ETV Bharat / city

નવી ટીમના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાશે ખરી? જાણો તમામ સમીકરણ… - શપથગ્રહણ

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથગ્રહણ કરી લીધા છે અને ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે. બે પ્રધાન કિરીટસિંહ રાણા અને રાઘવજી પટેલ સિનિયર નેતા છે અને તેઓ અગાઉની સરકારોમાં પ્રધાનપદે રહી ચૂક્યા છે. અન્યથા આખી ટીમ નવી છે. નવી ટીમના નેતૃત્વમાં 2022ના ડીસેમ્બરમાં આવનારી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી કેવી રીતે જીતાશે? તે વિષયને લઈને ETV Bharatનો વિશેષ અહેવાલ…

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ કેટલી સજ્જ
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ કેટલી સજ્જ
author img

By

Published : Sep 16, 2021, 9:56 PM IST

  • ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ કેટલી સજ્જ
  • વિધાનસભાની ચૂંટણી જીતવી નવો પડકાર હશે
  • પ્રજાલક્ષી કામો કરવા પડશે

અમદાવાદ- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 10 કેબિનટ પ્રધાન, 5 સ્વતંત્ર હવાલો ધરાવતાં પ્રધાન અને 9 રાજ્યકક્ષાના પ્રધાન સાથેના પ્રધાનમંડળે આજે બપોરે 1.30 વાગ્યે શપથ ગ્રહણ કર્યા છે અને સાંજે 4.30 વાગ્યે પહેલી કેબિનેટની બેઠક પછી ખાતાની ફાળવણી થઈ ગઈ છે.

નવી ટીમને સરકાર ચલાવવાનો કોઈ જ અનુભવ નથી

નવા મુખ્યપ્રધાનની નવી ટીમ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કામ કરશે. ડીસેમ્બર 2022માં આવનારી ચૂંટણી આડે હવે 14 મહિનાનો સમય બાકી છે પણ હવે સવાલ એ છે કે, નવી ટીમને સરકાર ચલાવવાનો કોઈ જ અનુભવ નથી, તેમણે સરકારી અધિકારીઓ અને સચિવોના ભરોસે અને વિશ્વાસે ચાલવું પડશે. બીજી તરફ નવી ટીમે હવે પ્રજાલક્ષી કામ કરવા પડશે, પ્રજા વચ્ચે રહેવું પડશે. પ્રજાના પ્રશ્નોને સાંભળવા પડશે, પ્રજાને પસંદ પડે તેવા પગલા લેવા પડશે. લોકપ્રિય બજેટ આપવું પડશે અને તમામ પ્રધાનોએ સપ્તાહના ત્રણ દિવસ પ્રજાને મળવા માટે ફાળવવા પડશે, આ બધુ જો નવી ટીમ અપનાવે અને તેને અમલમાં મુકે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવી શકાય તેમ છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

પાટીલની ‘નો રીપીટ થીયરી’ સફળ થશે?

રાજકારણમાં કાંઈ શાશ્વત નથી હોતું. તેમ રાતોરાત રૂપાણી સરકારનો સત્તા પલટો થઈ ગયો અને ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી ગઈ. ભાજપ મોવડી મંડળે જોરદાર દાવ રમ્યા છે, ‘નો રીપીટ થિયરી’ને અમલમાં મુકીને તે કેટલી સફળ થશે તે તો હાલ કહેવું વહેલું ગણાશે પણ મોદી અને શાહની જોડીએ પાટીલનો સાથ લઈને ગુજરાતમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. આખીને આખી ટીમ બદલી નાંખવી, તે કાંઈ નાની સુની વાત નથી. બહુ મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

હવે સિનિયર પ્રધાનો શું કરશે? રૂપાણીની ઉજવણીનું શું?

હાલ તો સિનિયર નેતાઓ ઘરભેગા થઈ ગયા છે. રૂપાણી કેબિનેટના પ્રધાનો કયાંય નથી, તેઓ હવે શું કરશે? બધા એક જ સવાલ પુછે છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ જેવા ખૂબ સિનિયર નેતાઓ શું કરશે? સંગઠનમાં કામ કેવી રીતે કરશે? તેમની પાસે હાલ કોઈ જ હોદ્દો નથી, પ્રજા પાસે કેવી રીતે જશે? તેઓને રાતોરાત નીચે ઉતારી દેવાયા છે, તેઓ તેમના મત વિસ્તારમાં જઈને શું કરશે? મત વિસ્તારના લોકોને શું કહેશે? આવા અનેક સવાલો છે. અરે પ્રજા પુછી રહી છે કે, રૂપાણી સરકાર યોગ્ય ન હતી, કામ નહોતી કરતી અને નિષ્ફળ હતી તો પછી પાંચ વર્ષની ઉજવણી શા માટે કરી? પ્રજાના પૈસાનો વેડફાટ કેમ કર્યો?

