ETV Bharat / city

ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ, રાજ્યસભા ચૂંટણી બાદ થઇ શકે નવાજૂની? - Congressional office bearers

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) વર્ષમાં ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. તેથી જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સામે હવે આંગળી ચીંધાઇ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી (Gujarat Congress Incharge) ડો રઘુ શર્માથી કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ, શું રાજ્યસભા ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસને મળી શકશે નવા પ્રભારી

author img

By

Published : Jun 7, 2022, 9:55 PM IST

અમદાવાદ: એક તરફ રાજ્યસભા (Rajya Sabha elections) અને બીજી તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) બ્યૂગલો વાગી ચૂક્યા છે. તેવામાં નેતાઓની પક્ષબદલીની સિઝન પણ જામી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ(Gujarat Congress Incharge annoyed) થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી આદિવાસીઓની રક્ષા માટે દાહોદ આવ્યા: રઘુ શર્મા

રઘુ શર્માની કામગીરી પર કોંગ્રેસ હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી - ગુજરાત કોંગેસની પરિસ્થિતf(Situation of Gujarat Congress) એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. જેના કારણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને કોંગ્રેસ હાઇકમાન્ડ હટાવી શકે છે. પ્રભારી રઘુ શર્માથી કોંગ્રેસ હાઇકમાન્ડ ભારે નારાજ જોવા મળી રહી છે. આ સમયગાળામાં ગુજરાતના મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા(Congress Leaders are leaving) છે. જેના પરિણામે રઘુ શર્માની કામગીરી પર કોંગ્રેસ હાઇકમાન્ડે ગંભીર નોંધ(Congress High Command took serious note) લીધી છે. રઘુ શર્માના કાર્યકાળમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પક્ષ છોડ્યો છે.

રઘુ શર્મા પ્રભારી બન્યા બાદ ડઝન જેટલા નેતાઓ કોંગ્રેસ છોડ્યું - વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્યસભાની ચૂંટણી બાદ નવા પ્રભારી તરીકે મુકુલ વાસનિકની જાહેરાત કરાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના રઘુ શર્મા પ્રભારી બન્યા બાદ ડઝન જેટલા નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા છે. એટલે કોંગ્રેસમાં ગ્રાસ રૂટથી બદલાવની જરૂર છે. હાઈકમાન્ડ પણ આ વાત જાણે છે.

આ પણ વાંચો: આગામી સમયમાં કોંગ્રેસ બેરોજગારી, મોંધવારી મુદ્દે સરકારને ઘેરશે: રઘુ શર્મા

ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ - ડો. રઘુ શર્મા પ્રભારી બન્યા બાદ હાર્દિક પટેલ, જયરાજસિંહ પરમાર, કેવલ જોષીયારા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા, દિનેશ શર્મા, શ્વેતા બ્રહ્મભટ્ટ અને મણિલાલ વાઘેલાએ પક્ષ છોડી દીધો છે. આ વાતને કોંગ્રેસ હાઇકમાન્ડ ગંભીરતાથી લઇ રહ્યું છે. કારણ કે, ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલા મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો(Congressional office bearers) પણ ભાજપમાં શામેલ થનારાંની યાદીમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.