ETV Bharat / city

શા માટે કોંગ્રેસમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખનું પદ નથી મળી રહ્યું ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણી ખોરંભે પડી છે. પાંચ મહિનાનો સમય વીતી ગયો તેમ છતાં હજી કોંગ્રેસ હાઈકમાન્ડ નિર્ણય લઈ શકી નથી. રાહુલ ગાંધી યુવા ચહેરાની શોધમાં છે, પણ તેમની સામે હાર્દિક પટેલ યુવા નેતા હાજર છે, પણ હાર્દિક પટેલના નામની પસંદગી કેમ થતી નથી, આમ શા માટે? વાંચો ETV Bharatનો વિશેષ અહેવાલ…

શા માટે કોંગ્રેસમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખનું પદ નથી મળી રહ્યું ?
શા માટે કોંગ્રેસમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખનું પદ નથી મળી રહ્યું ?
author img

By

Published : Jul 20, 2021, 8:22 PM IST

  • પાટીદાર નેતા હાર્દિક પટેલ યુવાઓનો ચહેરો
  • સિનિયર નેતાઓ હાર્દિકને મહત્વ આપતા નથી
  • કોંગ્રેસમાં ભારે જૂથબંધી ચાલી રહી છે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં આવી રહી છે, તે અગાઉથી ભાજપ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પણ હજી કોંગ્રેસ મગનું નામ મરી પાડતું નથી. પ્રદેશ પ્રમુખની વરણી થતી નથી અને વિપક્ષના નેતાનું નામ અંગે પણ નિર્ણય લેવાયો નથી. તો પછી ચૂંટણીની તૈયારીઓ કોણ શરૂ કરે તેવો સવાલ થાય? હાલમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે અને હાર્દિક પટેલ પ્રદેશ કાર્યકારી પ્રમુખ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે.

ચૂંટણીમાં કારમી હાર પછી પ્રમુખ અને વિપક્ષના નેતાએ રાજીનામા આપ્યા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં છ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ, તેમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ હતી. રાજ્યસભાના ઉમેવારોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ફાવી શક્યું નથી. વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી હતી, તે તમામ બેઠકો ભાજપે કબજે કરી. આમ કોંગ્રેસનું ગુજરાતમાં સાવ કંગાળ પ્રદર્શન રહ્યું છે. આ સંજોગોમાં હારની જવાબદારી સ્વીકારીને અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા છે. પણ હાઈકમાન્ડે સ્વીકાર્યા નથી. નવા પ્રમુખની જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહેશે.

શા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ નથી બનાવી રહી ?

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈને શું કોરાણે મુકાઈ ગયા છે?

બીજી તરફ પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ હીરો બની ગયો હતો, પાટીદારોનું ભારે સમર્થન મેળવીને અનામત આંદોલનથી હાર્દિક ગુજરાત નહી દેશમાં છવાઈ ગયો હતો. 2015માં પાટીદાર અનામત આંદોલનથી ભાજપની રાજ્ય સરકાર હાંફી ગઈ હતી, તે વખતના મુખ્યપ્રધાન આંનદીબહેન પટેલને રાજીનામુ આપવું પડ્યું હતું. ત્યારે હાર્દિક રાજકારણને જુઠ્ઠા લોકોનું ગણાવ્યું હતું. તે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈને કોરાણે મુકાઈ ગયા છે.

હાર્દિક પટેલ સામે અનેક કોર્ટ કેસ પેન્ડિંગ છે

હાર્દિક પટેલ પર સરકાર દ્વારા અનેક કેસો કરવામાં આવ્યા હતા. રાજદ્રોહનો ચાર્જ પણ લાગ્યો હતો. હજી કોર્ટમાં કેટલાય કેસો પેન્ડિંગ છે. કોર્ટ કેસમાં હાલ તો મુદત પડે છે, અને હાર્દિક જામીન પર બહાર છે. કોંગ્રેસનો પંજો પકડ્યો પછી હાર્દિક પટેલ રાજકારણમાં બહુ સક્રિય હોય તેવું દેખાતું નથી. અથવા હાર્દિક પટેલને કોંગ્રેસમાં રસ ન પણ હોય તેવું બની શકે. અથવા તો કોંગ્રેસની જુથબંધીને કારણે તે આગળ ન આવતો હોય તેમ પણ હોઈ શકે. કોંગ્રેસમાં ઘણાબધા સીનીયર નેતાઓ છે, કે જેઓ પ્રદેશ પ્રમુખ બનવા માટે લોબીંગ કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, દીપક બાબરીયા જેવા અગ્રણી નેતાઓ લાઈનમાં છે.

