ETV Bharat / city

પાપ છાપરે ચડીને પોકારે, મહિલાએ પોતાના જ સુહાગને પતાવી દીધો - Murder case in Ahmedabad

અમદાવાદમાં એક પત્નીએ પોતાના પતિને ગળું દબાવી હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ પતિની હત્યા કર્યા બાદ પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા. ત્યારે કેવી રીતે ખબર પડી કે પત્ની હત્યા નીપજાવી તે જાણો. Wife killed husband in Ahmedabad august 2022, murder cases Rate in Gujarat

પાપ છાપરે ચડીને પોકારે, મહિલાએ પોતાના જ સુહાગને પતાવી દીધો

author img

By

Published : Aug 26, 2022, 9:35 AM IST

અમદાવાદ કૃષ્ણનગર વિસ્તારમાં એક માથાભારે પત્નિએ ગળુ દબાવી પતિની (Wife killed husband in Krishnanagar) હત્યા કરી નાખી હોવાની ઘટના બની છે. જોકે, કોઈને શંકા ન જાય તે માટે ખોટી વાર્તા ઉભી કરી પતિએ આત્મહત્યા કરી હોવાનું પોલીસને અને પરીવારને જણાવ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે પાપ હમેશા છાપરે ચડીને પોકારે છે. તેમ આ કેસમાં પોસ્મર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે હત્યારી પત્નીની કરી ધરપકડ કરી છે. શુ છે સમગ્ર (wife killed husband news) મામલો અને કોણ છે એ મહિલા જેને પોતાના જ સુહાગને મીટાવી દીધો.

આ પણ વાંચો તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા

શું હતો સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસની કસ્ટડીમાં દેખાતી આ મહિલાનું નામ છે મંગલા દિવાકર. આ મહિલાએ પોતાના જ પતિ હત્યા કર્યા બાદ જેલમાં જવાનો વારો આવ્યો છે. આ ઘટનાની વિગતવાર વાત કરીયે તો ઠક્કરનગર વિસ્તારમાં રહેતા સુનિલ દિવાકર નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે કે, 22મી ઓગસ્ટના રોજ સાંજના સમયે ફરિયાદી ઘરે હતા, ત્યારે પત્નિએ જણાવ્યું હતું કે, અનીલભાઈના ઘરે કંઈક થયું છે, જલ્દી ચાલો. જેથી ફરિયાદી પત્નિ સાથે ભાઈ અનીલના ઘરે ગયા હતા. ત્યાં અનીલ સીડી પર પડ્યો હતો. જેથી ભાઈને ઉઠાવવાનો પ્રયાસ કરતા તે ઉઠ્યો ન હતો. તેના મોઢામાંથી લોહી નીકળતું હોવાથી 108 બોલાવતા તબીબે યુવકને મૃત જાહેર કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. ત્યાં અનીલની પત્નિ મંગલાએ પતિ અનીલે ઉપરના રૂમની બારીમાં ચાદર ભરાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી તેવી વાત કરી હતી.

કૃષ્ણનગરમા માથાભારે પત્નીએ પતિનું ગળું દબાવી હત્યા કરી

આત્મહત્યાની ખોટી વાત પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો હતો. જોકે નાના ભાઈની અંતિમવિધિ પૂરી કર્યા બાદ સુનીલ દિવાકર ઘરે આવતા ચાલીમાં રહેતા સન્ની કશ્યપ તેમજ મદનસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, 22મી ઓગસ્ટના રોજ રાતના સમયે તેઓ ચાલીના નાકે ઉભા હતા. ત્યારે અનિલ પણ ત્યાં બેઠો હતો અને તેની પત્નિ મંગલા ત્યાં બુમાબુમ કરતી આવી હતી. અનીલને લાફા મારી આજ તો તુજે પુરા કર દુંગી તેમ કહી ધક્કા મારતી ઘરે લઈ ગઈ હતી. જેથી ફરિયાદીને ભાભીએ ભાઈએ આત્મહત્યા કરી તે ખોટી વાર્તા ઉભી કરી હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકે પહોંચતા જ ફરિયાદીને જાણ થઈ હતી કે, નાના ભાઈ અનીલનું ગળુ દબાવવાથી મૃત્યુ થયું છે. તેના શરીરે મુઢ માર માર્યો હોવાની ઈજાઓ મળી આવી હોવાનું પોસમોર્ટના રિપોર્ટમાં ખુલ્યું છે. જેથી આ મામલે ભાઈની પત્નિએ રાતના સમયે ઝઘડો કરીને ભાઈની હત્યા કરી હોવાનું ધ્યાને આવતા આ મામલે કૃષ્ણનગર (Crime case in Ahmedabad) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો વિદ્યાર્થીની મોતની છલાંગ પણ પોલીસ કેસને રફેદફે કરવાના મૂડમાં

હત્યા પાછળનું કારણ આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારણ પત્નિની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક અનિલ દિવાકર અવારનવાર દારૂના નશામાં ઘરે આવતા પત્ની સાથે ઝઘડો થતો હતો. તે બાબતે કંટાળીને જ પત્ની મંગલાએ ગળું દબાવી હત્યા કરી હતી. જોકે આ ઘટનામાં મૃતક અને આરોપીના બે બાળકો નિરાધાર બન્યા છે. હાલ તો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી હત્યા પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. Wife killed husband in Ahmedabad august 2022, murder cases Rate in Gujarat, wife strangled her husband, Murder case in Ahmedabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.