ETV Bharat / city

બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા સી-પ્લેનનો શું છે ઈતિહાસ અને વિશેષતા? જાણો... - બીજું વિશ્વયુદ્ધ

આખરે લાંબા સમયની રાહ જોયા બાદ સી-પ્લેન અમદાવાદ આવી જ ગયું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરશે. એરોપ્લેનથી અને સી-પ્લેન એ બન્નેમાં તફાવત એટલો જ કે, એરોપ્લેન લેન્ડિંગ અને ટેકઓફ જમીન પર કરે છે, જ્યારે સી-પ્લેન જળ સપાટી પર એટલે કે સમુદ્ર, નદી કે તળાવ પર લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે. આવો જોઈએ બીજી શું વિશેષતા છે સી-પ્લેનમાં...

બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા સી પ્લેનનો શું છે ઈતિહાસ અને વિશેષતા? જાણો...

author img

By

Published : Oct 27, 2020, 3:32 PM IST

  • અમદાવાદ આવેલા ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનું વજન 3,377 કિલો છે
  • 15.77 મી (51 ફૂટ) લાંબુ અને મહત્તમ 5,670 કિલો વજન સાથે ઊડી શકે છે
  • સી-પ્લેનના પાયલટની કામગીરી વધુ પડકારજનક હોય છે
  • બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોએ સી-પ્લેનનો બહોળો ઉપયોગ કર્યો હતો

અમદાવાદઃ સી-પ્લેન માલદીવ્સથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવી પહોંચ્યું છે, જે અમદાવાદ પહોંચતા લોકોમાં ભારે કૂતુહલતા જોવા મળી હતી. અમદાવાદના સાબરમતી નદીના બ્રિજ પર સી-પ્લેન જોવા માટે લોકોની ભારે ભીડ ઊમટી હતી. બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આવો જાણીએ શું વિશેષતા છે સી-પ્લેનમાં....

અમદાવાદ–કેવડિયા વચ્ચે ઉડનારા સી-પ્લેનની સંભવિત સમય સારણી આ મુજબ છેઃ

સી-પ્લેન 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે

અમદાવાદ આવેલા આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનું વજન 3,377 કિલો છે, જ્યારે સી-પ્લેનની બળતણની ટાંકીની ક્ષમતા 1419 લિટરની છે, તે મહત્તમ 5,670 કિલો વજન સાથે ઊડી શકે છે. સી-પ્લેન 15.77 મીટર (51 ફૂટ) લાંબુ અને 5.94 મીટર (19 ફુટ) ઊંચું છે. કેપ્ટન અજય ચૌહાણના જણાવ્યા મુજબ, સી-પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઈનવાળા બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિલો બળતણની ખપત થાય છે. સી-પ્લેનની ડાબી બાજુ 1.27 બાય 1.45 મીટરનો દરવાજો છે. સી-પ્લેન 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જૂદા પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે. જેથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાયલોટ માટે લેન્ડિંગ અને ટેક ઓફ એ મુખ્ય કામગીરી રહે છે.

બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા સી પ્લેનનો શું છે ઈતિહાસ અને વિશેષતા? જાણો...
બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા સી પ્લેનનો શું છે ઈતિહાસ અને વિશેષતા? જાણો...

સી પ્લેનમાં કોમ્પ્યુટર કન્ટ્રોલ હોતા નથી

આ અંગે કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું કે, સી-પ્લેનમાં કમ્પ્યુટર કંટ્રોલ્સ હોતા નથી. વળી તે લો અલ્ટિટ્યૂડ પર (ઓછી ઊંચાઈ પર) ઊડે છે, જ્યાં પાઇલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે. એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર લેન્ડિંગ અને ટેક ઓફ કરે છે, જ્યારે સી-પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ તરલ અને ગતિશીલ એવી જળ સપાટી પર થાય છે. આથી સી-પ્લેનના પાયલોટની કામગીરી વધુ પડકારજનક હોય છે.

હેનરી ફેબરે 1910માં સૌપ્રથમ વખત સી પ્લેન ઊડાવ્યું હતું

સી-પ્લેનની શોધનો શ્રેય ફ્રાન્સના હેનરી ફેબરને જાય છે. 1910માં તેમણે 50 હોર્સપાવર વાળુ સી-પ્લેન ઊડાવ્યું હતું. બ્રિટિશ કંપની સુપરમરીને ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ઈ.સ.1919માં સૌપ્રથમ ફ્લાઈંગ બોટ સર્વિસ શરૂ કરી હતી. 1930માં અમેરિકા અને યુરોપ વચ્ચે વાહન વ્યવહારના એક માધ્યમ તરીકે સી-પ્લેનનો બહોળો ઉપયોગ થવા લાગ્યો હતો. જેમણે સાઉથ અમેરિકા, આફ્રિકા, અને એશિયા વચ્ચે વાહન વ્યવહારના નવા દ્વાર ખોલી આપ્યા. સી-પ્લેનના કારણે 1931માં ઈંગ્લેન્ડથી ટપાલ ઓસ્ટ્રેલિયા 16 દિવસમાં પહોંચવા લાગી હતી. સી-પ્લેન તેની ડિઝાઈન અને સ્ટ્રક્ચરને કારણે અત્યંત વધુ ઝડપ કે વધુ ઊંચાઇ પ્રાપ્ત કરી શકતું નથી. સી-પ્લેન જ્યાં જળાશયો ઉપલબ્ધ નથી, તેવા જમીની વિસ્તારોમાં બિન-ઉપયોગી છે, તેથી તેનો ઉપયોગ પણ મર્યાદિત છે.

બીજા વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો ઉપયોગ થયો હતો

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોએ પ્રશાંત મહાસાગરના દુરદરાજના ટાપુઓ સુધી પહોંચવા સી-પ્લેનનો ખૂબ ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ ધરી રાષ્ટ્રોમાંના જર્મનીએ Blohm & Voss BV-238 નામનું સૌથી ભારે અને મોટું સી-પ્લેન ઊડાવ્યું હતું. આમ બીજા વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો બહોળો ઉપયોગ થયો હતો. સી-પ્લેનનો સૌથી મોટો ફાયદો એ હતો કે, તેના માટે એરપોર્ટની જરૂર ન હતી અને યુદ્ધ દરમિયાન નવા એરપોર્ટ બનાવવાનો ખર્ચો પણ બચતો હતો. જો કે, બીજા વિશ્વયુદ્ધ બાદ પેસેન્જર પ્લેન અને તે માટેના એરપોર્ટમાં રોકાણ વધતા સી-પ્લેનનું ચલણ ઘટતુ ગયું હતું. ત્યારબાદની નવી શોધ-તકનીકો અને એડવેન્ચર ટૂરિઝમ વધતા સી-પ્લેનને ફરી સાંપ્રત બન્યું છે. ગુજરાત સરકારના પ્રયાસોથી આપણે ગુજરાતીઓ પણ હવે ટૂંક સમયમાં સી-પ્લેનની મજા માણતા થઈ જઈશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.