સિનિયર નેતામાં કચવાટ છે, પણ કોઈ બોલી શકતું નથી

કોઈનામાંય વિરોધ કરવાની શક્તિ જ નથી. કોઈ ભાજપ મોવડીમંડળ વિરુદ્ધ બોલવા તૈયાર નથી. બધા જ અંદરોઅંદર મનોમન કચવાટ અનુભવે છે, પણ કોઈ બોલી શકે તેમ નથી. રાતોરાત હાથમાંથી સત્તા જતી રહી છે, સિનિયર નેતાઓ છેલ્લા છ દિવસથી હસતા મોએ ફરી રહ્યા છે. સચિવાલયમાંથી ઓફિસ ખાલી કરવી અને પ્રધાનોનું આવાસ ખાલી કરવું એ મોભાનો ત્યાગ બહુ મોટું અઘરું કામ છે અને એ સિનિયર નેતાઓએ કરવું પડશે.

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ

શંકરસિંહ વાઘેલાનું એક ટ્વીટ પોરસ ચઢાવે તેવું છે

શંકરસિંહ બાપુએ આજે એક ટ્વીટ કરીને જૂની ટીમને લલકારવા માટે પોરસ ચઢાવ્યું હતુ. ટ્વીટમાં લખ્યું છે કે ‘આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. આદર્શ અને સ્વાભિમાન પર જ્યારે આંચ આવે ત્યારે પોતાના જ પરિવારના કૌરવો સામે લડવું યોગ્ય ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ ફકત સ્વાભિમાનની રક્ષા માટે નથી પણ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે અર્જુને નિસંકોચ યુદ્ધ કરવું જ પડશે.’ આ ટ્વીટ વાંચીને કોને પોરસ ચઢે છે તે હવે પછીનો સમય કહેશે? કોણ બળવો કરવા આગળ આવે છે. રાજકારણમાં બધુ જ શક્ય છે, અગાઉ આપણે બધાએ જોયું છે કે, આખી પાર્ટીઓ બદલાઈ જાય છે. બીજા પક્ષની સરકાર પણ રચાઈ જાય છે. એક બેઠક માટે બહુમતી મેળવી શકાતી નથી અને મેળવીને સત્તા પર પણ આવી જવાય છે. આ તો રાજનીતિ છે.

રૂપાણી સરકારની નિષ્ફળતાની ગાથા

વિજય રૂપાણી સરકાર કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય ક્ષેત્રે કથળેલી સ્થિતિને મેનેજ ન કરી શકી અને સિવિલ હોસ્પિટલમાં મિસ મેનેજમેન્ટ, 108ની 24થી 48 કલાક સુધીનું વેઈટિંગ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, ખાનગી હોસ્ટિપટલોએ પ્રજાને લૂંટી છે, આ બધા કિસ્સામાં પ્રજા રૂપાણી સરકારની કામગીરીને લઈને રોષે ભરાયેલી હતી. જો કે, આ ડેમેજ કન્ટ્રોલને ખાળવા માટે જ નવા મુખ્યપ્રધાન અને નવી જ ટીમ બનાવી દીધી છે. લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો આખો પ્લાન હોય તેમ દેખાઈ રહ્યું છે. બીજી તરફ રૂપાણી સરકારના સિનિયર પ્રધાનો પ્રજાલક્ષી કામ કરતાં ન હતા, પ્રજા વચ્ચે રહેવું અને પ્રજાની મુશ્કેલીઓને સાંભળવી, તે થતું ન હતું. રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે મનમેળ ન હતો તેમજ રૂપાણી અને પાટીલ વચ્ચે મનમેળ ન હતો. આવી રીતે સરકાર ચાલતી હતી. આ બધા ઈનપુટ ભાજપ મોવડીમંડળ સમક્ષ ગયા છે અને તેમણે નક્કી કરી નાંખ્યું કે સિનિયરોની બાદબાકી કરો અને નવી ટીમ ઉભી કરો.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

ભૂપેન્દ્ર પટેલની ટીમ કે સી. આર. પાટીલની ટીમ?

ગુજરાત વિધાનસભાની ડીસેમ્બર 2022માં ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપે ખૂબ મોટો દાવ ખેલ્યો છે. સામે આમ આદમી પાર્ટી જોરદાર રીતે તૈયારી કરીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા માટે કમર કસી રહી છે. તેને જરાય હળવાશથી લેવાની જરૂર નથી. પણ ભાજપે આખી નવી ટીમ ઉભી કરીને નવેસરથી દાવ ખેલવા માટે ચોસર પાથરી છે. આજે સોગઠા પણ ગોઠવાઈ ગયા છે. હવે ભૂપેન્દ્ર પટેલ રમશે કે સી. આર. પાટીલ રમશે. આનો કહેવાનો અર્થ એ છે કે, આ ભૂપેન્દ્ર પટેલની ટીમ કહેવાશે કે પાટીલની ટીમ કહેવાશે?

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV Bharat ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.