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મહાજનો અને ચેમ્બરના હોદ્દેદારોની એક વર્ચ્યુઅલ સભા મળી હતી. જેમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસ જે પ્રમાણે વધી રહ્યા છે, તે અંગે ચિંતા વ્યકત કરી હતી. અને મહાજન દ્વારા કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, જેનો ચુસ્ત અમલ કરવા વેપારીઓને અનુરોધ કરાયો છે. તેમજ કોરોના વિસ્ફોટ રોકવા માટે રાત્રિ કર્ફ્યુ લગાવવા માટે પણ વેપારના પ્રતિનિધિઓએ સુચન કર્યું હતું.
કોવિડ-19 માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરીએઃ ચેમ્બર
ગુજરાત ચેમ્બર દ્વારા જણાવ્યું છે કે તહેવારો દરમિયાન કોવિડ-19નું સંક્રમણ વધ્યું છે, અને તેને નિયંત્રણમાં લાવવા માટે આપણે સૌએ સ્વયં શિસ્ત પાળી પ્રયત્નો કરવા પડશે. આ બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોએ આ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે તેને ટેકો આપવો અને સભ્યોએ પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ કરાવી અને તેમને કોવિડ-19 અંગેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી સ્વીકારી હતી.
ઉદ્યોગો તેમજ વેપારીઓ દ્વારા સૂચનો:
(1) ઉદ્યોગોએ સ્વૈચ્છિક રીતે માત્ર 33 ટકાથી 50 ટકા કામદારો સાથે કામ કરવું જોઈએ.
(2) મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સહયોગ કરીને ટેસ્ટિંગ સેન્ટર માટે એસોસિએશન અને મહાજનની ઓફિસ જ્યાં શકય છે ત્યાં જગ્યા આપી ટેસ્ટિંગની ફેસીલીટી માટે સહકાર આપવો.
(3) કાર્યક્ષત્રની અંદર- સામાજિક અંતર જાળવીએ, સેનિટેશન જાળવીએ અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરીએ.
વેપારના પ્રતિનિધિઓ તરફથી સુચનો
(1) રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફયૂ લગાવવો.
(2) વિસ્તાર અને વેપાર પ્રમાણે કામકાજ ચાલુ રાખવાનો સમય નક્કી કરી શકાય.
(3) દુકાનો અને બજારોમાં ભીડ ભેગી ન થાય તથા સોશિયલ ગેંધરીગ શકય તેટલું ઓછુ થાય તે માટે મહાજન જવાબદારી ઉઠાવે.
(4) બધા જ મુખ્ય બજારોમાં તકેદારીના પગલાઓ દર્શાવતા પોસ્ટર અને પરિપત્રો મુકવા.
(5) કામદારોની સંખ્યા 50 ટકા જેટલી રાખી શકાય, જેથી એક બાજુ ધંધાને નુકસાન ન થાય અને બીજી બાજુ સંક્રમણને નાથી શકાય.
(6) સરકાર દ્વારા વખતોવખતના પ્રવર્તમાન નિયમો કોવિડ-19ની તકેદારી માટે ખૂબ મહત્વના છે, તેનું શબ્દશઃ પાલન કરી સહકાર આપીએ.