દિલ્હીમાં અધ્યક્ષનો મામલો ગૂંચવાયેલો છે

બીજી તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હવે યુવાનોને તક આપવા માંગે છે. તાજેતરમા જ ભરતસિંહ સોલંકી બે દિવસ દિલ્હી જઈને આવ્યા, ત્યારે તેમણે પ્રદેશ પ્રમુખ અંગે લોબીંગ કર્યું હતું, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કોઈ નિર્ણય લીધો જ નથી. હા કોંગ્રેસમાં જ હૂંસાતૂંસી હોય તો તે કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકે. દિલ્હીમાં જ કોંગ્રેસના અધ્યક્ષ નિમવાનો મામલો કેટલાય વખતથી પેન્ડિંગ છે, સોનિયા ગાંધી તે મામલે નિર્ણય લઈ શક્યા નથી. કોંગ્રેસના સીનિયર નેતાઓમાં જ ભારોભાર અસંતોષ પ્રવર્તી રહ્યા છે. તો પછી રાજ્ય તરફ કોણ ધ્યાન આપે?

અહેમદ પટેલના અવસાન પછી દિલ્હી વચ્ચે અંતર વધ્યું

હા… ગુજરાત અને દિલ્હી વચ્ચેનું અંતર ઓછુ કરવા માટે અત્યાર સુધી સોનિયા ગાંધીના સલાહકાર અને રાજકારણના ચાણક્ય અહેમદ પટેલ હતા, તેમના અવસાન પછી આ જગ્યા ખાલી રહી છે. જેથી દિલ્હી અને ગુજરાત વચ્ચે મોટો ગેપ પડ્યો છે. દિલ્હી જઈને કોણ સાચુ ચિત્ર રજૂ કરે તે સવાલ છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વચ્ચે પણ વિશ્વાસની મોટી ખાઈ ઉભી થઈ છે, જે પુરવા માટે સક્ષમ નેતા નથી. ગુજરાત કોંગ્રેસને સબળ નેતૃત્વની જરૂર છે. બીજુ ગુજરાત પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ હતા, તેમનું પણ અવસાન થયું છે, જે પછી પ્રભારીની જગ્યા પણ ખાલી છે. પહેલા પ્રભારીની નિમણુંક થશે પછી પ્રદેશ પ્રમુખનું નામ નક્કી થશે, એમ કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

કોંગ્રેસને કેવો નેતા જોઈએ છે?

ગુજરાત કોંગ્રેસને યુવા નેતા જોઈએ છે, જે બધાને સાથે લઈને ચાલે અને કાર્યકરોમાં નવું જોમ ભરી શકે, યોગ્ય રીતે ચૂંટણી પ્રચાર કરી શકે. તમામ યુવા નેતા અને કાર્યકરોને તક આપે. બુથ લેવલ સુધી જઈને માઈક્રો પ્રચાર કરી શકે. ભાજપ અને આમ આદમી પાર્ટી સામે બાથ ભીડી શકે. ભાજપ સરકારની નીતિઓનો યોગ્ય વિરોધ કરી શકે અને સાચી વાત પ્રજા સુધી પહોંચાડી શકે. આવો નેતા કોંગ્રેસને મળે તો કોંગ્રેસ ફરીથી બેઠી થઈ શકે છે.

હાર્દિક પટેલની અવગણના થઈ રહી છે

હાર્દિક પટેલ કાર્યકારી પ્રમુખ છે, તેઓ યુવાઓનો એક ચહેરો છે, આંદોલનનો અનુભવ છે. પ્રજામાં તે માનીતો છે. પાટીદાર નેતા પણ છે. જેથી તે સ્વસ્વીકૃત બની શકે તેમ છે. પણ કોણ જાણે કોંગ્રેસમાં હાર્દિક પટેલની અવગણના થઈ રહી છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના સીનીયર નેતાઓ દ્વારા હાર્દિક પટેલને બહુમાન આપી રહ્યા નથી. જુથબંધીને કારણે હાર્દિક પટેલ કોરાણે મુકાઈ ગયો છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે હાર્દિક પટેલ સામે કોર્ટમાં અનેક કેસો પેન્ડિંગ છે, જેને કારણે તેને કોંગ્રેસ હાઈકમાન્ડ મહત્વની જવાબદારી સોંપતી નથી.

