ETV Bharat / city

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોણ બનશે મેયર? - સ્થાનિક સ્વરાજની ચૂંટણી

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 21 ફેબ્રુઆરીએ થશે. હાલ ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે. તેની સાથે રાજ્યના શહેરી વિકાસ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે કયા શહેરમાં મેયર પદ માટે અનામત અને મહિલા તેમજ કઈ જ્ઞાતિ અને જાતિના હશે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તે મુજબ જોઈએ તો છ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદે ત્રણ મહિલા હશે અને ત્યાર પછીના રોટેશન પ્રમાણે અઢી વર્ષ માટે ત્રણ મહિલા મેયર બનશે. એટલે કે છ મહાનગરપાલિકામાં આગામી પાંચ વર્ષ દરમિયાન કુલ છ મહિલાને મેયરપદની પ્રાપ્તિ થશે.

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોણ બનશે મેયર

author img

By

Published : Feb 11, 2021, 6:32 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી
  • 5 વર્ષ દરમિયાન 6 મહિલાઓ બનશે મેયર
  • મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 21 ફેબ્રુઆરીએ થશે. હાલ ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે. તેની સાથે રાજ્યના શહેરી વિકાસ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે કયા શહેરમાં મેયર પદ માટે અનામત અને મહિલા તેમજ કઈ જ્ઞાતિ અને જાતિના હશે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તે મુજબ જોઈએ તો છ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદે ત્રણ મહિલા હશે અને ત્યાર પછીના રોટેશન પ્રમાણે અઢી વર્ષ માટે ત્રણ મહિલા મેયર બનશે. એટલે કે છ મહાનગરપાલિકામાં આગામી પાંચ વર્ષ દરમિયાન કુલ છ મહિલાને મેયરપદની પ્રાપ્તિ થશે.

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડમાં 192 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાંથી 21 બેઠકો અનુસુચિત જાતિના ઉમેદવારો માટે અનામત રખાઈ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ શિડ્યુલ કાસ્ટ(SC)ના મેયર હશે અને ત્યાર પછીના અઢી વર્ષ મહિલા મેયર બનશે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર પદ જનરલ કેટેગરીની રહેવાની શકયતા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજથી 24 વર્ષ પહેલા એટલે કે 1997માં અનુસુચિત જાતિના મેયર લાલજીભાઈ પરમાર બન્યા હતા. હવે 24 વર્ષ પછી અમદાવાદમાં SC મેયર ઉમેદવાર બનશે. ભાજપમાંથી SCના 21 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, તેમાંથી મેયરની પસંદગી કરવાની આવશે. જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે જો ભાજપ જીતે તો ખોખરા વોર્ડના ચેતન મહેશભાઈ પરમાર અને વાસણા વોર્ડના હિમાંશું કે વાળાના નામ મેયરપદ માટે ચર્ચામાં છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેશભાઈ બારોટનું નામ ચર્ચામાં છે.

સુરત

એવી જ રીતે સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર આવશે, ત્યાર પછીના અઢી વર્ષ માટે જનરલ પુરુષ ઉમેદવાર હશે. સુત્રોના કહેવા પ્રમાણે જો ભાજપની જીત થાય તો દર્શિની કોઠિયાનું નામ પ્રથમ હરોળમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રુપાણી સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. પ્રદેશ સંગઠનમાં સારુ કામ કરી ચુક્યા છે અને સુરત મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી છે. દર્શિની કોઠિયા મેયર પદના મજબૂત દાવેદાર છે અને તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. મેયર પદ માટે બીજુ નામ હેમાલી બોઘાવાલાનું છે, જેઓ પ્રોપર સુરતી છે અને જીએસઆરટીસીમાં ડિરેક્ટર છે, તેમણે પણ સંગઠનમાં સારું કામ કર્યું છે.

વડોદરા

વડોદરામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી ઉમેદવાર મેયર બનશે અને ત્યાર પછીના અઢી વર્ષ મહિલા ઉમેદવાર મેયર બનશે. જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે ભાજપમાંથી વોર્ડ નંબર 3ના પરાક્રમસિંહ જાડેજાનું નામ પ્રથમ હરોળમાં છે. ત્યાર પછી મેયરપદના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 6ના ઉમેદવાર શીતલ મિસ્ત્રીનું નામ છે, જેમણે કોરોના સમયે સફળ કામગીરી કરી હતી. ત્યાર બાદ વોર્ડ નંબર 17ના ઉમેદવાર શૈલેશ પાટીલનું નામ ચર્ચામાં છે, તેઓ સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલના સંબધી છે. પાટીદાર ફેક્ટરને જો આગળ કરાય તો સતીશ પટેલ અને ડૉ.હિતેન્દ્ર પટેલના નામ ચર્ચાઈ રહ્યાં છે.

રાજકોટ

રાજકોટમાં મેયરની પસંદગી બેકવર્ડ કલાસ(બીસી)માંથી કરવાની રહેશે અને ત્યાર પછીના અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે. વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર ડોક્ટર મેઘાવી બહેન સિંધવનું નામ મેયર પદ માટે ચર્ચામાં છે. તેઓ નવયુવાન છે અને ડેન્ટીસ્ટ છે. જેથી તેમની પ્રથમ પસંદગી થાય તેવી શક્યતા છે.

ભાવનગર

ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા ઉમેદવાર મેયર બનશે અને ત્યાર પછીના અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ મેયર બનશે. જો ભાજપની જીત થાય તો આધારભૂત સુત્રોના કહેવા પ્રમાણે કિર્તિબહેન દાણીઘરિયાને મેયર બનાવે તેવી શકયતા છે, તેઓ વ્યવસાયે વકીલ છે અને તેઓ કોર્પોરેટર તરીકેની બીજી ટર્મમાં ચૂંટણી લડી રહ્યા છે. બાકી બધા નવા મહિલા ઉમેદવાર છે. જેથી અત્યારના સંજોગો જોતા કિર્તિબહેન મેયરપદના દાવેદાર મનાય છે.

જામનગર

જામનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર બનશે અને ત્યાર પછીના અઢી વર્ષ માટે શિડ્યુલ ક્લાસ(SC) ઉમેદવારની મેયર પદે પસંદગી કરવાની રહેશે. સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ જીતે તો બીનાબહેન કોઠારી મેયરપદના દાવેદાર છે, કારણ કે તેઓ સૌથી સિનિયર મેમ્બર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.