ETV Bharat / city

અમદાવાદની સિવિલ કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામતા લોકોનો સામાનનું શું થાય છે? જુઓ - ડેડબોડી વિભાગ

દેશ અને રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. જોકે, અત્યાર કોરોનાના કેસમાં આંશિક રાહત જોવા મળી છે. ત્યારે અમદાવાદની સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના કારણે જે પણ દર્દીનું મૃત્યુ થાય તો તેમનો સામાન અને ચીજવસ્તુઓ હોસ્પિટલમાં જ રહી જાય છે. તો આ વસ્તુઓને લોકઅપ રૂમમાં મુકવામાં આવે છે અથવા તો પોલીસને સુપરત કરવામાં આવે છે.

અમદાવાદની સિવિલ કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામતા લોકોનો સામાનનું શું થાય છે? જુઓ

author img

By

Published : May 26, 2021, 9:29 AM IST

  • અમદાવાદ સિવિલમાં કોવિડના દર્દીઓ અંગે વિશષ્ટ વ્યવસ્થા
  • કોરોનાગ્રસ્ત દર્દી ચીજવસ્તુઓ ભૂલી જાય તો લોકઅપ રૂમમાં મુકાય છે
  • કેટલાક કિસ્સાઓમાં દર્દીના મૃત્યુ પછી પરિવારજનનો સંપર્ક ન થાય તો ચીજવસ્તુઓ પોલીસને સોંપવામાં આવે છે

અમદાવાદઃ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું કોરોનાના કારણે મૃત્યુ થાય તો ત્યારબાદ તે વ્યક્તિનો માલસામાન ખોવાઈ જવાની અનેક ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવા સમયે સિવિલની કોવિડ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જે પણ દર્દીનું મોત થાય તે દર્દીનો સામાન તેમના સગાંઓનો સંપર્ક કરી તેમને પરત કરવામાં આવે છે. કેટલોક સામાન લોકઅપમાં તો કેટલોક સામાન પોલીસને સોંપવામાં આવે છે.

આ પણ વાંચોઃ સુરતમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાથી સ્વસ્થ કરાયા હોવાનો દાવો

કોરોનાનો દર્દી દાખલ થાય ત્યારથી ડિસ્ચાર્જ અથવા મૃત્યુ થાય ત્યાં સુધી કેવી થાય છે તેમના સામાનની દેખરેખ

કોરોનાનો દર્દી સિવિલમાં 1,200 બેડમાં દાખલ થવા આવે ત્યારે પરિવારજનની હાજરીમાં દર્દીની એડમિશન કાર્ડ બનતું હોય છે, જેને બીજી ભાષામાં દર્દી દાખલ થાય ત્યારે તેની નોંધણી કરવામાં આવતી હોય છે.. નોંધણી થયા બાદ તે દર્દી વોર્ડ તરફ મોકલવામાં આવે છે, પરંતુ આ પહેલા એક બીજી પ્રક્રિયા થતી હોય છે, જેમાં દર્દીના પરિવારજનને દર્દી સાથે કિંમતી સામાન ન લઈ જવા વિનંતી કરવામાં આવતી હોય છે. તેમ છતાં દર્દી મોબાઈલ અથવા અન્ય ચીજવસ્તુઓ લઈને વોર્ડમાં જાય તે પહેલાં દર્દી અને તેમના પરિવારજનની હાજરીમાં નોંધણી બુકમાં ચીજવસ્તુઓ સહિત મોબાઈલ જેવી અનેક બાબતની નોંધણી કરી દેવામાં આવતી હોય છે.. ત્યારબાદ દર્દીને વોર્ડમાં મોકલવામાં આવતા હોય છે.

દર્દી ડિસ્ચાર્જ થાય અથવા મૃત્યુ થાય ત્યારે તેઓના સામાન શું થાય?

દર્દીના ડિસ્ચાર્જ સમયે તેઓના નોંધણી બુકમાં રહેલા સામાન તપાસ કરવામાં આવતો હોય છે. જોકે, દર્દીનું મૃત્યુ થાય અને તે સમયે દર્દીના પરિવારજનો સામાન લેવાનું રહી જાય અથવા ભૂલી જાય તેવા કિસ્સામાં તેઓને સામાન અંગે થઈ ફોન કરવામાં આવે તેઓનો સંપર્ક કરવામાં આવતો હોય છે. છતાં ન આવે તો તે ચીજવસ્તુઓને વ્યવસ્થિત લૉક કરી નામ અને અન્ય બાબતની નોંધણી કરી લોકઅપ રૂમમાં મૂકી દેવામાં આવતો હોય છે.

આ પણ વાંચોઃ ડાકોરમાં લોકડાઉનમાં પોલીસે જ પ્રજાને ઠગી

મૃત્યુ પામેલા દર્દીના સામાનને શું કરવામાં આવે?

ડોક્ટરના જણાવ્યા મુજબ, ઘણી વખત અનેક દર્દીઓ મૃત્યુ બાદ તેમના પરિવારજનો સામાન્ય ભૂલી જતા હોય છે, જેમાં કિંમતી ઘરેણા અથવા ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ જેવી કે, મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ ભૂલી જાય છે. તો હોસ્પિટલ સ્ટાફ દ્વારા જેથી દર્દીના નામ, નંબર સહિત અન્ય બેચ માર્ક લખી લૉકઅપ બનાવવામાં આવ્યો હોય છે તેમાં મૂકી દેવામાં આવે છે ત્યારબાદ દર્દીના સગા સંબંધીનો સંપર્ક કરી તેમને સુપરત કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે.

કોઈ દર્દીનો સંપર્ક ન થયા તેવા કિસ્સામાં શું કરવામાં આવતું હોય છે?

જ્યારે દર્દી દાખલ થતો હોય ત્યારે તેને ચીજવસ્તુઓ અંગે જાણકારી આપવામાં આવતી હોય છે તેમ છતાં તેઓ પોતાનો સામનો ભૂલી જાય છે. તો થોડા દિવસ લોકઅપ રૂમમાં મૂકી રાખવામાં આવે છે. ત્યારબાદ પણ તેઓનો સંપર્ક ન થાય અથવા પરિવારજનો ચીજવસ્તુઓ લેવા તૈયાર ન થાય તેવા કિસ્સામાં પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સહિત જવાબદાર અધિકારીઓની હાજરીમાં પોલીસને તે ચીજવસ્તુઓ જેવી કે મોબાઈલ, ઘરેણાં, રોકડ અથવા અન્ય વસ્તુઓ સોંપવામાં આવતી હોય છે.

થોડા સમય પહેલા મૃત્યુ થયેલા કોવિડના દર્દીઓનો સામાન ચોરી કરતો શખ્સ ઝડપાયો હતો

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી 1,200 બેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થાય ત્યારબાદ તેઓના ઘરેણાં ચોરી થઈ જતા જેની અનેક ફરિયાદ ઉઠતા સિવિલ તંત્ર અને પોલીસ સઘન રીતે તપાસ કરતી હતી. ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી કે, ડેડબોડી વિભાગમાં કામ કરતો એક શખ્સ કોરોનાના કારણે મૃત્યુ થનાર દર્દીઓના ઘરેણાં સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી રહ્યો છે, જેને લઈ પોલીસે બાતમીના આધારે આરોપી જેવો સિવિલમાંથી ઘરે જવા નીકળ્યો ત્યાં જ પોલીસે તેને રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં સઘન પૂછપરછના અંતે તેને ગુન્હો કર્યો હોવાનું કબૂલ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.