રાહુલ ગાંધીએ હાર્દિકને લોકસભા સાંસદ બનાવવાનું કહ્યું હતું

2019માં રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં રાહુલે કહ્યું હતું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે, તેમનું વચન હતું, પણ તેમને ટિકીટ આપવામાં આવી નથી. કોર્ટે કેસો અને પોલીસ કેસને કારણે તેઓ લોકસભાની ચૂંટણી લડી શકયા ન હતા. ત્યારે હાર્દિક પટેલે ચૂંટણી પ્રચારનું મન બનાવી લીધું હતું. આ વાત અત્યારે એટલા માટે યાદ કરવી પડી કે હાર્દિક પટેલને તે વખતે લોકસભામાં લઈ જવાની વાત રાહુલ ગાંધીએ જ કરી હતી, અને હવે જ્યારે પ્રદેશ પ્રમુખની વરણી કરવાની છે, ત્યારે રાહુલ ગાંધી કેમ પાછા પડી રહ્યા છે? તે સવાલ હાર્દિક પટેલના ફેન્સમાં ચર્ચાઈ રહ્યો છે.

શું હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે?

પ્રદેશ કોંગ્રેસમાં એટલી બધી જુથબંધી વ્યાપી છે, કે પ્રદેશ કોંગ્રેસનો કોઈપણ કાર્યક્રમ હોય તો હાર્દિકને આમંત્રણ અપાતું નથી. આજની જ વાત કરો કે મોંઘવારીના વિરોધમાં સભા અને સાયકલ રેલીનો મોટો વિરોધ કાર્યક્રમ હતો, પણ તેમાં હાર્દિકની ગેરહાજરી હતી. અને જો આમંત્રણ અપાય અને હાર્દિક મીટિંગમાં હાજર રહે તો તે પણ રસ લેતો નથી, એવી છાપ ઉપસી છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અફવા ઉડી છે. સાચુ ખોટું ખબર નથી, હાર્દિકની ટીમના નિખિલ સવાણી કોંગ્રેસનો જોરદાર વિરોધ કરીને કૌભાંડો થતાં હોવાના આક્ષેપ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયો છે. આ જ કારણસર કોંગ્રેસ હાઈકમાન્ડ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવા પાછળ નિર્ણય લઈ શકતી નથી. હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈને પસ્તાઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

જાણો શું કહે છે રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલ…

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ બનાવવા ન જોઈએ. ગુજરાત કોંગ્રેસે વિચારવું જોઈએ કે, કયા નેતા ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત બનાવી શકે છે. અગાઉ પેટાચૂંટણીમાં હાર્દિક પટેલને કમાન સોંપવામાં આવી હતી પરંતુ તેમાં કોંગ્રેસને પરિણામ શૂન્ય જ મળ્યું હતું તો બીજી તરફ પાટીદાર આંદોલન સમયે અનેક યુવા નેતાઓ હાર્દિક પટેલના સમર્થનમાં જોડાયા હતા પરંતુ તેઓ એક બાદ એક અન્ય પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી હાર્દિક પટેલ પણ અન્ય પાર્ટીમાં જોડાય તેવી પૂરતી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમય સુધી ટકી રહે અને પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવી શકે તેવા નેતાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશની કમાન સોંપવી જોઈએ. હાર્દિક પટેલને અન્ય કમિટી અથવા તો ચૂંટણી કેમ્પેઇન કમિટીના પ્રેસિડેન્ટ એટલે કે પ્રમુખ બનાવવા જોઈએ જેથી તેઓ કેમ્પેન દરમિયાન પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવી શકે છે. હાર્દિક પટેલને મુખ્યપ્રધાન બનવાના અભરખા જોવા મળી રહ્યા છે. જેથી તેઓ ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ બનશે તો અન્ય જૂથ નારાજ થાય તેવી પણ પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે જેમાં ભરતસિંહ સોલંકી નું જૂથ પ્રબળ રહેલું છે જેથી કોંગ્રેસ હાઇકમાન્ડે તમામ પાસાને ધ્યાને રાખીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની કમાન્ડ સિનિયર અને પાર્ટીને વફાદાર રહે તેવા નેતાના હાથમાં સોંપી જોઈએ છે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.